જો રોજ આટલા સમય ચાલશોને તો શરીરને વધારાની ચરબી ક્યારેય નહિ ચડે… દરેક સ્ત્રીઓ ખાસ વાંચે.

🚶‍♀️ મિત્રો તમે સાંભળ્યું જ હશે કે વેટ્લોસ કરવા માટે અથવા પોતાના શરીરને હેલ્દી રાખવા માટે સવારે વોકિંગ કરવું ખુબ જ જરૂરી છે. મિત્રો વોકિંગના એટલા બધા ફાયદા છે કે તમે સંભાળીને હેરાન રહી જશો. કેમ કે ઘણા બધા શારીરિક પ્રોબ્લેમ ચાલવા માત્રથી જ દુર કરી શકો છો. તો ચાલો જાણીએ આ લેખમાં કેવી રીતે ચાલવાથી બધા જ રોગોમાંથી મળે છે મુક્તિ.🚶‍♀️ આપણી ચાલવાની ગતિ આપણી સેહદ પર આધાર રાખતી હોય છે. ઝપથી અને ધીમું બંને રીતે ચાલવાથી આપણા શરીરને ફાયદો થાય જ છે. જો તમે જમીને ચાલવા માટે નીકળો ત્યારે ખુબ જ ધીમે ધીમે ચાલવું જોઈએ. જમીને ક્યારેય પણ ઝડપથી ન ચાલવું જોઈએ. તમે સંધ્યાના સમયે ચાલવા નીકળો તો તમારી ઘણી બધી સમસ્યાનો હલ મળી જાય છે. માનસિક તણાવ હોય તો તે પણ દુર થાય છે. રાત્રે જમીને ચાલવામાં આવે તો ઊંઘ પણ ખુબ જ સરસ રીતે આવી જાય છે. તેના સિવાયના પણ ઘણા બધા ફાયદા છે જે નીચે પ્રમાણે છે.

🚶‍♀️ 1 સૌથી પહેલો ફાયદો તમારા હૃદયને થાય છે. વોકિંગ તમારા હૃદય સાથે જોડાયેલી બધી જ સમસ્યાને દુર કરવા માટે ખુબ જ મદદગાર સાબિત થાય છે. જો તમને કોઈ ચોક્કસ સમય વોકિંગ માટે ન મળતો હોય તો અઠવાડિયામાં કોઈ પણ સમયે 4 કલાક વોકિંગ ઓછામાં ઓછુ કરવું જોઈએ. આવું કરવાથી હૃદય સંબંધિત જે કોઈ પણ રોગ હોય છે તેનાથી તમે બચી શકો છો. જો તમે દરરોજ એક સમય નક્કી કરીને વોકિંગ કરો તો તેના અપાર ફાયદા છે.

🚶‍♀️ 2 વેટ્લોસ. જો તમે ખુબ જ બીઝી રહેતા હોવ અને તમને કસરત કરવાનો સમય જ ન મળતો હોય તો તમારે દિવસમાં એકવાર વોકિંગ ફરજીયાત કરવું જોઈએ. કેમ કે વોકિંગ કરવું તે પણ એક ખુબ જ સારી કસરત છે. તે તમારા વજનને ઓછો કરવામાં મદદ કરે છે. સાથે સાથે તે મેટાબોલીઝમને બુસ્ટ કરે છે એટલા માટે મિત્રો જે લોકો આખો દિવસ ઓફિસમાં બેસીને કામ કરતા હોય તેવા લોકોએ ખાસ દરરોજ 2 કિમી ઓછામાં ઓછુ વોકિંગ કરવું જોઈએ.

🚶‍♀️ 3 ચાલવાથી આપણી જે નસો હોય છે તે તેજ થાય છે. મિત્રો વોકિંગ કરવાથી જ આપણી બુદ્ધિનો વિકાસ થાય છે. વોકિંગથી જ ઓક્સીજન અને ગ્લુકોઝની જેટલી આવશ્યકતા આપણા મગજને હોય તે પહોંચે છે. તે આપણા દિમાગને ખુબ જ બહેતર રીતે કામ કરવા માટે હેલ્પ કરે છે. અને તે કોલેસ્ટ્રોલના સ્તરને પણ કંટ્રોલ કરવા માટે મદદ કરે છે જે ધમનીઓને રોકે છે.

🚶‍♀️ 4 રક્ત પરિસંચયમાં પણ ખુબ જ સરળતા આવે છે અને આપણું મગજ હોય છે તેને કામ કરવા માટે ખુબ જ ઉત્સાહિત કરે છે અને આપણા આખા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન પણ ખુબ સારી રીતે થવા લાગે છે.

🚶‍♀️ 5 જો તમે ડાયાબીટીસના પેશન્ટ છો તો દરરોજ વોકિંગ કરવું જોઈએ. ડાયાબીટીસ હોય તેવા લોકોએ રોજનું ઓછામાં ઓછું 2 કિમી વોકિંગ કરવું જ જોઈએ. ચાલવાથી આપણા શરીરનું બ્લડ શુંગર હોય છે તેને કંટ્રોલ કરવા માટે ખુબ જ હેલ્પફુલ રહે છે. ડાયાબીટીસ હોય તેવા લોકોએ દરરોજ ઓછામાં ઓછુ 2 કિમી  ચાલવાનું શરૂ કરી દો.

🚶‍♀️ 6 ચાલવાથી આપણા હાડકા પણ ખુબ  જ મજબુત બને છે. જો તમારા હાડકા કમજોર થવા લાગ્યા હોય તો તેના માટે તમારે બાઈક કે કારનો ઉપયોગ ન કરવો જોઈએ અને નજીકની કોઈ પણ જગ્યા પર જવું હોય ત્યારે વોકિંગ કરતા જવું જોઈએ. જે લોકોને ઘૂંટણની તકલીફ હોય તેવા લોકોએ દવા બંધ કરી દેવી જોઈએ અને સવારે-સાંજે બે સમય નિયમિત વોકિંગ કરવું જોઈએ માત્ર 15 દિવસમાં જ ઘૂંટણની તકલીફ માંથી છુટકારો મળી જશે.

🚶‍♀️ 7 પાચનતંત્રમાં પણ ખુબ જ સુધારો કરે છે. જે લોકોને એસીડીટી રહેતી હોય, કફ રહેતો હોય અથવા પેટમાં કોઈ પણ ગરબડ રહેતી હોય તો તેવા લોકોએ જમીને માત્ર 20 મિનીટ ચાલવું જોઈએ તેનાથી તમારી ડાયજેસ્ટિક સિસ્ટમ સુધરે છે. પરંતુ જમીને  ધીમે ધીમે ચાલવું જોઈએ. તે આપણા શરીરમાં  વેટ્લોસ માટે પણ મદદગાર સાબિત થશે. અને આપણે ખાધું હોય તે પણ ખુબ જલ્દી પચે છે.

🚶‍♀️ 8 વોકિંગ કરવાથી આપણા ફેફસાની ક્ષમતા પણ સુધરે છે. જો તમે વોકિંગ કરો તો તમારા ફેફસાને વધારે ઓક્સીજન મળે છે. જેનાથી તમારા ફેફસાની ક્ષમતા ખુબ જ વધે છે.

🚶‍♀️ તો આ હતા માત્ર અડધો કલાક વોકિંગ કરવાના ફાયદા. જે તમને જીવનભર શારીરિક સુખ આપવા માટે સક્ષમ બનાવે છે.👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

2 thoughts on “જો રોજ આટલા સમય ચાલશોને તો શરીરને વધારાની ચરબી ક્યારેય નહિ ચડે… દરેક સ્ત્રીઓ ખાસ વાંચે.”

Leave a Comment