સુરત જેવી જ આગની ઘટના બની દિલ્હીની એક હોસ્ટેલમાં, ૫૦ છોકરીઓ હતી તેમાં, જાણો તેમનું શું થયું?

સુરત જેવી જ આગની ઘટના બની દિલ્હીની એક હોસ્ટેલમાં, ૫૦ છોકરીઓ હતી તેમાં, જાણો તેમનું શું થયું?

મિત્રો હમણાં જ સુરતમાં આગની ઘટના બની હતી અને જેમાં 22 માસુમોના મૃત્યુ થયા હતા. પરંતુ મિત્રો આવી ગંભીર બાબત સામે આવવા છતાં પણ હજુ લોકોમાં જાગૃતતા જોવા મળતી નથી. હજુ તાજેતરમાં જ એક આવી જ ઘટના સામે આવી છે. જેમાં સુરતમાં થઇ તેવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. આ ઘટના પણ ખુબ જ ગંભીર થવા પામી હતી. તો ચાલો જાણીએ ક્યાં બની હતી આ ઘટના અને કેવી રીતે બની.

મિત્રો આ આગની ઘટના દિલ્હીના પશ્વિમ વિભાગમાં જનકપુરી મેટ્રો સ્ટેશન નજીક લાગી હતી. જ્યાં આગ લાગી હતી તે એક ગર્લ્સ હોસ્ટેલ હતી. આ આગની ઘટના બની ત્યારે તેમાં લગભગ આશરે 50 જેટલી છોકરીઓ હતી. દિલ્હીના ચીફ ફાયર અધિકારી શ્રી અતુલ ગર્ગે જણાવ્યું હતું કે આ ઘટના એક અનાયાસે બનવા પામી હતી. જેમાં અમે અમારા તરફથી પુરતી મહેનત કરીને બધી જ છોકરીઓને મહામહેનતે બચાવી લીધી છે. પરંતુ તેમ છતાં પણ આગ ખુબ પ્રચંડ હોવાને કારણે ધુમાડો પણ ખુબ જ અનહદ પ્રમાણમાં થયો હતો. જેને પગલે 6 થી 7 છોકરીઓને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી.

પરંતુ કાયમી ધોરણે અને સમયબદ્વતાના કારણે તે બધી જ છોકરીઓને તરત જ હોસ્પિટલમાં દાખલ કરી દીધી હતી. તે બધી જ છોકરીઓને હોસ્પિટલમાં જ એડમીટ બાદ સારવાર કરવામાં આવી અને સુરક્ષિત હોવાથી તેને રજા પણ કરી દેવામાં આવી હતી.

પોલીસે પણ પોતાનું બયાન આપ્યું હતું કે આ ઘટનામાં કોઈ પણ જાનહાની કે કોઈ ગંભીર રીતે ઘાયલ નથી થયું. પોલીસે એવું ઓન જણાવ્યું હતું કે આ ઘટના એક અનાયાસે બનવા પામી હતી એવું હાલ સામે આવી રહ્યું છે. પરંતુ અમારા દ્વારા તેની તપાસ પણ કરવામાં આવશે.

પરંતુ મિત્રો ઘટના સ્થળે તુરંત જ ત્યાં પહોંચી ચુકેલા એક ફાયર ઓફિસરે પણ જણાવ્યું હતું કે આ આગ લાગવાનું કારણ હોસ્ટેલમાં આવેલી એક ઇલેક્ટ્રિક પેનલમાં શોર્ટસર્કિટ થવાથી આગ લાગી હતી. જ્યારે આ આગ લાગી ત્યારે મધ્યરાત્રીનો સમય હતો. બધી જ છોકરી પોતાના રૂમમાં સુઈ રહી હતી. પરંતુ ફાયરના અધિકારીઓ અને સાધનો સમયસર પહોંચી જવાથી કોઈને જીવનું જોખમ થયું ન હતું. ઓફિસરનું કહેવું હતું કે રાત્રે સદા ત્રણે આગ પર સંપૂર્ણ કાબુ આવ્યો હતો. આગ લાગી છે તેનો કોલ ફાયર સ્ટેશને 3 વાગ્યે આવ્યો હતો. પરંતુ તાત્કાલિક ધોરણે ફાયર દ્વારા ચાર ગાડીઓ મોકલવામાં આવી હતી જેણે પ્રચંડ આગને માત્ર અડધો જ કલાકમાં કાબુ કરી લીધી હતી.

પરંતુ મિત્રો પોલીસે એવું પણ જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશને 3.5 વાગ્યે કોલ આવ્યો હતો. પરંતુ પોલીસને ત્યાં પહોંચતા અડધો કલાક ઉપર વીતી ગયું હતું અને હોસ્ટેલની બધી જ છોકરીઓને બહાર કાઢી લેવામાં આવી હતી. આગ દરમિયાન બધી જ છોકરીઓ ઊંઘી રહી હતી પરંતુ સમયબદ્ધતાના કારણે બધી જ છોકરીઓને જીવ બચી ગયા છે.

પરંતુ મિત્રો ફાયર ઓફિસરે જણાવ્યા પ્રમાણે આ આગની ઘટનામાં એક છોકરીએ ઉપરના માળ પરથી કુદવા માટે મજબુર થવું પડ્યું હતું. પરંતુ આ છોકરીએ પોતાની હિંમતથી નીચે કુદકો લાગવાનીને એક માળનીચે ગાર્ડનો રૂમ હતો ત્યાં સુધી આવી પહોંચી. પરંતુ મિત્રો ઉપરથી કુળવા છતાં કોઈ પણ પ્રકારની આ છોકરીને ઈજા થઇ હતી નહિ.

તો મિત્રો પહેલા આ ઘટના સુરતમાં બની અને હવે દિલ્હીમાં પણ બની. તો મિત્રો તમે કોઈ પણ જગ્યાએ જાવ અને રહેતા હોવ તો પોતાની સેફટીનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને મિત્રો આગ રક્ષણ યંત્ર બધા જ પાસે અવશ્ય હોવું આજકાલ ખુબ જ જરૂરી થઇ ગયું છે.

આવા જ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment