મૃત્યુ પછી લાશને ઘરમાં એકલી કેમ નથી રાખવામાં આવતી? તેની આસપાસ લોકોને કેમ રાખવામાં આવે છે?

તમે અવારનવાર જોયું હશે કે માણસનું જયારે મૃત્યુ થાય ત્યારે આપને તેની આસપાસ હંમેશા સગાસબંધીઓ બેસતા હોય છે, તેમે ક્યારેય નહિ જોયું હોય કે મૃત વ્યક્તિને એકલાને રૂમમાં કે અન્યત્ર એકાંતમાં રાખવામાં આવ્યું હોય. તો આવું કેમ? આજે આપણે મળીને જાણીશું કે શા માટે મૃત વ્યક્તિ આસપાસ અન્ય વ્યક્તિઓને રાખવામાં આવે છે.

માણસના મૃત્યુ પછી તેની જે કઈ પણ વિધિ કરવામાં આવે તેને અંતિમ સંસ્કાર કહેવાય છે. કોઈ મૃત વ્યક્તિ રાત્રે જો મૃત્યુ પામે તો રાત્રે તેના અંતિમ સંસ્કાર નથી કરતા હોતા, ખાસ કરીને કોઈ મહિલાનું મૃત્યુ થઇ જાય તો તેને લક્ષ્મી ગણી ને રાત્રે તેના અંતિમ સંસ્કાર નથી કરવામાં આવતા. તેમના અંતિમ સંસ્કાર વહેલી સવારે કરવામાં આવે છે. અથવા બીજી તરફ જોઈએ તો જયારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો તેના પરિવાર જાણો કે દીકરા દીકરીઓ જયારે દુર હોય તો તે આવે નહિ ત્યાં સુધી મૃત વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવામાં આવતા હોતા નથી.

અને જ્યાં સુધી તે લોકો ના આવે ત્યાં સુધી વ્યક્તિને રૂમમાં સુવરાવી દેવાય છે અને તેની આસપાસ બધી જ પવિત્ર વસ્તુઓ રખાય છે અને અલગ અલગ પ્રદેશની માન્યતાઓ મુજબ તેમની રીતરસમ પણ કરવામાં આવે છે. અને તેની બાજુમાં સગાવહાલા બેસેલા હોય છે.

હિંદુ પૌરાણિક માન્યતાઓ અનુસાર કહેવાય છે કે મૃત વ્યક્તિની આત્મા તે શરીરની આસપાસ જ રહેતી હોય છે. અમુક માન્યતા અનુસાર એમ અનુસાર એમ પણ કહેવાય છે  કે જ્યાં સુધી વ્યક્તિનું બારમું એટલે કે પાનીઢોલ ના પતે ત્યાં સુધી તે વ્યક્તિની આત્મા પરલોક નથી ગઈ હોતી અને તે મુજબ તેનું મૃત શરીર એ વખતે પ્રાણ વગરનું બની ગયું હોય છે. જેથી તેની આસપાસ પૂજાની વસ્તુઓ અને મનુષ્યોને રાખે છે કારણકે નહી તો મૃત શરીર આસપાસ અન્ય નકારાત્મક શક્તિઓ તેનો પ્રભાવ પડતી હોય છે. અને અન્ય એક માન્યતા મુજબ એ મૃત શરીર પર બીજી શક્તિ તેનો પ્રભાવ કે અધિકાર ના કરી બેસે તે કારણે મૃત શરીરને હિન્દ માન્યતાઓ મુજબ એકલુ રાખવામાં નથી આવતું. 

મૃત શરીર એ નાના બાળક જેવું કહેવાય છે, જેમ નાના બાળકને ગમે તે રમાડે તો તેને ખબર નથી હોતી કે કોણ આપણું પોતાનું હોય છે અને કોણ આપણું દુશ્મન, એવી જ રીતે મૃત વ્યક્તિના શરીરને પણ અન્ય શક્તિ કબજો  મેળવી શકે  એટલું પવિત્ર થઇ ગયું હોય છે એટલે તેને એકલું ના રાખી શકાય. આ માન્યતા હિંદુ ધર્મમાં અનુસાર છે.

અમુક લોકો પાણીઢોલ બારમાં દિવસની બદલે 9 દિવસે, 7 દિવસે કે 5 દિવસે પણ કરી નાખતા હોય છે, ઘણી વખત લોકો પોતાને સમય ના હોવાથી આમ કરતા હોય છે, અને ઘણી વખત અંતિમ ક્રિયા કરાવનાર પંડિત પણ આવું કરવા કહે છે જે હકીકતે હિંદુ ધર્મ અનુસાર ખોટું છે, આપના ૧૬ સંસ્કારો માંથી ગર્ભસંસ્કાર થી લઈને અંતિમ સંસ્કાર સુધી એક પધ્ધતિ અનુસાર રાખવામાં આવ્યા છે. 

જાણો પાનીઢોળ 12  માં દિવસે જ કેમ કેરવામાં આવે છે એ જાણવું હોય તો કોમેન્ટમાં part-2 લખીને જણાવો અમે હિંદુ ધર્મ અનુસાર અને વૈજ્ઞાનિક રીતે લેખ લખીને આપને જણાવીશું કે પાનીઢોલ 12 દિવસે જ કરાય… 7 માં કે 5 માં દિવસે ના કરાય.
શા માટે હિંદુ ધર્મમાં સ્ત્રીઓ શ્મશાન નથી આવતી તે લેખ માટે part-3 કોમેન્ટ કરો
શા માટે હિંદુ ધર્મમાં મૃતકને અગ્નિદાહ આપવામાં આવે તેના માટે part-4 કોમેન્ટ કરો.

જો આ વાત એક હિંદુમાન્યતાઓ મુજબ છે, અન્ય ધર્મ અન્ય સંપ્રદાયમાં અલગ અલગ રીવાજ હોઈ શકે છે. તે વાતની ખાસ નોંધ લેવી..

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ.     (૩) ગુડ.    (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

26 thoughts on “મૃત્યુ પછી લાશને ઘરમાં એકલી કેમ નથી રાખવામાં આવતી? તેની આસપાસ લોકોને કેમ રાખવામાં આવે છે?”

Leave a Comment