ન્હાયા પછી તરત જ કરો છો આ 5 કામ, તો થઈ જજો સાવધાન… નહિ તો થઈ જશો બરબાદ… મોટાભાગની મહિલાઓ રોજ કરે છે આ ભૂલ…

મિત્રો એક વિવાહિત સ્ત્રી માટે સંપૂર્ણ શૃંગાર કરવો જરૂરી છે. કારણ કે તે તેના સૌભાગ્યની નિશાની છે. આમ વિવાહિત સ્ત્રીના શૃંગારમાં એક શૃંગાર સેંથામાં સિંદુર પૂરવાનો છે. પણ જયારે તમે સ્નાન વગેરે કરીને તરત જ માથામાં સિંદુર પૂરો છો તો તેનાથી તમને નુકશાન થઇ શકે છે. વાસ્તુશાસ્ત્ર તમને સ્નાન કર્યા પછી તરત સિંદુર પુરવાની નાં કહે છે. શા માટે ચાલો તો તેના કારણ વિશે જાણી લઈએ. 

જો ઘરમાં બધા જ કાર્યો વાસ્તુના નિયમ મુજબ કરવામાં આવે તો માણસ પોતે જ તરક્કી ની સીડી ચઢવા લાગે છે. પરંતુ વાસ્તુથી જોડાયેલી એક નાનકડી ભૂલ પણ માણસને બર્બાદ કરવા માટે પૂરતી છે. આવો આજે તમને જાણે-અજાણે થતી 5 એવી ભૂલ વિષે જણાવીએ જેના વાસ્તુમાં ઘણા ખોટા પરિણામો જણાવાયા છે. 

વાસ્તુશાસ્ત્રમાં જીવનને સારું બનાવવાની અને નકારાત્મકતાને દૂર રાખવાની વિધિઓ જણાવવામાં આવી છે. તેમાં ઘરની દિશાઓ અને વસ્તુઓને શુભ અશુભ ઘટનાઓથી જોડવામાં આવી છે. આવો જાણીએ વાસ્તુ શાસ્ત્રની 5 એવી ભૂલો જે તમને બર્બાદ કરી શકે છે.(1) સામાન્ય રીતે લોકો બાથરૂમમાં કપડાં ધોયા પછી ટબ કે બાલ્ટીમાં વધેલું પાણી એમ જ છોડી દેતા હોય છે. વાસ્તુ મુજબ, આમ કરવું ખૂબ જ અશુભ ગણવામાં આવે છે. બાલ્ટીમાં ગંદુ પાણી ભરી રાખવાથી આપણા જીવનમાં તેની ખરાબ અસર પડી શકે છે. ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થઈ શકે છે. ઘરની સુખ-શાંતિ ભંગ થઈ શકે છે. 

(2) જો તમે નાહયા પછી તેજ ધાર વાળા કોઈ ઉપકરણનો ઉપયોગ કરો છો તો સાવધાન થઈ જાઓ, વાસ્તુ મુજબ, નાહયા પછી ક્યારેય નેઇલ કટર, બ્લેડ કે રેઝર જેવા ધારદાર ઉપકરણોનો ઉપયોગ કરવો જોઈએ નહીં. આવું કરવું ખૂબ જ અશુભ ગણવામાં આવે છે.

(3) ઘરના બાથરૂમમાં ક્યારે પણ ખાલી બાલ્ટી ન રાખવી. વાસ્તુ મુજબ, બાથરૂમમાં રહેલ બાલ્ટી કે ટબને હંમેશા પાણીથી ભરેલું રાખવું. જો તમે તેને પાણીથી ભરેલું ન રાખી શકતા હોય તો તેને ઊંધું પાડીને પણ રાખી શકો છો. આમ કરવાથી તમે કોઈ મોટા નુકશાનથી બચી શકો છો.(4) વિવાહિત મહિલાઓએ નાહયા પછી કે વાળ ધોયા પછી તરત જ પોતાની માંગમાં સિંદુર ન લગાડવું જોઈએ. વાસ્તુ મુજબ આમ કરવાથી, મહિલાઓ પર તેની ખરાબ અસર થઈ શકે છે. તેમના મનમાં ખોટા વિચારો આવી શકે છે. ઘરની સુખ શાંતિ ભંગ થઈ શકે છે. પારિવારિક ક્લેશ વધી શકે છે. 

(5) નાહયા પછી બાથરુમના ફર્શને વાઇપરથી સરખી રીતે સાફ કરવું. બાથરૂમનું સરફેસ હંમેશા ભીનું રહેવાથી ઘરને આર્થિક તંગી ઘેરી રાખે છે. સાથે જ બાથરૂમને ગંદુ ન રાખવું અને બધી જ વસ્તુઓ સરખા સ્થાન પર જ રાખવી. આમ, વાસ્તુ મુજબ અમુક પ્રકારના કાર્યો અશુભ ગણવામાં આવે છે જેને કરવાથી બચવું જોઈએ જેથી આપણે બર્બાદ થતાં બચી શકીએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment