ઘરમાં રહેલા કાચા દૂધના આ ઉપાયથી એકદમ નિખરી જશે તમારો ચહેરો, નાના મોટા તહેવારોમાં પાર્લરના ખર્ચા જરૂર બચી જશે…

દૂધ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. પરંતુ તમને જણાવી દઈએ કે કાચું દૂધ આપણી ત્વચા માટે પણ ફાયદાકારક છે. કાચા દુધથી ત્વચા સાફ થાય છે, ત્વચામાં નિખાર આવે છે અને ત્વચાને નમી આપવા માટે કાચું દૂધ ખુબ જ ફાયદાકારક છે. જો તમને ત્વચામાં ખીલ છે, તો તમે કાચા દૂધનું ફેસપેકનો ઉપયોગ કરી શકો છો.

ત્વચામાં ડાઘ છે તો પણ તમે કાચા દુધનો ઉપયોગ કરી શકો છો. જો તમે કાચા દુધમાં બદામ મિક્સ કરી દો તો નિખાર વધી જશે અને બીજા વિકલ્પમાં તમે કાચા દુધમાં વિટામીન-ઈ ઓઈલ મિક્સ કરી શકો છો. આ બંને રીતે તમે ફેસપેક તૈયાર કરી શકો છો. તેનાથી ત્વચાને ઊંડાણથી પોષણ મળશે અને ત્વચા સાફ થશે. તો ચાલો જાણીએ કાચા દૂધમાંથી બે ફેસપેક બનાવવાની રીત અને ફાયદા.

કાચું દૂધ અને બદામનું ફેસપેક બનાવવા માટેની સામગ્રી અને રીતે : ફેસપેક બનાવવા માટે સામગ્રીમાં કાચું દૂધ અને બદામની જરૂર પડશે. બનાવવા માટે સૌથી પહેલા તાજું કાચું દૂધ એક વાસણમાં કાઢી લો. તમે પોતાના ઉપયોગ અનુસાર દૂધનું પ્રમાણ લઈ શકો છો. ચહેરા અને ગળા માટે 4 થી 5 ચમચી દૂધ પર્યાપ્ત છે. પછી મીક્ષ્યરમાં 4 થી 5 બદામ નાખો અને તેનો પાવડર બનાવી લો. જ્યારે પાવડર બની જાય એટલે તેમાં કાચું દૂધ નાખીને ફરીથી મીક્ષ્યરમાં પીસી લો. મિશ્રણને સારી રીતે મિક્સ કરો અને ચહેરા પર લગાવો.

કાચા દૂધ અને બદામના ફાયદા : બદામ અને કાચા દૂધમાંથી બનેલ આ ફેસપેકથી તમારા ચહેરા પર રહેલા ડાઘ અને નિશાન દુર થઈ જાય છે. તેમજ જે લોકોના ચહેરા પર કરચલીઓની સમસ્યા રહે છે તેમણે કાચા દૂધ અને બદામનું આ ફેસપેક લગાવવું જોઈએ. જો તમારી ત્વચામાં ટ્રેનીંગની સમસ્યા છે તો પણ કાચા દૂધ અને બદામનું આ ફેસપેક ખુબ જ અસરકારક છે.

કાચું દૂધ અને વિટામીન-ઈ થી ફેસપેક બનાવવાની રીત અને સામગ્રી : કાચું દૂધ, વિટામીન-ઈ ની ટેબ્લેટની જરૂર પડશે. ફેસપેક બનાવવા માટે વિટામીન ઈ ની બે કેપ્સુલ કાઢીને તેમાંથી તેલ એક બાઉલમાં કાઢી લો. હવે કાચું દૂધ લો અને તેને વિટામીન-ઈ ના તેલમાં મિક્સ કરો. મિશ્રણને સારી રીતે મિક્સ કરો અને ચહેરા પર લગાવો. આ પેકને બનાવ્યા પછી વધુ સમય ન રહેવા દો, પરંતુ બનાવ્યા પછી તરત જ ચહેરા પર તેને લગાવી લો.

કાચના દૂધ અને વિટામીન-ઈ ના ફેસપેકના ફાયદા : કાચા દૂધ અને વિટામીન-ઈથી બનેલા આ ફેસપેકને ચહેરા પર લગાવવાથી કુદરતી નમી મળે છે. વિટામીન-ઈ એક સારા ક્લીન્જરના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી ત્વચાની ગંદકી સાફ થાય છે. ત્વચામાં નિખાર આવે છે. વિટામીન-ઈ ઓઈલ અને કાચા દૂધ માંથી બનેલ આ ફેસપેક લગાવવાથી ત્વચા ટાઈટ થાય છે.

કાચા દૂધનું ફેસપેકનો ઉપયોગ કંઈ રીતે કરવો ? : ઉપર જણાવવામાં આવેલ બંને ફેસપેકને લગાવવાની રીત એક જ છે. સૌથી પહેલા પોતાના ચહેરાને સારી રીતે ફેશવોશ કરી લો. ચહેરો જ્યારે સુકાઈ જાય એટલે ફેસપેક લગાવો. ફેસપેકને લગાવવા માટે તમે કોટન બોલનો ઉપયોગ કરી શકો છો.

હવે ફેસપેકને ચહેરા પર 20 થી 30 મિનીટ રહેવા દો. જ્યારે ફેસપેક સુકાઈ જાય એટલે ત્વચામાં ખેંચાણ થાય છે. ત્યાર પછી ચહેરાને પાણીથી ધોઈ નાખો. જો તમે કાચા દુધથી એલર્જી છે તો તેનો ઉપયોગ ન કરવો જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment