જયારે ફાંસી આપ્યાના 2 કલાક બાદ પણ ન માર્યો આ વ્યક્તિ… આ કારણે જીવ ના ગયો..

આજે જ્યાં જોઈએ ત્યાં બળાત્કારના કેસો જોવા મળે છે. માણસની હવસ એટલી હદે વધી ગઈ છે કે માણસ હવે તો નાની બાળકીને પણ નથી મૂકતો. ત્યારે હૈદરાબાદમાં થયેલ બળાત્કારીઓને પોલીસે ગોળી મારીને સજા આપી ત્યારે સમગ્ર દેશમાં ખુશીની લહેર ઉઠી હતી. પરંતુ તકલીફ ત્યારે થાય છે, જ્યારે નિર્ભયા જેવા કેસમાં આરોપી 7 વર્ષ થયા છતાં પણ સજા આપવાનો કોઈ રસ્તો દેખાતો ન હતો. પરંતુ હાલ તેનો ચુકાદો આવી ગયો છે. પરંતુ આજે અમે તમને એક જૂના કેસની વાત આજે તમને જણાવશું.

જેમ સમાચાર આવી રહ્યા છે તેમ, નિર્ભયા કેસમાં તેના દોષીઓને 22 જાન્યુઆરીએ સવારે 7 વાગ્યે ફાંસી આપવામાં આવશે. પરંતુ આવો જ એક એવો કિસ્સો જે આપણા દેશનો સામે આવ્યો છે. જેમાં આરોપીને ફાંસી આપ્યા પછી તે મૃત્યુ પામ્યો ન હતો. જેલ વહીવટીતંત્રને કંઇ સમજાયું નહીં ત્યારે તેણે ઉઠાવ્યું એવું પગલું જાણીને કોઈ પણ ચોંકી જાય. તો ચાલો જાણીએ આ ગુનેગાર વિશે, જે 2 કલાક સુધી લટકીને પણ મૃત્યુ પામ્યો ન હતો. આ મામલો છે 1978 નો જેમાં અપહરણ, બળાત્કાર અને ખૂન કેસ છે :
રંગા અને બિલા નામના માણસોએ 1978 માં નૌકાદિક અધિકારી મદન ચોપરાના બાળકો ગીતા અને સંજય ચોપરાનું અપહરણ કર્યું હતું. બાદમાં આ બંને ભાઇ-બહેનનું મોત નીપજ્યું હતું. રંગાનું અસલી નામ કુલજીત સિંહ હતું અને બિલાનું અસલી નામ જસબીર સિંહ હતું. જ્યારે રંગા અને બિલાએ ગીતા અને સંજયની હત્યા કરી હતી, તે સમયે તે ખુબ જ નાના હતા. ગીતા સાડા 16 વર્ષની હતી અને સંજય 14 વર્ષનો હતો.

વડાપ્રધાન પોતે રાખી રહ્યા હતા, આ ગુનેગારો ઉપર નજર :
આ વાત છે 1978 ની. દિલ્હીમાં એક ભાઈ અને બહેનનું અપહરણ થયું હતું. ત્યાર બાદ બહેન પર બળાત્કાર પણ ગુજારવામાં આવ્યો હતો. ત્યાર બાદ બંને ભાઈ-બહેનને મારી નાખવામાં આવ્યા હતા. રંગા-બિલાએ આ અપહરણ કર્યું હતું. તે સમયના આ બંને શખ્સ ખુબ જ પ્રખ્યાત ગુનેગારો હતા. વડાપ્રધાન મોરારજી દેસાઇ આ મામલે માહિતી મળતાં ખુદ પરેશાન થયા હતા. પૈસા માટે કર્યું હતું અપહરણ :
નૌકાદળના અધિકારી મદન મોહન ચોપરાના આ બંને બાળકોને રંગા અને બિલાએ 26 ઓગસ્ટ, 1978 ના રોજ પૈસા માટે ગીતા અને સંજય ચોપરાનું અપહરણ કર્યું હતું, પરંતુ જ્યારે રંગા અને બિલાને ખબર પડી કે બાળકોના પિતા નેવી અધિકારી છે, ત્યારે બંને બાળકોની હત્યા કરી નાખી હતી.

1982 માં રંગા અને બિલાને ફાંસી આપવામાં આવી હતી :
આ કિસ્સો છે લગભગ 37 વર્ષ પહેલાનો, એટલે કે 31 જાન્યુઆરી 1982 ની આ વાત છે. જ્યારે રંગા એટલે કે કુલજીત સિંહ અને બિલા એટલે કે જસબીર સિંહને ફાંસી આપવામાં આવી રહી હતી. જેમાં એક ગુનેગાર ફાંસી બાદ મરી ગયો હતો, પરંતુ બીજો બે કલાક પછી પણ જીવતો હતો અને તેની નાડી ચાલતી હતી.

મેડિકલ સાયન્સમાં માનીએ તો આવું થઈ શકે છે :
જો આપણે મેડિકલ સાયન્સનું સાંભળીએ તો એવું થઈ શકે છે. જ્યારે કોઈ માણસના શરીરનું વજન ઓછું થઈ જાય અથવા તો તે તેના શ્વાસને રોકી શકે તો આવું થઈ શકે છે. તિહાર જેલના ભૂતપૂર્વ પ્રવક્તા સુનિલ ગુપ્તાએ પોતાની પુસ્તક બ્લેક વારંટમાં આ કિસ્સાનો ઉલ્લેખ કર્યો છે. આ હતી તે સમયે ફાંસી પર લટકાવવાની પ્રક્રિયા :
ફાંસીના દિવસે રંગાને સ્નાન કરાવાયું હતું. પરંતુ બિલાએ સ્નાન કર્યું ન હતું. તત્કાલીન જેલ અધિક્ષક આર્યભૂષણ શુક્લાએ રૂમાલ છોડીને ફાંસીના લિવર ખેંચવાનો ઈશારો કર્યો હતો. 2 કલાક પછી, ડોક્ટરોએ તપાસ કરી અને જાણ્યું કે બિલા મરી ગયો છે પણ રંગાની નાડી ચાલે છે.

ત્યાર બાદ આ રીતે રંગાને મારવામાં આવ્યો હતો :
જેલના ડોક્ટરોએ રંગાની નાડી ચાલતી જોઇ અને પછી જેલના વહીવટી તંત્રએ ત્યાંના કોઈ અધિકારીને ફાંસીના પાટિયા નીચે જઈ રંગાના પગ ખેચવાનું કહ્યું. ત્યાર પછી રંગાના પગ ખેચવામાં આવ્યા અને ત્યાર બાદ તે મૃત્યુ પામ્યો હતો.

Leave a Comment