આ ત્રણ છે ભગવાન શિવજીની પુત્રીઓ ..જાણો તેના જન્મની કથા અને નામ

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે, ભગવાન શિવજી આખા જગતના પિતા સમાન દેવતા છે. પરંતુ શિવજીને બે પુત્રો પણ હતા. જેના વિશે આપણે બધા જ જાણીએ છીએ. ગણેશ અને કાર્તિકેય વિશે આપણને બધાને ખબર છે. પરંતુ આજે અમે તમને શિવજીની ત્રણ પુત્રી વિશે જણાવશું. જેના વિશે જાણીને તમે દંગ રહી જશો. પરંતુ આપણને એ સાંભળીને જ આશ્વર્ય થાય કે ભગવાન શિવજીને ત્રણ પુત્રીઓ પણ હતી ! જી હા મિત્ર, ભગવાન શિવજીને ત્રણ પુત્રી પણ હતી. તો આજે આ લેખમાં અમે તમને શિવજીની ત્રણ પુત્રી વિશે જણાવશું. માટે આ લેખને અંત સુધી વાંચો.

ભગવાન શિવજીની ત્રણ પુત્રીમાંથી સૌથી મોટી પુત્રીનું નામ છે અશોક સુંદરી, માં જ્વાલામુખી(જ્યોતિ) અને ત્રીજી પુત્રીનું નામ છે વાસુકી (મનસા). આ ત્રણેય પુત્રી વિશે આજે અમે તમને આ લેખમાં થોડી થોડી માહિતી જણાવશું. માટે આ લેખ અંત સુધી વાંચો.  સૌથી મોટી પુત્રી અશોક સુંદરી :
ભગવાન શિવજીની સૌથી મોટી પુત્રી અશોક સુંદરીને દેવી પાર્વતીએ પોતાની એકલતાને દુર કરવા માટે જન્મ આપ્યો હતો. તેનું નામ અશોક એટલા માટે પડ્યું કેમ કે તે દેવી પાર્વતીજીના એકલતાના શોકને દુર કરવા આવી હતી. માનવામાં આવે છે કે, ભગવાન શિવજીની આ પુત્રી દેવી પાર્વતીની જેમ જ રૂપવાન હતી. એટલા માટે જ તેના નામ પાછળ સુંદરી લાગવવામાં આવ્યું. મોટા ભાગે અશોક સુંદરીની પૂજા ગુજરાતમાં થાય છે.

એક વાર જ્યારે ભગવાન શિવજીએ ગણેશજીનું મસ્તિષ્ક કાપી નાખ્યું હતું ત્યારે દેવી અશોક સુંદરી ડરી ગયા હતા અને નમકની બોરીમાં સંતાય ગયા હતા. આ કારણે તેને નમકના મહત્વની સાથે જોડવામાં આવે છે.

ભગવાન શિવજીની બીજી પુત્રી માં જ્વાલામુખી (જ્યોતિ) :
ભગવાન શિવજીની બીજી પુત્રીનું નામ છે માં જ્વાલામુખી (જ્યોતિ) છે. દેવી જ્યોતિનો જન્મ ભગવાન શિવજીના તેજથી થયો હતો અને તે તેના પ્રભામંડલનું સ્વરૂપ છે. એક બીજી માન્યતા અનુસાર દેવી જ્યોતિનો જન્મ પાર્વતીજીના માથા પરથી નીકળતા તેજથી થયો હતો. દેવી જ્યોતિને જ્વાલામુખી દેવીના નામથી પણ ઓળખવામાં આવે છે અને તમિલનાડુમાં મંદિરોમાં તેની પૂજા કરવામાં આવે છે. ભગવાન શિવજીની ત્રીજી પુત્રી દેવી વાસુકી (મનસા) :
દેવી વાસુકી (મનસા) નો જન્મ પણ ભગવાન કાર્તિકેયની જેમ દેવી પાર્વતીજીના ગર્ભથી થયો ન હતો. દેવી વાસુકીનો જન્મ ભગવાન શિવજીના બિંદુ કદ્રુ, જેને સાંપોની માતા કહેવામાં આવે છે, તેના બનાવેલ એક પુતળાને સ્પર્શ કરી ગયું હતું. એટલા માટે તેને માત્ર શિવજીના પુત્રી કહેવામાં આવે છે પાર્વતીજીના પુત્રી નથી કહેવામાં આવતા.

સાવકી માતા અને પતિ દ્વારા ઉપેક્ષિત હોવાના કારણે દેવી વાસુકીનો સ્વભાવ ખુબ જ ગુસ્સા વાળો છે. સામાન્ય રીતે તેની પૂજા કોઈ પ્રતિમા અથવા તસ્વીર વગર જ કરવામાં આવે છે. તેની જગ્યાએ કોઈ વૃક્ષની ડાળી, માટીનો ઘડો અથવા માટીનો સાંપ બનાવીને પૂજવામાં આવે છે. બંગાળના ઘણા મંદિરોમાં તેનું પૂજન કરવામાં આવે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી?
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment