કેરીની છાલને ફેંકવા કરતા કરો આ પ્રયોગ, પછી ક્યારેય ફેંકવાનો વિચાર નહીં આવે. 99% લોકો અજાણ છે

શું તમે જાણો છો કે, કેરીના છોતરાંથી કેટલાક ફાયદાઓ પણ થાય છે. લોકો કેરી ખાધા પછી તેની છાલને કચરા પેટીમાં નાખી દેતા હોય છે. કેરીની છાલમાં વિટામિન સી, બી 6 ની સાથે ફોલેટ પણ હોય છે. કેરીની છાલને છોડના ખાદ્ય તરીકે પણ વપરાય છે  તેમજ કેરીની છાલને તમારા ચહેરા પર ઘસવાથી ચહેરા પરના ડાઘ જતાં રહે છે.

કેરીએ ફળોનો રાજા છે અને તેને ખાવા માટે લોકો ગરમીની ઋતુ(Summer Season)ની ઉત્સુકતા પૂર્વક વાટ જોવે છે. કેરીએ ફક્ત જમવામાં જ ટેસ્ટી હોય છે તેવું નથી, પણ તેના કેટલાક ફાયદાઓ પણ છે. તે ગરમીના દિવસોમાં શરીરને ઠંડક આપે છે. મોટાભાગના લોકો મોટા-ભાગે કેરીની છાલને કચરા પેટીમાં નાખી દે છે, પરંતુ શું તમે જાણો છો કે, તે તમારી રોજની સમસ્યાથી રાહત અપાવી શકે છે. કેરીના છોતરાં સ્વસ્થ અને પોસ્ટીક ગુણોથી ભરપૂર હોય છે. તેની મદદથી તમે તમારી રોજિંદા સ્વાસ્થ્ય અને સુંદરતાની સમસ્યાથી દૂર રહી શકો છો. તો ચાલો જાણીએ તેના ફાયદાઓ વિશે.એન્ટી ઓક્સિડેન્ટથી ભરપૂર : કેરી અને તેની છાલમાં વધારે માત્રામાં એન્ટી ઓક્સિડેન્ટ હોય છે. એન્ટી ઓક્સિડેન્ટ એ ફ્રી રેડિકલથી થતાં નુકસાનને ઘટાડવાનું કામ કરે છે. ફ્રી રેડિકલ એ ત્વચા, આંખો અને હૃદય સહિત શરીરના તમામ ભાગોને પ્રભાવિત કરે છે.

કેરીની છાલમાં સ્કિનને સાફ કરવાના ગુણ હોય છે. તે સમયથી પહેલા થવા વાળી કરચલીને અટકાવે છે. જો કે તે એક કુદરતી પ્રક્રિયા છે તેને રોકી શકાતી નથી. પરંતુ તેને નિયંત્રિત કરી શકાય છે. ફ્રી રેડિકલ એ વાયુ પ્રદૂષણ, તણાવના કારણે ચહેરા પર કરચલી આવી શકે છે. આ સિવાય તે કાળા ડાઘને ઓછા કરે છે અને ચહેરાને ચમકાવે છે. કેરીની છાલની પેસ્ટ બનાવીને તેને 15 મિનિટ સુધી ચહેરા પર લગાવ્યા પછી ચહેરાને ધોય લેવો. કેરીની છાલની પેસ્ટ બનાવવા માટે તેને સૂર્યના તાપમાં કેરીની છાલને થોડા દિવસ સુકવવી.પિંપલથી છુટકારો મેળવો : કેરીની છાલનો ઉપયોગ ચહેરા પરના પિંપલ્સને દૂર કરવા માટે કરી શકાય છે. કેરીની છાલની પેસ્ટ બનાવી તેને ચહેરા પર લગાવવાથી પિંપલ્સની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. આ સિવાય કેરીની છાલથી ચહેરા પરના ડાઘ પણ દુર થાય  છે.

ટેનિંગ દૂર કરવામાં મદદગાર : કેરીની છાલને હાથ, પગ અને ચહેરા પર ઘસો. તેમાં રહેલું વિટામિન સી એ ટેનિંગને દૂર કરવાનું કામ કરે છે. છાલને ઘસિયા પછી દહીં અથવા મલાઈથી ચહેરા પર મસાજ કરો. પછી સારા પાણીથી ચહેરાને ધોઈ લો.બગીચા માટે શ્રેષ્ઠ ખાતર : કેરીમાં વિટામિન એ, બી 6, સી ની સાથે-સાથે ફાઈબર, કોપર, ફોલેટ પણ હોય છે. જો કે લોકો કેરીની છાલને બેકાર સમજીને તેને ફેંકી દે છે, પરંતુ તેમાં વિટામિન સી, ઈ, પોલિફેનોલ, કેરોટીનોઇડ, અને છોડનું ફાઈબર હોય છે. આ ઉનાળામાં કેરીની છાલ તમારા છોડ માટે સજીવ ખાતર તરીકે વાપરો.

કેરીને ખાધા પછી તેની છાલના નાના-નાના ટુકડા કરી અને તેને એક એરટાઈટ કન્ટેનરમાં ભરો. એક કેરીની છાલ માટે એક ગ્લાસ પાણી નાખો. ઢાંકણું બંધ કરો અને 24 કલાક માટે તેને રાખો. બીજા દિવસે તેને ખોલો અને કન્ટેનરને હલાવો. પછી પાછું બંધ કરો અને 24 કલાક વાટ જોવો. આ પ્રવાહીને ત્રીજે દિવસે ચાળવું. અને એક ગ્લાસ પાણી સાથે પાતળું કરવું. આ મિશ્રણથી તમારા છોડને પાણી પીવડાવો. સારા પરિણામ મેળવવા માટે અઠવાડિયામાં એક કે બે વાર પુનરાવર્તન કરો.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment