મિત્રો આપણે જાણીએ છીએ કે આપણા શરીરની અંદર અનેક બીમારીઓ સંતાયેલી છે. પણ આ બીમારીઓ બહાર ન આવે તે જ સારું છે. પણ ક્યારેક કોઈક કારણોસર લોકોને કેટલીક બીમારીનો ભોગ બનવું પડે છે. પણ જો તમે પહેલેથી જ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખશો તો આવી બીમારીનો સામનો નહિ કરવો પડે. પણ જો તમે કોઈ કારણસર હૃદયની બીમારીનો ભોગ બની ગયા છો અને તમારું હૃદય કમજોર બની ગયું છે. તો તમારા માટે આ સબ્જી ખુબ જ ફાયદાકારક સાબિત થશે. ચાલો તો આ અદ્ભુત શાક વિશે વધુ વિગતે જાણી લઈએ.
ટીંડોળાનું શાક જો કે બહુ ઓછા ઘરમાં બનતું હોય છે. પણ તેના સ્વાસ્થ્ય લાભ ઘણા છે. તેને નિયમિત ખાવાથી હેલ્થને લગતા ઘણા ફાયદાઓ ઘણા થશે. તેમજ તે ગુણો બીજા કોઈ શાકમાં નહિ હોય. ટીંડોળાનું શાક ભલે તમે દરરોજ ન કરતા હો. પણ તેને ખાવાથી સ્વાસ્થ્ય લાભ ઘણા થાય છે. તે અન્ય શાકભાજીની તુલનામાં ઘણા વધુ છે. સ્વાદની સાથે સાથે તેમાં વિટામીન અને મિનરલનો એક સારો એવો સ્ત્રોત છે. 100 ગ્રામ ટીંડોળાના શાકમાં લગભગ 1.4 મીલીગ્રામ આયર્ન, 0/08 મીલીગ્રામ વિટામિન બી 2 (રાઈબોફ્લેવીન), 0.07 મીલીગ્રામ વિટામીન બી1 (થીયામીન), 1.6 ગ્રામ ફાઈબર અને 40 મીલીગ્રામ કેલ્શિયમ હોય છે.જો તમે પોતાના શરીરને બ્લડ શુગર, વજન વધારો, પેટથી જોડાયેલ સમસ્યા, હૃદયની બીમારીથી બચાવવા માંગો છો તો ટીંડોળાના શાકને પોતાના ડાયટમાં સામેલ કરો. ચાલો તો જાણી લઈએ તેને ખાવાથી થતા લાભ વિશે.
બ્લડ શુગર લેવલ ઓછું કરવામાં મદદ કરે છે : પ્રાચીન કાળથી ટીંડોળાનો ઉપયોગ ભારત અને શ્રીલંકામાં ડાયાબિટીસ માટે એક આયુર્વેદિક દવાના રૂપમાં કરવામાં આવી રહ્યો છે. તેના લાંબા પાતળા સ્ટેમ અને નવા પાનને રાંધવામાં આવે છે અને દવાના રૂપમાં સેવન કરવામાં આવે છે. કેલનીયા વિશ્વવિદ્યાલય દ્વારા કરવામાં આવેલ શોધ અનુસાર કાચા ટીંડોળાના પાનમાં રક્ત શર્કરાનું સ્તર ઓછું કરવાના ગુણ રહેલા છે.વજન ઘટાડવામાં મદદ કરે છે : આ ઉપરાંત એક અન્ય શોધ અનુસાર જાણવા મળ્યું છે કે, ટીંડોળાની જડમાં વજન ઓછું કરવાના ગુણ હોય છે. આ છોડ શરીરના મેટાબોલિઝ્મને વધારે છે, જેનાથી વજન ઓછો થાય છે. તેમજ બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
થાકને દુર કરે છે : આયર્નની ઉણપથી અક્સર શરીરમાં કમજોરી, ગંભીર થાક અને અન્ય સ્વાસ્થ્ય સંબંધી બીમારી થઈ શકે છે. ટીંડોળામાં 1.4 મીલીગ્રામ આયર્ન હોય છે, જે દૈનિક અનુશંસિત મુલ્યનું 17.50% છે. આથી ટીંડોળાને પોતાના ડાયટમાં નિયમિત સામેલ કરવાથી તમારી ફિટનેસનું લેવલ વધે છે.મેટાબોલિઝ્મને બનાવે છે હેલ્દી : થીયામીન કાર્બોહાઈડ્રેટને ગ્લુકોઝમાં બદલવામાં મદદ કરે છે. જેનાથી શરીરમાં ઉર્જા પેદા થાય છે. તે પ્રોટીન અને વસાને પણ તોડવામાં મદદ કરે છે. ટીંડોળા ખાવાથી રક્ત પ્લાજમામાં થીયામીન મળી જાય છે, ઉર્જામાં પરિવર્તિત થાય છે. ટીંડોળાનો ઉપયોગ નિરંતર ઉર્જાને વધારવા માટે કરવામાં આવે છે.
વિપુલ પ્રમાણમાં ફાઈબર : ફાઈબર યુક્ત આહારના મુખ્ય લાભ પાચનતંત્રના સ્વાસ્થ્યમાં સુધાર કરવાનો હોય છે. ડાયટરી ફાઈબર તમારા મળના વજન અને આકારને વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે અને સાથે તેને નરમ પણ બનાવે છે. ટીંડોળાનું સેવન કરવાથી બવાસીર, ગેસ્ટ્રો ઇસોફેગલ રિફ્લક્સ રોગ અને કબજિયાત વગેરે બીમારીથી બચી શકાય છે.હાર્ટ માટે : ટીંડોળામાં ફ્લેવેનોઈડ મળે છે, જે એન્ટી ઇન્ફલેમેટરી અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણોથી ભરપુર હોય છે. તે હૃદયની સુરક્ષા કરીને તેની ગતિવિધિને વધારે છે. સાથે જ આ હાર્ટની સમસ્યાને વધારનાર ફ્રિ-રેડિકલ્સને પણ ઓછું કરે છે.
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી