તમારા ફ્રીઝ માં પણ આવી રીતે બરફ જામી જાય છે? તો કરો આ એક નાનકડું કામ પછી ક્યારેય વધારાનો બરફ નહીં જામે

મિત્રો સામાન્ય રીતે હવે ઉનાળો શરૂ થઈ ગયો હોવાથી આપણે ફ્રિઝનો ઉપયોગ વધુ કરીએ છીએ. તેમજ આ સમયે ખાસ કરીને ઠંડુ પાણી પીવું, કોલ્ડ્રીંકમાં બરફ નાખવો વગેરેમાં ઉપયોગ કરીએ છીએ. પણ ઘણી વખત તમે જોયું હશે કે ડીપ ફ્રિઝમાં બરફ વધુ જામી જાય છે. અને તેને કારણે તમારે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો તમારા ફ્રિઝમાં પણ આવું થાય છે તો અપનાવી લો આ ઉપાયો.

જો તમે વારંવાર ડીપ ફ્રિઝરમાં બરફ જામી ન જાય તેવું ઈચ્છતા હો તો આ ઉપાય તમને કામ આવી શકે છે. શિયાળાના દિવસોમાં  ફ્રિઝનો ઉપયોગ ખુબ ઓછો હોય છે, તેમ છતાં જેમ જેમ ઉનાળાની ઋતુ નજીક આવે છે તેમ ફ્રિઝનો ઉપયોગ વધુ થાય છે. ઘણી વાર વસ્તુઓ ઝડપથી ઠંડુ કરવા અને જમાડવા માટે ડીપ ફ્રિઝરનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ઘણી વાર ડીપ ફ્રિઝરમાં પોતાની મેળે જ વધારે પ્રમાણમાં બરફ જામી જવાની તકલીફ થતી હોય છે. ઘણા ફ્રિઝમાં ફ્રિઝરમાં ડીપ ફ્રિઝ કરવાની સુવિધા હોય છે અને ઘણા ફ્રિઝમાં તેવી સુવિધા નથી હોતી.લાંબા સમય સુધી દરવાજો ખુલ્લો ન છોડો : ફ્રિઝરમાં વધુ પડતો બરફ જામવાનું કારણ લાંબા સમય સુધી ફ્રિઝનો દરવાજો ખુલ્લો રાખવો. જ્યારે પણ કોઈ ફ્રિઝનો દરવાજો વધારે સમય માટે ખુલ્લો મુકવાથી બહારથી ગરમ હવા ફ્રિઝરમાં રહેલા ડીફોસ્ટ બરફને ઓગળવાથી રોકે છે. એટલે કે એક પ્રકારની ગરમ હવા છે જે ઠંડી હવાનું મિશ્રણ મળીને ફ્રિઝરમાં બરફ જામવાનું કારણ હોય શકે છે. એટલા માટે ક્યારેય વધારે સમય સુધી ફ્રિઝનો દરવાજો ખુલ્લો ન મુકવો.

ફ્રિઝને દીવાલથી દુર રાખો : ફ્રિઝને દીવાલની નજીક ન રાખવું જોઈએ. કારણ કે ગરમ હવા ફ્રિઝની બહારના ભાગમાંથી બહાર આવે છે, પરંતુ પાછળની દીવાલને લીધે તે હવા તેમાંથી યોગ્ય રીતે બહાર નીકળી શકતી નથી, જેના કારણે ફ્રિઝરમાં બરફ સ્થિર થવાનું શરૂ થાય છે. ફ્રિઝ અને દીવાલ વચ્ચે યોગ્ય અંતર રાખવું તથા જે જગ્યા પર ફ્રિઝ રાખવામાં આવે ત્યાં હવા ઉજાસ પૂરતા પ્રમાણમાં મળતો હોવો જોઈએ. ફ્રિઝને પાછળની દિવાલનું અંતર મીનીમમ 6 ઈંચ અને બંને બાજુની ભીતનું અંતર મીનીમમ 4 ઈચનું હોવું જોઈએ. આ અંતરના કારણે ક્મ્પ્રેસરની ગરમ હવા દીવાલને અથડાઈને ફરી પછી ક્મ્પ્રેસર પર નથી લાગતી.ગરમ અને ઠંડી વસ્તુ સાથે ન રાખો : મોટા ભાગના લોકો સીધા જ કોઈ પણ વસ્તુને ઠંડી કરવા માટે ગરમ-ગરમ ખાદ્ય પદાર્થ અથવા અન્ય વસ્તુઓ સીધી જ ડીપ ફ્રિઝરમાં મૂકી દે છે. જ્યારે તમે ઠંડા વાતાવરણમાં કંઈક ગરમ વસ્તુ રાખો છો ત્યારે તેની અંદર ભેજ થવા લાગે છે. જેના કારણે બરફ થીજે છે, જો તમે ફ્રિઝરમાં કોઈ પણ ખાદ્ય વસ્તુઓ મુકો છો તો તેને થોડીક નોર્મલ ઠંડી થયા પછી જ મુકો. આમ ફ્રિઝરમાં બરફ ઝડપથી સ્થિર નહિ થાય.

ફ્રિઝર પેક કરશો નહિ : સામાન્ય રીતે જોવા મળે છે કે, ઉનાળાની સિઝનમાં ફ્રિઝર એક બે નહી પણ દસથી પંદર વસ્તુઓ ફ્રિઝરમાં રાખે છે. ફ્રિઝરમાં દસ પંદર વસ્તુઓ એક સાથે રાખવાનો અર્થ એ છે કે, તમે તેની અંદર કોઈ જગ્યા નથી રાખી. તેનાથી એર પ્રેશર વધી જાય છે, જેના કારણે ફ્રિઝરમાં બરફ જામવા લાગે છે. આથી તમારે ડીપ ફ્રિઝરમાં બે ત્રણ વસ્તુઓથી વધુ વસ્તુઓ ન મુકવી જોઈએ.

આવીજ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment