આજે ઘણા લોકો અનેક બીમારીથી લડી રહ્યા છે. તેમજ અનેક બીમારી વચ્ચે માણસ જીવી રહ્યો છે. જ્યારે ઘણી બીમારીઓ એવી હોય છે જે કાયમ માટે ખુબ જ પરેશાન કરતી હોય છે. તમે યુરિક એસિડનું નામ કદાચ સાંભળ્યું જ હશે. આજકાલ આ સમસ્યા ખુબ જ ઝડપથી લોકોમાં વધી રહી છે. જેની પીડાથી લોકો પીડિત થઈ રહ્યા છે. જ્યારે શરીરમાં રહેલ યુરિક એસિડ યુરીન મારફતે શરીરથી બહાર નથી નીકળી શકતું તો શરીરમાં યુરિક એસિડની વધી જાય છે અને શરીરને અનેક તકલીફો થવા લાગે છે.
યુરીક એસિડ વધવાથી શરીરની માંસપેશીઓમાં સોજા આવી જાય છે. આ સાથે શરીરના ઘણા ભાગોમાં દુઃખાવો પણ થાય છે. આ સમસ્યાને કારણે આગળ જતા તમને ગઠીયા જેવી ગંભીર બીમારી પણ થઈ શકે છે. આથી તમે તેને નજરઅંદાજ ન કરો.યુરિક એસિડ વધવાના કારણો : જેમાં જેનેટીક્સ, ખોટી ડાયેટ અથવા ખાનપાન, રેડ મીટ, સીફૂડ, દાળ, રાજમા, પનીર, અને ચોખા જેવા પદાર્થના સેવનથી પણ આ સમસ્યા વધી શકે છે. વધુ સમય માટે ખાલી પેટ રહેવાથી પણ આ સમસ્યા થઈ શકે છે, વજન વધારો, સ્ટ્રેસ જેવા કારણો હોય છે.
યુરિક એસિડ વધવાના મુખ્ય લક્ષણ :
સાંધાઓમાં દુઃખાવો થવો, બેસવા ઉઠવામાં પરેશાની થવી, આંગળીઓમાં સોજા ચડવા, સાંધાઓમાં ગાંઠની ફરિયાદ થવી, આ સિવાય પગ અને હાથની આંગળીઓમાં દુઃખાવો થવો, જે ઘણી વખત અસહ્ય થવો. થાક લાગવો, આ લક્ષણોને અનદેખા ન કરો. પેશાબ કરવામાં પરેશાની અથવા પેશાબ કર્યા પછી પેટની આસપાસ દુઃખાવો થવો. હવે જાણીએ યુરિક એસિડની સમસ્યા દુર કરવાના ઘરેલું ઉપચાર.અજમાનું પાણી : અજમાનું પાણી તમારા શરીર માટે અનેક રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તે વધતા જતા યુરિક એસિડને ખુબ જ સારી રીતે કંટ્રોલ કરે છે. તેને બનાવવા માટે તમારે એક ગ્લાસ પાણીમાં એક ચમચી અજમો આખી રાત પલાળીને રાખી મુકો. ત્યાર પછી તેને ખાલી પેટ પીવો. દરરોજ તેનું સેવન કરવાથી અઠવાડિયામાં તમને ફાયદો જોવા મળશે.
આદુ :
આદુ પણ તમારા વધતા જતા યુરિક એસિડને ઓછું કરવામાં મદદ કરે છે. આ માટે તમે આદુનો ઉપયોગ કરો. આદુને તમે ઉકાળાના રૂપમાં અથવા ચા માં નાખીને પણ સેવન કરી શકો છો. આ સિવાય તમે ઈચ્છો તો આદુના તેલથી માલીશ પણ કરી શકો છો, તેનાથી તમને સોજા અને દુઃખાવામાં રાહત મળશે.લસણ : યુરિક એસિડમાં લસણ પણ ખુબ જ અસરકારક છે. આ માટે તમારે લસણની બે થી ત્રણ કળીઓ દરરોજ ખાવી જોઈએ. આ તમને માત્ર યુરિક એસિડની બીમારીથી જ નહિ બચાવે પણ યુરીક એસિડને કંટ્રોલમાં પણ રાખશે. આથી તમે તેનું સેવન કરી શકો છો.
અળસીના બીજ :
યુરિક એસિડની સમસ્યામાં અળસીના બીજ પણ ખુબ જ અસરકારક છે. આ માટે તમારે દરરોજ ખાલી પેટ અળસીના બીજને ચાવીને ખાવાના છે. આમ કરવાથી તમારું વધેલું યુરિક એસિડ જલ્દી જ કંટ્રોલમાં આવી જશે.લીંબુ : લીંબુ અને ગરમ પાણી વિશે તો તમે જાણતા જ હશો અને કદાચ તમે દરરોજ ખાલી પેટ તેનું સેવન પણ કરતા હશો. લીંબુને નવશેકા ગરમ પાણી સાથે લો. તમે લીંબુ રસ નાખીને પીવો, તેનાથી યુરિક એસિડ જલ્દી જ કંટ્રોલમાં આવી જાય છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી