અઠવાડિયામાં ફક્ત એકવાર આનું સેવન બચાવી દેશે મોંઘા દવાખાનાથી.. ડાયાબિટીસ પણ રહેશે કન્ટ્રોલમાં

મિત્રો આ વસ્તુનું સેવન ફક્ત અઠવાડિયામાં એકવાર કરશો તો પણ ખુબ ગજબનું પરિણામ મળશે.. અડદની દાળ એટલે કે ફોતરા વાળી કાળી અડદની દાળ. જે સ્વાદમાં ખુબ જ લાજવાબ હોવાની સાથે સાથે શરીર માટે પણ ખુબ જ ફાયદાકારક છે. આ દાળને આયુર્વેદિક દવાઓના રૂપમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. તેનું આયુર્વેદિક નામ ‘માશા’ છે.

તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ, વિટામીન બી, આયરન, ફોલિક એસિડ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, અને પોટેશિયમ ભરપુર માત્રામાં મળે છે. આ જ કારણ છે કે, અડદની દાળ ગર્ભવતી મહિલાઓ માટે પણ એક હેલ્થ પેકેજની જેમ કામ કરે છે. ચાલો તો જાણી લઈએ અડદની દાળ આપણા શરીર પર કંઈ રીતે અસર કરે છે.ડાઈજેશન : ડાયેરિયા, કબજિયાત, પેટમાં ગડબડ અથવા સોજાની પરેશાનીઓથી છુટકારો મેળવવા માટે પોતાના ભોજનમાં અડદની દાળને જરૂર સામેલ કરો. અડદની દાળ બવાસીર, અને કોલિક ડીસઓર્ડરની સમસ્યાઓને દુર કરવામાં અને લીવરને હેલ્દી બનાવી રાખવામાં પણ મદદ કરે છે. ફાઈબરથી ભરપુર આ દાળ ઘુલનશીલ અને અઘુલનશીલ બંને પ્રકારના ડાઈજેશનને ઠીક કરે છે.

હાર્ટ માટે અડદની દાળ :

અડદની દાળમાં ઉચ્ચ માત્રામાં ફાઈબર, મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે જે આપણા હાર્ટની હેલ્થ બનાવી રાખવામાં ખુબ જ ફાયદાકારક છે. આ કોલેસ્ટ્રોલ લેવલને પણ ઠીક કરે છે. અને એથેરોસ્કલેરોસીસને કંટ્રોલમાં રાખે છે, જેના કારણે આપણો કાર્ડિયોવસ્કુલર સિસ્ટમ હેલ્દી રાખે છે.ભરપુર એનર્જી : તેમાં રહેલ આયરન લાલ રક્ત કોશિકાઓને બનાવી રાખવામાં મદદ કરે છે. જે તમારા શરીરના બધા અંગોમાં ઓક્સીડેન્ટ લઈ જવા માટે જવાબદાર છે. તેવામાં અડદની દાળ ખાવાથી શરીરમાં આયરનની સાથે એનર્જી પણ બની રહે છે.

હાડકાઓને મજબુત : તે હાડકાઓના મિનરલ ડેન્સીટીને સારી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. નિયમિત રૂપે અડદની દાળનું સેવન કરવાથી હાડકાઓને સંબંધિત સમસ્યાઓ દુર કરી શકાય છે.

નર્વસ સિસ્ટમ મજબુત બનાવવા : અડદની દાળ આપણી નર્વસ સિસ્ટમ માટે પણ સારી ગણવામાં આવે છે. આપણા મગજને પણ આ દાળ હેલ્દી રાખે છે. તમને જણાવી દઈએ કે, લકવા સહિત અનેક બીમારીઓને ઠીક કરવા માટે આયુર્વેદમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. તે તમારા તણાવને પણ ઓછો કરવામાં મદદ કરે છે.ડાયાબિટીસને કંટ્રોલ કરવા : આ દાળમાં ફાઈબર ભરપુર માત્રામાં છે. જે શુગર અને ગ્લુકોઝના લેવલને નોર્મલ બનાવવામાં મદદ કરે છે. જેના કારણે તમારું ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રહે છે.

સાંધા અને માંસપેશીઓના દુઃખાવા માટે : જો તમે દુઃખાવા અને સોજાથી તરત આરામ મેળવવા માંગતા હો તો અડદની દાળની પેસ્ટને દુઃખાવા વાળી જગ્યાએ લગાવો. આ સિવાય તે કોઈ પણ પ્રકારની ત્વચાની જલનને ઓછી કરવામાં, તડકામાં સ્કીનને થતા નુકશાન સામે પણ રક્ષણ આપવાનું કામ કરે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment