ફક્ત પુરુષોને જ થાય છે આ 3 પ્રકારના ગંભીર કેન્સરો, જાણો તને લક્ષણો, કારણો અને બચવાના ઉપાયો. ભૂલથી પણ નજરઅંદાજ ન કરતા…

કેન્સરનું નામ સાંભળીને જ ઘણા લોકોને ડર લાગે છે. કેન્સર શરીરના કોઈ પણ અંગમાં થઈ શકે છે, જે ધીરે – ધીરે પૂરા શરીરને પ્રભાવિત કરે છે. પૂરી દુનિયામાં કેન્સરથી ઘણા લોકો મૃત્યુ પામે છે. બ્રેસ્ટ કેન્સર, થાઈરાઈડ કેન્સર, સરવાઈકલ કેન્સર, જેવા કેન્સરથી સ્ત્રીઓ વધારે પ્રભાવિત  હોય છે. તેમજ, પ્રોસ્ટેટ, ફેફસા, પેટ અને લીવરનું કેન્સર વધારે પુરુષોને થાય છે. આ સિવાય ઘણા એવા કેન્સર  હોય છે, જે માત્ર પુરુષોને જ પ્રભાવિત કરે છે. આજે અમે તમને એવા જ 3 કેન્સર વિશે જણાવીશું કે જે માત્ર પુરુષોને જ થાય છે. આવો જાણીએ આ કેન્સર વિશે.

પ્રોસ્ટેટ કેન્સર : પ્રોસ્ટેટ કેન્સર લગભગ પુરુષોને થવા વાળો માત્ર સામાન્ય રોગ છે. આ કેન્સર કોઈ પણ ઉંમરના પુરુષોને થાય છે. પરંતુ મધ્યમ અથવા થોડી મોટી ઉંમરના પુરુષોમાં આ બીમારી વધારે જોવા મળે છે. પુરુષોમાં પ્રોસ્ટેટ નામની ગ્રંથિ હોય છે, જેથી ટેસ્ટોસ્ટેરોન હોર્મોન અને વીર્યનું ઉત્પાદન થાય છે. એક્સપર્ટ અનુસાર, જ્યારે પુરુષોના પ્રોસ્ટેટમાં કોશિકાઓની અસમાન્ય રૂપથી વૃદ્ધી થવા લાગે છે અને તેમાં ટ્યુમર બનવા લાગે છે, ત્યારે આ સમસ્યાને પ્રોસ્ટેટ સમસ્યા કહેવામાં આવે છે. તેના કારણે પુરુષોને મૂત્રાશયમાં સમસ્યા થવા લાગે છે.

પ્રોસ્ટેટ કેન્સરની શરૂઆત પહેલા કોઈ પણ સમસ્યા થતી નથી, પરંતુ જેમ-જેમ સમસ્યા વધે છે. તેમ-તેમ પુરુષોના હાડકાંમાં દુખાવો, યુરીન પાસ થવામાં સમસ્યા અને યુરીનમાં લોહી આવવાની સમસ્યા થવા લાગે છે. હેલ્દી લાઈફસ્ટાઈલ અપનાવીને પ્રોસ્ટેટની સમસ્યાને રોકી શકાય છે.

પ્રોસ્ટેટ કેન્સરથી કંઈ રીતે બચાવ કરી શકાય છે : હાઇ કેલેરી વાળા ફ્રૂડ્સનું સેવન ન કરો. દરરોજ શાકભાજી અને ફળોનું સેવન કરો. મદિરા અને ધૃમાપનથી બચો. નિયમિત રૂપથી કસરત કરો.

અંડકોષમાં કેન્સર : પુરુષોના અંડકોષની કોશીકાઓનું અસમાન્ય રૂપથી વધી જવું તેને અંડકોષના કેન્સરથી ઓળખવામાં આવે છે. આ પુરુષોને થવા વાળી ખુબ જ જોખમી બીમારી છે. આ કેન્સર પ્રત્યે લોકોને ખુબ જ ઓછી જાગૃતતા છે, તેથી આ બીમારી વધારે જોખમી થઈ ગઈ છે. જો કે, તેની શરૂઆતમાં જ તેના લક્ષણોને ઓળખી લેવામાં આવે, તો તેનો ઈલાજ સંભવ થઈ શકે છે. અંડકોષનું વળી જવું, વૃષણમાં દુખાવો થવો, અંડકોષની કોથળી મોટી થઈ જવી, અંડકોષમાં ભારીપો લાગવો જેવા લક્ષણોનો અનુભવ થવા લાગે છે. આ સમસ્યાનો સમય પર ઈલાજ કરાવો ખુબ જ જરૂરી છે. ઘણા પુરુષોને શરમ આવવાના કારણે પણ ડોક્ટર પાસે જતાં નથી અને ઈલાજ પણ કરાવતા નથી, જે આગળ જતાં મોટી સમસ્યા થઈ શકે છે.

પેનિસ કેન્સર : કેન્સર પુરુષોમાં થવા વાળી દુર્લભ બીમારી છે. પેનિસ કેન્સર ભારતીય પુરુષોમાં થવા વાળી એક સામાન્ય બીમારી છે. જો કે, મોટી વયના પુરુષોને આ બીમારી વધારે થતી હોય છે. ઉંમર વધવાની સાથે આ બીમારીનું જોખમ વધતું જાય છે. પેનિસ કેન્સરમાં શારીરિક પ્રવાહી પદાર્થ રહી જવાના કારણે પેનિસ કેન્સર થવાની સંભાવના વધી જાય છે. સાથે જ, ધ્રુમપાન અને મદિરા પીવા વાળા પુરુષોમાં પેનિસ કેન્સરનું જોખમ અન્ય પુરુષોની તુલનામાં વધારે થાય છે. પેનિસની આસપાસ ગાંઠ થવી, એ આનું મૂખ્ય લક્ષણ છે. આ ગાંઠ પેનિસની અંદર અથવા બહાર પણ થઈ શકે છે. આ સિવાય પેનિસમાં લોહીનું વહી જવું, પેનિસના ઉપરના થર પર રૈશિસ થઈ જવા, ફોરસ્કીનમાંથી ગંધ આવવી અને ફોરસ્કીનને પાછળ કરવામાં પણ સમસ્યા થવી, જેવી સમસ્યાનો સામનો પણ કરવો પડે છે.

પેનિસ કેન્સરથી બચાવ : યૌન સંબંધો દરમિયાન પ્રોટેકશનનો ઉપયોગ કરવો. યૌન સંબંધ બાદ શરીરના અંગત ભાગોની યોગ્ય રીતે સાફ સફાઈ કરવી. લાંબા સમય સુધી ફોરસ્કીનને પાછળ તરફ ન જુકાવો. ધ્રુમપાન અને મદિરાનું સેવન ન કરો.

કેન્સરના કારણે ઘણા લોકો મૃત્યુ પામે છે. તેથી કેન્સર પ્રત્યે જાગૃત થવું એ ખુબજ જરૂરી છે. ખાસ કરીને લોકો પોતાના પ્રાઈવેટ પાર્ટમાં થવા વાળા કેન્સરનો ઈલાજ કરવામાં અચકાતાં હોય છે. કારણ કે તેને પોતાના પ્રાઈવેટ પાર્ટની સમસ્યાને શેર કરવામાં શરમ આવતી હોય છે. આવા લોકોને આ સમજાવવું ખુબ જ જરૂરી છે કે, શરમના કારણે તમે જોખમને વધારી રહ્યા છો, જે તમારા માટે ખુબ જ જોખમી થઈ શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment