આખા દિવસનો થાક હોવા છતાં ઊંઘ ન આવે, તો અપનાવો આયુર્વેદિક ટેકનીક, 5 મિનીટમાં આવશે ઘેરી અને ગાઢ નિંદર… ઊંઘનો ગોળીઓ લેવાનો વારો નહિ આવે…

મિત્રો આજના સમયમાં મોટાભાગના લોકોને નીંદર ન આવવાની સમસ્યા વધુ હેરાન કરી રહી છે. જો કે દરેક વ્યક્તિ માટે નીંદર ન આવવાનું અલગ અલગ કારણ હોઈ શકે છે. પણ જયારે તમે આખો દિવસ કામ કરીને થાકનો અનુભવ  કરો છો અને છતાં પણ મોડે સુધી નીંદર નથી આવતી તો તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે. આથી તમારે પહેલા તો નીંદર ન આવવા પાછળના કેટલાક કારણો વિશે આયુર્વેદ એક્સપર્ટ પાસેથી જાણી લેવા જોઈએ. જેથી તમે તેનો યોગ્ય ઈલાજ કરી શકો છો. 

નીંદર આપણને સ્વસ્થ રાખે છે અને બોડીના અસરકારક કામ કરતાં રહેવા માટે ખૂબ જરૂરી હોય છે. તમારું મગજ માત્ર રાત્રે જ થોડી વાર માટે આરામ કરે છે. એવામાં જો તમે રાત્રે જાગો છો તો માનસિક બીમારીઓ થવાની સંભાવના વધી જાય છે. અને ખરાબ સ્મૃતિ અને ધ્યાન, નબળી પ્રતિરક્ષા અને મનોદશામાં પરીવર્તન જેવા દુષ્પ્રભાવોનો અનુભવ થઈ શકે છે. માટે જ એક્સપર્ટ દરરોજ રાત્રે 7 થી 9 કલાકની ઊંઘ લેવાની સલાહ આપે છે.આયુર્વેદ ડોક્ટર હાલમાં જ રાતની ઊંઘ ન આવવાની પરેશાનીને નીપજવા માટે અમુક નેચરલ અને અસરકારક ઉપાયો પોતાના ઇન્સ્ટા પર શેર કર્યા છે. આ પોસ્ટમાં તેમણે ઊંઘ ન આવવા, વચ્ચે-વચ્ચે ઉઠી જવાના, અને સવારે ઉઠવામાં થાક અનુભવ કરનારાઓને સારી નીંદર માટે 5 આયુર્વેદિક નુસ્ખા અજમાવવાની સલાહ આપી છે. આવો જાણીએ શું છે ઊંઘ લાવવા માટેના ઉપાયો. 

1) પાદાભ્યંગ:- જો તમને રાત્રે નીંદર આવતી ન હોય તો, પાદાભ્યંગનો અભ્યાસ કરવો. તેમાં પગના બંને તળિયામાં તેલ લગાડવાનું હોય છે. અને પછી થોડી વાર માટે તેની સરખી રીતે માલિશ કરો. ત્યાર બાદ એક કલાક પછી તેને સરખી રીતે લૂછી લો અથવા પાણીથી ધોઈ લો. આવું દરરોજ રાત્રે કરવાથી થોડા દિવસોમાં જ પરિણામ દેખાવા લાગે છે. આમ આ ઉપાય નીંદર માટે ખુબ જ અસરકારક નીવડી શકે છે. 2) પ્રાણાયામ:- રાત્રે નીંદરની સમસ્યાને ઓછી કરવા માટે પ્રાણાયામ ઊંઘની દવાનું કામ કરી શકે છે. એક્સપર્ટ જણાવે છે કે, ચંદ્રા અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાથી બોડી રિલેક્સ થાય છે અને સારી નીંદર આવે છે. દરરોજ રાત્રે સૂતા સમયે 5 મિનિટ માટે તેનો અભ્યાસ કરવાથી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આમ આ યોગાસન પણ નીંદર લાવવામાં તમારી ઘણી મદદ કરી શકે છે. 

3) મેડિકેટેડ મિલ્ક:- મેડિકેટેડ મિલ્ક ઊંઘ ન આવવાની સમસ્યાનું રામબાણ ઈલાજ છે. તેને તૈયાર કરવા માટે 1 ગ્લાસ દૂધમાં ¼ ચમચી જાયફળ, એક ચપટી હળદર, 1 ચપટી ઈલાયચી પાવડર મિક્સ કરવો હવે તેને 5 મિનિટ માટે ઉકાળો અને પછી ગળીને દરરોજ રાત્રે સૂતા પહેલા તેનું સેવન કરવું. આ મીલ્કનું સેવન કરવાથી તમને નીંદર ન આવવાની સમસ્યા દુર થઇ શકે છે. 4) ડાયટ:- એક્સપર્ટ ઊંઘ ન આવવાની સમસ્યાથી ગ્રસિત વ્યક્તિને ડાયટ લેવાની રીતમાં અમુક બદલાવ કરવાની સલાહ આપે છે. તેમાં સૂર્યાસ્ત પહેલા ભોજન કરવાથી લઈને ગરમ ભોજન કરવા સિવાય, સાંજના સમયે ચા કે કોફીથી દૂર રહેવાની સલાહ આપે છે. 

5) લાઇફસ્ટાઇલ:- જો તમને ઊંઘવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય તો, લાઈફસ્ટાઇલમાં અમુક સુધારાથી તેનાથી મુક્તિ મળી શકે છે. તેમાં ભોજન પછી 100 કદમ ચાલવું, રાત્રે 10 વાગે સૂઈ જવું, સૂતા પહેલા 1 કલાક પહેલા ઈલેક્ટ્રોનિક ડિવાઇસ જેમકે, ફોન, લેપટોપ, ટીવીનો ઉપયોગ બંધ કરવો અને દરરોજ આ રૂટિન ફોલો કરવું સમાવિષ્ટ છે. આમ જો તમે તમારી લાઈફ સ્ટાઈલ થોડી બદલો છો તો તમને નીંદર લાવવામાં ઘણી સરળતા રહે છે. તમારું ઊંઘનું સીડ્યુલ સરખું રહેશે તો તમે શારીરિક અને માનસિક બંને રીતે સ્વસ્થ રહી શકશો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment