આ વસ્તુનું સેવન તમારી યાદશક્તિને એટલી વધારી દેશે કે કમ્પ્યુટર કરતા પણ વધુ દોડવા લાગશે તમારું મગજ…

મિત્રો આજના યુગમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું મગજ એટલું તેજ દોડે કે દુનિયાની કોઈપણ તાકાત તેને રોકી ન શકે. પણ ઘણી વખત આવું નથી બનતું. ઘણી વખત આપણે કોમ્પ્યુટર ને જોઈને એવું થાય છે કે કાશ આપણું મગજ પણ કોમ્પ્યુટરની જેમ ચાલતો હોત. પણ તમને એ વાત યાદ અપાવી દઈએ કે આ કોમ્પ્યુટર ને પણ એક માણસે જબનાવ્યું છે. આથી જો તમે પણ ઈચ્છો છો કે તમારું મગજ ખુબ તેજ ગતિથી કામ કરે તો તમારી ડાયટ માં આ વસ્તુઓને સામેલ કરો. 

કોઈ પાસે તેનું તંદુરસ્ત શરીર હોય પણ તેની પાસે મગજ ન હોય તો તે માણસ અન્ય માટે પરેશાનીનું કારણ બની જાય છે. આથી તમારી ફિટનેસ સાથે મગજનો ઉપયોગ પણ કરવો જોઈએ. મગજ સ્વસ્થ રહેશે તો તમે કોઈપણ કામ બરાબર કરી શકશો. મગજ ઠીક નહિ હોય તો તમારા શરીરના દરેક અંગ તેનાથી પ્રભાવિત થશે. 

મગજ તેનું જ સારું કામ કરે છે તેની યાદશક્તિ શાર્પ હોય. કારણ કે ભૂલવાની બીમારી હોય, વાંચવામાં તકલીફ થતી હોય, તનાવયુક્ત હોય આ બધા અન હેલ્દી મગજના સંકેત છે. મગજને હેલ્દી રાખવા માટે ન્યુટ્રીએન્ટસ ની જરૂરત હોય છે. જેનાથી કોશિકાઓના નિર્માણમાં મદદ મળી શકે. 

કોળાના બીજ 

કોળું વિશે તો તમે બધા જાણતા જ હશો. અને સાથે વ્હાઈટ કોળું ની મીઠાઈ ના સેવન પણ તમે કર્યું હશે. પણ શું તમે જાણો છો કે કોળું ના બીજ ખુબ જ ફાયદાકારક છે. મગજ અને મેમોરી નમે શાર્પ રાખવા માટે તમે કોળા ના બીજ નો પ્રયોગ કરી શકો છો. આમ મગજની તંદુરસ્તી માટે કોળાના બીજનું સેવન ખુબ સારું છે. કોળું માં જીંક છે જે મેમોરી પાવર એ વધારે છે. સાથે જ થીંકીંગ સ્કિલસ એટલે કે વિચારવાની ક્ષમતા ને વધારે છે. બાળકોએ પણ તેનું સેવન કરવું જોઈએ. જેથી કરીને તેની યાદશક્તિ વધે. 

ડાર્ક ચોકલેટ 

આજના યુગમાં ડાર્ક ચોકલેટને સૌથી વધુ સુપર ફૂડ માનવામાં આવે છે. જો તમે તેને પસંદ કરતા હો તો આ તમારા માટે સારા સમાચાર છે. ડાર્ક ચોકલેટ ની દરેક બાઈટ તમારા દિલને સ્વસ્થ રાખે છે. તેમજ બ્રેઈન ફંક્શન ને બુસ્ટ કરવામાં મદદ કરે છે. ન્યુટ્રીશિયન ના કહ્યા અનુસાર ડાર્ક ચોકલેટમાં ઘણા પ્રકારના ફાઈબર, મિનરલ્સ મળે છે. જેમ કે ઓલિક એસીડ, સ્ટેરીક એસીડ, પામીટીક એસીડ. તે બળદ પ્રેશર ને નિયંત્રિત કરે છે. શરીરમાં બળદ સર્ક્યુલેશન બનાવી રાખે છે. ડાર્ક ચોકલેટમાં રહેલ ફ્લેનોલ્સ બ્લડ પ્રેશર ને ઓછુ કરે છે. આ સિવાય હૃદય અને મસ્તિષ્ક સુધી પહોચતું લોહી સાફ કરે છે. જેનાથી હૃદત સ્વસ્થ રહે છે. 

બ્રોકલી પણ ફાયદાકારક છે 

મગજ માટે બ્રોકલી ખુબ જ ફાયદાકારક સાબિત થઈ છે. બ્રોકાલીમાં ઓમેગા-3 ફેટી એસીડ, ફ્લેવોનોઈડ, વિટામીન ઈ, આયર્ન, અને કોપર જેવા તત્વ પણ મળે છે. આ સિવાય આ પોષક તત્વ મગજને તેજ કરવામાં અને તેની કાર્યક્ષમતા વધારવામાં પણ મદદ કરે છે. આથી તમે પણ પોતાના મગજની કાર્યક્ષમતા વધારવા માંગો છો તો તેનું સેવન કરવાનું શરુ કરી દો. 

બદામ 

બદામ ખાવ અને યાદશક્તિ વધારો. સામાન્ય રીતે એવી કહેવત છે કે જેને ભૂલવાની બીમારી હોય તેણે દરરોજ 10 થી 12 બદામ ખાવી જોઈએ. તેનાથી ઓછી ખાવાથી કોઈ ફાયદો નથી થતો. તેનાથી વધુ પણ ન ખાવી. જો તમે બીજા ડ્રાય ફ્રૂટ પણ લો છો તેની માત્રા ઓછી કરી દો.બદામને સ્નેક્સ ની જેમ ડાયરેક્ટ પણ ખાઈ શકો છો. પીસીને દુધમાં નાખીને પણ ખાઈ શકો છો. તેની છાલ ના કાઢો કારણ કે તેમાંથી ફાઈબર નીકળી જાય છે. 

બેરી 

બેરી આપણા દેશમાં મળતી બેરીજ માંથી ખાસ છે. જામુન, સ્ટ્રોબેરી, મલબારી, અંગુર, રસભરી, કરોદા વગેરે. જો કે આજકાલ બ્યુબેરી, ક્રેનબેરી, વગેરે પણ મળે છે. બેરીજ માં મેગ્નીજ, વિટામીન સી, વિટામીન કે અને ફાઈબર ભરપુર હોય છે. બેરીમાં એન્ટી ઓક્સીડેંટ ફ્લેવોનોએડ્સ રહેલ છે. જે બ્રેઈન સેલ્સ ને મજબુત કરે છે. મગજની શક્તિ વધારે છે.તમે બાળકોને પણ બેરીજ આપી શકો છો. 

ગ્રીન ટી 

ગ્રીન ટી પણ મગજની શક્તિ વધારવા મદદ કરે છે. તેમાં રહેલ કેફીન બ્રેઈન ફંક્શન વધારે છે. તેના સેવન થી સતર્કતા, પ્રદર્શન, સ્મૃતિ, ફોકસ કરવાની સ્થિતિ વધારે છે. ગ્રીન ટી માં એન્ટી ઓક્સીડેંટસ મળે છે. આખા દિવસમાં 2-3 કપ ગ્રીન ટી પીવાથી યાદશક્તિ વધે છે. તેના સેવનથી બોડી રીલેક્સ થાય છે અને થમાક ને ઓછુ કરવામાં મદદ કરે છે. સારી ઊંઘ ઈમ્યુન સીસ્ટમ ને પણ ગ્રીન ટી મજબુત બનાવે છે. 

દાડમ 

મેમોરીને શાર્પ કરવા માટે થોડી ક્ષણો પણ અસરકારક સાબિત થાય છે. દાડમ માં સૌથી વધુ પોષક તત્વ રહેલા છે. દાડમ ખાવાથી લોહી વધે છે અને યાદશક્તિ પણ વધે છે. સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ નો તેજ મગજ તેના માનસિક સ્વાસ્થ્ય પર આધાર રાખે છે. દાડમ માં રહેલ પોલીફેનલ્સ નામનું તત્વ બ્લડ બ્રેઈન બેરીયર ને ક્રોસ કરતા ન્યુરોડીજેનારેટીવ બીમારીથી સુરક્ષા આપવામાં મદદ કરે છે. 

અખરોટ 

અખરોટ મગજ માટે ખુબ જ હેલ્દી છે. તેમાં ઘણા પ્રકારના પોષક તત્વ રહેલા છે. જે મગજને તંદુરસ્ત રાખવામાંમદદ કરે છે. અખરોટ ખાવાથી મગજની કાર્યક્ષમતા વધે છે. અને મગજ એક્ટીવ રહે છે. અખરોટમાં વિટામીન ઈ, કોપર, મેગ્નીજ, હોય છે જે બ્રેઈન પાવર વધારે છે. 

 

અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી

Leave a Comment