સફેદ વાળને કાળા કરવા અજમાવો આ ઘરગથ્થું અને મફત ઉપાય, હેર ડાય કર્યા વગર જ વાળ બની જશે એકદમ કાળા ભમ્મર અને લાંબા…

સફેદ વાળ જોઈને આપણને વૃદ્ધાવસ્થાનો ખ્યાલ સામે આવી જાય છે. કેટલાક લોકો આને નજર અંદાજ પણ કરી દે છે. એવામાં જ્યારે સમસ્યા વધી જાય તો લોકો તેનો ઈલાજ શોધવાનું શરૂ કરે છે. તેનાથી વધુ સારું એ રહેશે કે સમયથી પહેલાં આનો ઇલાજ શોધી લેવાય. જોકે, આપણે એ સમજવું પડશે કે સફેદ વાળ શરીરિક કમીઓને દર્શાવે છે. આજના સમયમાં નાની ઉંમરના લોકોમાં પણ સફેદ વાળની સમસ્યા જોવા મળે છે. આ સમસ્યા મોટાભાગે આનુવંશિક કે શારીરિક કમીઓ ના કારણે થાય છે. આ બધાની વચ્ચે અન્ય બીજુ કોઈ કારણ પણ છે જે વાળ સફેદ થવાનું કારણ બને છે.

આ સમસ્યાથી લડવા માટે લોકો ઘરેલું વસ્તુઓ નો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. આમાં અનેક પ્રકારના અસરકારક ગુણ હોય છે, જે સતત ઉપયોગ કર્યા બાદ જોવા મળે છે. સફેદ વાળની સમસ્યાને દૂર કરવા માટે અખરોટની છાલ નો પણ ઉપયોગ કરી શકાય છે. તેનાથી તમે વાળ માટે ટોનિક બનાવી શકો છો જે સફેદ વાળની સમસ્યાને દૂર કરવા માટે સહાયકારી છે. એટલું જ નહીં તેનું તેલ પણ બનાવી શકાય છે.

હેલ્ધી ડાયટ અને લાઇફ સ્ટાઇલની સાથે આનાથી બનેલા ટોનિક નો ઉપયોગ કરશો તો તમને જરૂરથી ફરક જોવા મળશે. તો આજે અમે તમને જણાવીશું કે અખરોટની છાલ નો ઉપયોગ હેર કેર રૂટીન માં કેવી રીતે કરી શકાય છે. જો તમને ઓછી ઉંમરમાં જ સફેદ વાળની સમસ્યા શરૂ થઈ ગઈ હોય તો તમારા હેર કેર રૂટીનમાં આને જરૂરથી શામેલ કરો. અખરોટની છાલ ના ફાયદા:- અખરોટ જ નહીં તેની છાલ પણ નુટ્રીશન અને ફેટી એસિડથી ભરપૂર હોય છે જે વાળને અનેક રીતે ફાયદો પહોંચાડી શકે છે. આ બાયોટીન, વિટામીન બી, ઈ અને મેગ્નેશિયમ થી ભરપૂર હોય છે જે તમારા વાળના ક્યુટિકલ્સ ને મજબૂત કરવાની સાથે સાથે સ્કેલ્પ ને પણ પોષણ આપવાનું કામ કરે છે. એટલું જ નહીં તેને ખાવાથી પણ વાળને મજબૂતી મળે છે. જણાવીએ કે બધા જ ડ્રાયફ્રુટ માં અખરોટ વિટામીન બી 7 નો સૌથી મોટો સ્ત્રોત માનવામાં આવે છે. જો તમને આનાથી એલર્જી હોય તો ખાવાથી બચવું.

અખરોટની છાલ માંથી બનાવો હેર ટોનિક:- જેવા સફેદ વાળ થવા લાગે તેની શરૂઆતમાં જ તેનો ઈલાજ શરૂ કરી દેવો જોઈએ તો તમને તેનું પરિણામ સારું મળી શકે છે. તેના માટે એક પેનમાં એક ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો. હવે જ્યારે તે ગરમ થઇ જાય એટલે પાણીમાં અખરોટની છાલ નાખી દો. તેના માટે લગભગ 10 થી 15 છાલ હોવી જોઈએ. મીડીયમ આંચ પર તેને 15 મિનિટ સુધી સરસ રીતે ઉકાળો જેથી પાણીની માત્રા અડધી થઈ જાય ત્યારબાદ ગેસ બંધ કરીને તેને ઠંડુ થવા દો. જેવું ઠંડું પડી જાય એટલે તેને એક બોટલમાં ગાળીને ભરી લો અને ઉપરથી રોઝમેરી એસેન્શિયલ ઓઈલ મિક્સ કરો. તેમાં માત્ર ચાર-પાંચ ટીપાં મિક્સ કરવાના છે.વાળમાં કેવી રીતે લગાવવું આ હેર ટોનિક:- હેર ટોનિકનું અઠવાડિયામાં બે વાર હેરવોશ કરતા પહેલા વાળમાં સ્પ્રે કરવાનું છે. તેને સ્પ્રે કર્યા બાદ આંગળીઓથી હળવો મસાજ કરો અને એક કલાક માટે છોડી દો. એક કલાક બાદ નોર્મલ શેમ્પુ અને કંડિશનર થી હેર વોશ કરો. જો તમે ઈચ્છો તો વાળની લંબાઈ પ્રમાણે તેને વધારી કે ઘટાડી શકો છો.

આ પ્રમાણે ઉપયોગ કરો અખરોટનું તેલ:- સફેદ વાળની સમસ્યાને દૂર કરવા માટે અખરોટના તેલનો પણ ઉપયોગ કરી શકાય છે. તેના માટે હેર પેક માં તેલના કેટલાક ટિપા મિક્સ કરો. સારું પરિણામ જોવા માટે દહીં, મધ અને એવોકાડો મેળવીને હેરપેક બનાવો અને ઉપરથી અખરોટના તેલના સાતથી આઠ ટીપા મિક્સ કરો.

વાળમાં આ હેર પેક ને લગભગ 20 મિનિટ સુધી લગાવીને આમ જ છોડી દો. ત્યાર બાદ તેને ધોઈ લો. શેમ્પુ અને કંડિશનર કર્યા બાદ વાળમાં ચમક પણ આવી જશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment