મિત્રો તમારામાંથી લગભગ દરેક લોકોને મગ ભાવતા હશે. જો કે મગ માંથી દાળ પણ બને છે. તેના બે ફાડા કરીને દાળ બનાવવામાં આવે છે. જો કે દરેક પ્રકારની દાળ સ્વાસ્થ્ય માટે લાભકારી છે. પણ મગની દાળ ઘણા લોકો માટે નુકશાનકારક પણ સાબિત થઇ શકે છે. આથી ક્યાં લોકોએ મગની દાળ ન ખાવી જોઈએ તેના વિશે વિસ્તારથી જાણી લો.
દાળ ખાવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દરેક પ્રકારની દાળમાં પ્રોટીન સહીત ઘણા એવા પોષક તત્વો રહેલા છે, જે શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે. મગની દાળમાં શરીર માટે ફાયદાકારક ફાઈબર, પ્રોટીન, વિટામીન, કોપર, ફોલેટ, વિટામીન સી, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયરન અને નીયાસીન અને થાયમીન પર્યાપ્ત માત્રામાં રહેલા છે. મગની દાળ ખાવી હૃદય માટે ખુબ જ ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. પણ શું તમે જાણો છો કે ઘણા લોકો માટે મગની દાળનું સેવન નુકશાનકારક થઇ શકે છે. ચાલો તો જાણી લઈએ મગ ડાળથી થતા નુકશાન વિશે.મગની દાળ ખાવાથી થતા નુકશાન:- આમ તો મગની દાળ ખાવી સ્વાસ્થ્ય માટે સારું છે. પણ ઘણા લોકો માટે તે નુકશાનકારક સાબિત થઇ શકે છે. જો તમે શુગર, બ્લડ પ્રેશર અથવા યુરિક એસીડ થી જોડાયેલ સમસ્યાથી પીડિત છો તો મગ દાળ ખાતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લો. મગ દાળ ખાવાથી તમારા સ્વાસ્થ્યને નુકશાન થઇ શકે છે.
લો બ્લડ શુગર:- લો બ્લડ શુગર ની સમસ્યા થવા પર મગ દાળ ખાવી નુકશાનકારક થઇ શકે છે. મગની દાળમાં એવા તત્વ હોય છે જે બ્લડ શુગર ને ઓછુ કરવાનું કામ કરે છે એવામાં લો બ્લડ શુગર ની સમસ્યાથી પરેશાન લોકોએ તેનું સેવન કરવામાં સાવચેતી રાખવી જોઈએ.લો બ્લડ પ્રેશર:- હાઈ બ્લડ પ્રેશર ને કંટ્રોલ કરવા માટે મગની દાળનું સેવન ફાયદાકારક છે. પણ જો તમને લો બ્લડ પ્રેશરની સમસ્યા છે તો મગ દાળ ખાવાથી બચવું જોઈએ. તેના સેવનથી તમને નુકશાન થઇ શકે છે.
હાઈ યુરિક એસીડ:- શરીરમાં યુરિક એસિડનું સ્તર વધવા પર મગ દાળ ખાવાથી બચવું જોઈએ. મગ દાળમાં પ્રોટીનની માત્રા વધુ હોય છે. તેના કારણે તમારા શરીરમાં યુરીસ એસીડનું સ્તર વધી જાય છે.આથી હાઈ યુરીક એસીડની સમસ્યામાં મગ દાળ ખાવામાં સાવચેતી રાખવી જોઈએ.એલર્જી:- એલર્જીની સમસ્યાથી પરેશાન લોકોએ વધુ પ્રમાણમાં મગ દાળ ખાવાથી બચવું જોઈએ. તેનું વધુ સેવન કરવાથી તમારી પરેશાનીઓ વધી શકે છે.
કિડનીની પથરી:- કિડનીની પથરીની સમસ્યામાં તમારે ખાનપાનમાં વિશેષ ધ્યાન રાખવું પડે છે. જો ધ્યાન રાખવામાં ન આવે તો તમારી પરેશાનીઓ વધી શકે છે. મગ દાળનું સેવન કરવાથી કિડનીની પથરીમાં નુકશાન થઇ શકે છે. તેમાં પ્રોટીન અને ઓક્સલેટનું પ્રમાણ વધુ હોય છે.
આમ ઉપર જણાવેલ સમસ્યાઓમાં મગ દાળનું સેવન ન કરવું જોઈએ. જોત તમને લો બ્લડ પ્રેશર અથવા ડાયાબિટીસની સમસ્યા છે તો ડોક્ટરની સલાહ અનુસાર તેનું સેવન કરો. મગ દાળમાં આયરન, કેલ્શિયમ,વિટામીન બી કોમ્પ્લેક્સ અને પ્રોટીનનું પ્રમાણ હોય છે. સામાન્ય રીતે મગ દાળનું સેવન સ્વાસ્થ્ય માટે લાભકારી છે. આમ મગ દાળ એ અનેક પોષક તત્વોથી ભરપુર હોવા છતાં અમુક બીમારીઓના દર્દીએ તેનું સેવન ન કરવું જોઈએ. પણ જો તમને આમાંથી કોઈ બીમારી નથી તો તમે આરામથી મગ દાળનું સેવન કરી શકો છો. શરીરને ફીટ રાખવા માટે દરેક પોષક તત્વોનું પ્રમાણ શરીરમાં જળવાઈ રહેવું જરૂરી છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી