આ 1 શેરે રોકાણકારોને કરી દીધા માલામાલ, એક જ અઠવાડિયામાં કરાવ્યો કરોડો રૂપિયાનો ફાયદો… જાણો કેટલી મોટી કમાણી કરી આપી…

મિત્રો તમે રિલાયન્સ શેર વિશે ઘણું સાંભળ્યું હશે. તેમાં રોકાણ કરનારને વહેલા મોડું જરૂરથી રીટર્ન મળે છે. આજે અમે તમને રિલાયન્સ શેરમાં જે લોકોએ રોકાણ કર્યું છે તેઓને કરોડોનો લાભ થયો છે. લોકો એક અઠવાડિયામાં કરોડોના નફા સાથે પૈસા કમાઈ રહ્યા છે. ચાલો તો આપણે આ શેર વિશે વધુ વિગત જાણી લઈએ. આ શેર એવા છે જેમાં રોકાણકાર માલામાલ થવાની સાથે સારું રીટર્ન મેળવીને કરોડોપતિ બન્યા છે. જેને પણ આ શેર મળ્યા છે તેઓ આજે કરોડોમાં રમી રહ્યા છે. 

શેરમાં તેજી ચાલતા વિતેલા સપ્તાહમાં ટોપ-10 ફર્મમાંથી નવ ફાયદામાં રહી છે. આ કંપનીઓના કુલ માર્કેટ કેપમાં 2.98 લાખ કરોડ રૂપિયાનો નફો થયો. લાભમાં રહેલ કંપનીઓમાં મુકેશ અંબાણીના નેતૃત્વ વાળી રીલાયન્સ ઇંડસ્ટ્રીઝ અને ટાટા સમૂહની ટીસીએસ સૌથી આગળ રહી. સેન્સેક્સમાં 4 ટકાથી વધુનો વધારો:- દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશનને છોડીને, એચડીએફસી બેન્ક, ઈન્ફોસિસ, હિંદુસ્તાન યુનિલિવર લિમિટેડ અને આઇસીઆઇસીઆઇ બેન્ક સહિત શીર્ષ નવ કંપનીઓએ પોતાના માર્કેટ કેપિટલાઇઝેશનમાં કુલ, 2,98,523.01 કરોડ રૂપિયા જોડ્યા. પાછલા અઠવાડિયામાં બોમ્બે સ્ટોક એક્સચેંજના 30 શેરો વાળું બેંચમાર્ક સેન્સેક્સ 2,311.45 અંક અથવા 4.29 ટકાની વધતીમાં રહ્યો હતો. 

રીલાયન્સને થયો જોરદાર નફો:- રીલાયન્સ ઇંડસ્ટ્રીઝની માર્કેટ કેપિટલાઇઝેશનના કારોબારી સપ્તાહના આખરી કારોબારી દિવસ શુક્રવારના રોજ વધીને 16,93,245.73 કરોડ રૂપિયા થઈ ગયું. આંકડાઓ મુજબ, રીલાયન્સના રોકાણકારોની સંપતિમાં લગભગ 68,564.65 કરોડ રૂપિયાની વધતી થઈ. તે સિવાય દેશની સૌથી મોટી ટેક કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝનું Mcap 64,929.87 કરોડ રૂપિયા વધીને 11,60,285.19 કરોડ રૂપિયાએ પહોંચી ગયો.આ ફર્મના રોકાણકારોની બલ્લે બલ્લે:- રીલાયન્સ અને ટીસીએસ સિવાય આઇસીઆઇસીઆઇ બેન્કનું માર્કેટ કેપ 34,028.7 કરોડ રૂપિયા વધીને 5,56,526.81 કરોડ રૂપિયા થઈ ગયા. ઇમ્ફોસિસનું એમકેપ 31,893.77 કરોડ રૂપિયાની તેજી જોવા મળી અને તે 6,33,793.91 કરોડ રૂપિયા થઈ ગયા. તે સિવાય સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનું માર્કેટ કેપિટલાઇઝેશન પણ 30,968.4 કરોડ રૂપિયા વધીને 4,58,457.30 કરોડ રૂપિયા થઈ ગયી. 

બજાજ ફાઇનાન્સની એમકેપ ઉછળ્યુ:- ફાયદામાં રહી અન્ય કંપનીઓને જોઈએ તો, બજાજ ફાઇનાન્સનું માર્કેટ કેપિટલાઇઝેશન 20,636.69 કરોડ રૂપિયા વધીને 3,78,774.69 કરોડ રૂપિયા, જ્યારે હિંદુસ્તાન યુનિલિવરના 16,811.32 કરોડ રૂપિયા વધીને 6,20,362.58 કરોડ રૂપિયા થઈ ગયા. એચડીએફસી બેન્કની બજાર કિંમત 16,110.37 કરોડ રૂપિયા વધીને 7,73,770.09 કરોડ રૂપિયા થઈ ગયી. તેમ જ એચડીએફસીની એમકેપ 14,579.24 કરોડ રૂપિયા વૃદ્ધિ સાથે 4,16,701.23 કરોડ રૂપિયા થઈ ગયી.એલઆઇસીને 12000 કરોડનો ઘાટો:- વીતેલ અઠવાડીયુ ઘાટામાં રહેલ બીએસઇની એક માત્ર કંપની એલઆઇસીની માર્કેટ કેપ 12,396.99 કરોડ રૂપિયાથી ઘટીને 4,35,760 કરોડ રૂપિયા રહી ગયી. ટોપ 10 ફર્મની રેંકિંગમાં રીલાયન્સ ઇંડસ્ટ્રીઝ સૌથી મૂલ્યવાન કંપની રહી છે. ત્યાર બાદ, ટીસીએસ, એચડીએફસી બેન્ક, ઈન્ફોસિસ, હિંદુસ્તાન યુનિલિવર, આઇસીઆઇસીઆઇ બેન્ક, ભારતીય સ્ટેટ બેન્ક, એલઆઇસી, એચડીએફસી અને બજાજ ફાઇનાન્સ ફાયદામાં રહ્યા.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment