શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શિયાળામાં લીલા શાકભાજી ખૂબ જ મળે છે. લીલી શાકભાજીમાં સૌથી સ્વાદિષ્ટ ગણાતી શાકભાજી જો કોઈ છે તો તે છે વટાણા. તેના પ્લાન્ટ બીજ પ્રોટીનના રૂપમાં સૌથી ઊંચું સ્થાન મળ્યું છે. પરંતુ તેનું સેવન કરવાના અમુક સાઇડ ઇફેક્ટ પણ જોવા મળે છે, જે કદાચ ખૂબ ઓછા લોકો જાણતા હશે.
લીલા વટાણા એ શાકભાજીમાં આવે છે જેનું સેવન સૌથી વધુ ભારતમાં કરવામાં આવે છે. લીલા વટાણા લેગ્યુમીનોસી પરિવારથી સંબંધ રાખે છે. તે પરિવારમાં દાળ, બિન્સ, મગફળી અને ચણા પણ આવે છે. લીલા વટાણાની અંદર ફાઇબર, પ્રોટીન, એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન એ, વિટામિન ઈ, વિટામિન ડી, વિટામિન સી અને તેમાં કોલીન પેન્ટોથેનીક એસીડ રાઇબોફ્લેવિન જેવા યૌગિક પણ જોવા મળે છે. જે આ શાકભાજીઓમાં ખાસ જગ્યા પ્રાપ્ત કરે છે તેની સાથે જ તેમાં કાર્બ્સની પણ વધુ માત્રા હોય છે.
વટાણાની છાલને ઉતારવાના અમુક સમય પછી તેનો સ્વાદ અને પોષક તત્વોમાં પણ બદલાવ આવવા લાગે છે. તેથી આપણે જ્યારે વટાણાનું સેવન કરીએ ત્યારે તાજા વટાણાનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ આ બધા જ ગુણો સિવાય વટાણાનું વધુ સેવન કરવાથી ખૂબ જ ભયંકર સાઇડ ઇફેક્ટ પણ જોવા મળે છે.
1) શરીરમાં વધુ થઈ શકે છે વિટામિન કે : વિટામીન કે ના આધારે હાડકા સ્વસ્થ રહે છે તેની સાથે જ તે કેન્સરથી બચાવવામાં પણ આપણી સહાય કરે છે. પરંતુ જો વધુ માત્રામાં વિટામિન કે શરીરમાં હોય તે આપણા લોહીને પાતળું કરે છે અને પ્લેટલેટ્સને પણ ઓછા કરે છે. તે સિવાય ઘા ભરવામાં અને ટિશ્યુને રિપેર કરવામાં બાધા ઉત્પન્ન કરી શકે છે અને જેમનું પેટ સંવેદનશીલ છે તથા પેટમાં ચાંદા પડી ગયા છે તથા લોહી જામવાની તકલીફ છે તેવા લોકોએ વટાણાનું સેવન કરવું જોઇએ નહીં, તેમના માટે તે નુકસાનદાયક બની શકે છે.
2) ઝાડાની તકલીફ થઈ શકે છે : લીલા વટાણાના સેવનથી ઝાડાની સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે, તે એટલા માટે થાય છે કારણ કે તેમાં પ્રોટીનની વધુ માત્રા જોવા મળે છે અને જો તમે લીલા વટાણાનુ સેવન બ્રાઉન રાઈસ અથવા સોયા સાથે કરો છો તો તેનાથી તમારા પેટની શક્તિ સારી રહે છે. જેનાથી વટાણાના દુષ્પ્રભાવને ઓછો કરી શકાય છે. તેની સાથે જ તમે વટાણાના આ પ્રભાવથી દૂર રહેવા માંગો છો તો ડબ્બામાં બંધ કરીને અથવા ફ્રિજમાં મુકેલા વટાણાનું સેવન કરવાથી દુર રહો, કારણ કે ઘણી વખત સ્વાદ સારો કરવા માટે તેમાં ભેળસેળ કરવામાં આવે છે જે આ પ્રકારની સમસ્યાઓને જન્મ આપે છે.
3) ગેસ ઉત્પન્ન કરે છે : લીલા વટાણાને ઉચ્ચ કાર્બોહાઇડ્રેટ ડાયેટમાં ગણવામાં આવે છે. તેની સાથે જ તેમાં સુગરની માત્રા પણ વધુ હોય છે જેનાથી આસાનીથી આપણે બચી શકતા નથી, એવી પરિસ્થિતિમાં જ્યારે આપણે વટાણાંનું વધુ પડતું સેવન કરીએ છીએ ત્યારે તે આસાનીથી પચતા નથી અને જેના કારણે પેટ ફૂલવું સોજો અને ગેસ જેવી સમસ્યા ઉભી થાય છે. એટલું જ નહીં તેને યોગ્ય રીતે બનાવવામાં ખામી રહી જાય છે તો પણ આપણને પેટની તકલીફો ઉભી થાય છે તેથી જ વટાણાનું સેવન સીમિત માત્રામાં કરવું જોઈએ.
4) વજન વધારી શકે : આમ તો લીલા વટાણાની અંદર કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસના સ્તરને નિયંત્રિત કરવા માટે જાણીતા છે, પરંતુ તમને જણાવી દઈએ કે ફાઇબર તમારા મળ ત્યાગવાની ક્રિયાને આસાન બનાવે છે. પરંતુ લીલા વટાણામાં ઉપસ્થિત પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ તમારા વજન અને મેદસ્વીતા માં વધારો કરી શકે છે. એવામાં મોટાપાથી વધતા વજનની સમસ્યાથી દૂર રહેવા માટે તમારે લીલા વટાણાને બરાબર પકવીને તેનું સેવન કરવું જોઈએ અને તેને પકવતા પહેલા અમુક સમય માટે પલાળીને રાખવા જોઈએ.
5) સંધિવાની સમસ્યા થઈ શકે : લીલા વટાણામાં અલગ અલગ પ્રકારના વિટામિન જોવા મળે છે. જેમ કે પ્રોટીન, એમિનો એસિડ, ફાઈબર અને વિટામિન ડી જે હાડકાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ જ્યારે લીલા વટાણાનું સેવન વધુ માત્રામાં કરવામાં આવે તો તેના કારણે સંધિવાની સમસ્યા ઊભી થઈ શકે છે જેનાથી સાંધામાં ભયંકર દુખાવો થાય છે અને આ જ સ્થિતિ આગળ જઈને આર્થરાઇટિસ થઈ જાય છે. તમને જણાવી દઈએ કે વટાણાનું વધુ પડતા સેવન કરવાથી યુરિક એસિડનો પ્રવાહ થવા લાગે છે. જેનાથી પેશાબ કિડની મૂત્રાશય દ્વારા બહાર નીકળવામાં અસમર્થ થઇ જાય છે અને આ જ સ્થિતિ દાળના વધુ પડતા સેવનથી પણ થાય છે. તેથી જ્યારે પણ તમે વટાણા નું સેવન કરો ત્યારે ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.
લીલા વટાણાના એન્ટ્રી ન્યુટ્રિએન્ટ : વટાણાની અંદર ફાયટિક એસિડ અને લેક્ટિન્સ જેવા એન્ટી ન્યુટ્રીએંન્ટ જોવા મળે છે. તે શરીરમાં પોષક તત્વોને અવશોષિત કરવામાં બાધા ઉત્પન્ન કરે છે. જેના કારણે શરીરમાં ઝીંક, આયર્ન અને મેગ્નેશિયમની ઉણપ ઉભી થાય છે. આ જ કારણે વ્યક્તિ કુપોષિત પણ થઈ શકે છે તેની સાથે જ આંતરડાના સારા બેક્ટેરિયાને પણ તે નુકસાન પહોંચાડી શકે છે.
તેનાથી બચવા માટે જરૂરી છે કે તમે તેને સારી રીતે ચડવા દો. ત્યારબાદ લીલા વટાણાનું સેવન કરતાં પહેલાં અમુક સમય સુધી પાણીમાં પલાળીને રાખો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી