વધુ પ્રમાણમાં સુંઠ ખાવાથી થાય છે આ ગંભીર નુકશાન… જાણો આ માહિતી અને દરેક સાથે શેર કરો…

મિત્રો આપણે ત્યાં સુંઠનું સેવન કરવામાં આવે છે. જો કે તેના પોષક તત્વો તમારા શરીર માટે સારા છે. પણ કોઈપણ વસ્તુનું વધુ પડતું સેવન કરવાથી નુકશાન પણ થઇ શકે છે. જો કે સુંઠનું સેવન આપણે ત્યા શિયાળામાં વધુ કરવામાં આવે છે. કારણ કે સુંઠ ની તાસીર ગરમ હોય છે. આથી શિયાળામાં તેનું સેવન કરવાથી તમારા શરીરને આંતરિક રૂપે એક ગરમાહટ મળે છે. અને તમને ઠંડી સામે રક્ષણ મળી રહે છે. 

સૂંઠનો ઉપયોગ મોટા ભાગના ભારતીય ઘરોમાં કરવામાં આવે છે. સૂંઠ આદુને સૂકવીને બનાવવામાં આવે છે. તેનો ઉપયોગ ઉકાળો, ચા કે પછી શાકભાજી વગેરેમાં કરવામાં આવે છે. સૂંઠ વિટામિન સી, આયરન, મેગ્નેશિયમ, વિટામિન બી6, અને પોટેશિયમ જેવા તત્વોથી ભરપૂર હોય છે. આમતો સૂંઠ માં ઘણા વિટામીન્સ અને મિનરલ્સ જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. પરંતુ અમુક લોકોને સૂંઠ ખાવાથી નુકશાન પણ પહોંચી શકે છે. આવો જાણીએ સૂંઠ ખાવાના શું નુકસાન છે? અને સૂંઠની તાસીર કેવી હોય છે? સૂંઠ ખાવાના નુકસાન:- આમ તો સૂંઠ ખાવી ફાયદાકારક છે, પરંતુ જો તમે ખૂબ વધારે માત્રામાં સૂંઠ ખાઓ છો તો તેનાથી સ્વાસ્થ્યને નુકસાન પણ થઈ શકે છે. 

1) સૂંઠ ખાવાથી ડાયેરિયા થઈ શકે છે:- જો તમે સૂંઠ દરરોજ વધારે માત્રામાં ખાતા હોય તો, તેનાથી પેટ સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. સૂંઠનું વધારે સેવન કરવાથી ડાયેરિયાનું જોખમ વધી શકે છે. માટે જો તમને સૂંઠ ખાધા પછી વારંવાર ફ્રેશ થવા જવું પડતું હોય, તો તેનું સેવન ઓછું કરી દેવું. ડાયેરિયાને કારણે તમારી બોડી ડિહાઈડ્રેડ થઈ શકે છે.2) છાતીમાં બળતરા કરી શકે છે સૂંઠ:- આદુંની જેમ જ સૂંઠની તાસીર પણ ખૂબ જ ગરમ હોય છે. એવામાં જો તમે વધુ માત્રામાં સૂંઠનું સેવન કરતાં હોય તો, તેમાથી તમારી બોડીમાં ગરમી ઉત્પન્ન થઈ શકે છે. આયુર્વેદ મુજબ, વધારે સૂંઠ ખાવાથી શરીરમાં પિત્ત વધી શકે છે. તેના કારણે તમને છાતીમાં અને પેટમાં બળતરા થઈ શકે છે. 

3) પેટમાં ગેસ થઈ શકે છે:- સૂંઠને પેટ માટે ખૂબ જ લાભદાયી ગણવામાં આવે છે. પરંતુ જો તમે ખૂબ વધારે માત્રામાં સૂંઠનું સેવન કરતાં હોય તો તેનાથી પેટ સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. હા, સૂંઠનું વધારે સેવન પેટમાં ગેસ અને એસિડિટી વધારી શકે છે. માટે જો તમને પહેલેથી જ ગેસ કે એસિડિટી હોય તો સૂંઠ સીમિત માત્રામાં જ લેવી જોઈએ.4) મોંમાં ચાંદા કરી શકે છે સૂંઠ:- વધારે સૂંઠ ખાવાથી મોંમાં ચાંદા પણ પડી શકે છે. વાસ્તવમાં, સૂંઠની તાસીર ગરમ હોય છે. જ્યારે સૂંઠને વધારે માત્રામાં ખાવામાં આવે છે, તો તેનાથી ગરમી વધે છે અને મોંમાં ચાંદા પડી શકે છે. જો તમને ચાંદા પડતાં હોય તો તેના સેવનથી બચવું જોઈએ. 

5) ત્વચામાં રેશિઝનું કારણ બની શકે છે:- સૂંઠનું વધારે સેવન ત્વચા માટે પણ નુકસાનદાયક થઈ શકે છે. વધારે માત્રામાં સૂંઠ ખાવાથી ત્વચામાં રેશિઝ, રેડનેસ અને ચકામાં વગેરેની સમસ્યા થઈ શકે છે. વાસ્તવમાં સૂંઠ ગરમ હોય છે અને તેને ખાવાથી પિત્ત વધી શકે છે. એવામાં ત્વચા પર દાણા અને રેશિઝ થઈ શકે છે. 

સૂંઠની તાસીર કેવી હોય છે?:- સૂંઠ, આદુંનું સૂકું રૂપ હોય છે. તેને આદુંને સૂકવીને જ બનાવવામાં આવે છે. માટે આદુંની જેમ જ સૂંઠની તાસીર પણ ખુબ જ ગરમ હોય છે. સૂંઠની ગરમ તાસીરના કારણે તમારે તેનું સેવન ઓછી માત્રમાં કરવું જોઈએ. આમ સુંઠ નું સેવન તમારે સીમિત માત્રામાં કરવું જોઈએ. જેથી તમે તેના સારા ગુણોનો લાભ લઇ શકો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment