જાણો દિવાળીના દિવસે મુહુર્ત ટ્રેડીંગમાં ક્યાં ક્યાં શેર ખરીદવા છે લાભદાયક, આ સ્ટોક પર કરી શકો છો આંખ બંધ કરીને રોકાણ… વાંચો દિવાળી પર રોકાણ કરવા લાયક શેર…

મિત્રો દિવાળી એટલે ખુશીઓનો તહેવાર. એકબીજા સાથે હળીમળીને રહેવાનો તહેવાર. અને સાથે ઘણી બધી ખરીદીનો તહેવાર. દરેક લોકો ઈચ્છે છે કે તેના માટે દિવાળીનો તહેવાર ઢગલા બંધ ખુશીઓ લઈને આવે. તેમજ પોતાને બિઝનેસમાં પણ સારો એવો નફો મળે. અને જો તમે શેર બજાર સાથે સંકળાયેલા હો તો તમારા માટે આ લેખ ખુબ જ અગત્યનો છે. કારણ કે આજે અમે તમને આ લેખમાં દિવાળીના શુભ મુહુર્તમાં કયો શેર ખરીદવો તેના વિશે માહિતી આપીશું. જેથી કરીને તમારા શેર બજારમાં થયેલું રોકાણ ડબલ થઇ શકે. ચાલો તો આ શેર ખરીદીને તમે દિવાળીનું ખાસ શુભ મુહુર્ત કરી શકો છો. 

શેર બજાર માટે આ વર્ષ ઘણું ઉતાર-ચડાવ વાળું રહ્યું છે. વિતેલા દિવસોમાં બજારમાં ઘણો પછડાટ પણ જોવા મળ્યો હતો. જોકે, આ વર્ષની વાત કરીએ તો, ભારતીય બજારોમાં પછડાટ ગ્લોબલ પિયર્સની તુલનાએ ઓછી રહી છે અને તેની તુલનાએ થોડું સ્ટેબલ થતાં પણ જોવા મળ્યું છે. બજારમાં વોલેટિલિટી વચ્ચે ગ્લોબલ ફેક્ટર હાવી રહ્યા છે. જોકે, હવે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. એવામાં મોટી સંખ્યામાં રોકાણકારો જે આ ખાસ દિવસે રોકાણ કરવાનું પસંદ કરતાં હોય.વાસ્તવમાં ભારતમાં કારોબારી પોતાના કારોબારનું નવું વર્ષ દિવાળીથી જ શરૂ કરે છે. એ જ કારણ છે કે દેશના બે પ્રમુખ શેર બજાર બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ પણ તે જ દિવસે ખૂલે છે અને “મુહૂર્ત ટ્રેડિંગ” થાય છે. દિવાળીના દિવસે માર્કેટ થોડા કલાકો માટે ખૂલે છે. પરંતુ ક્યાં સ્ટોક પર દાવ લગાડવામાં આવે એ એક મોટો સવાલ છે. પરંતુ રોકાણકારોના આ ટેન્શનને એસબીઆઇ સિક્યોરિટીઝે દૂર કર્યું છે. આવો જાણીએ કે ક્યાં-ક્યાં શેર છે જેને દિવાળી પર ખરીદી શકાય છે. 

1) એચડીએફસી બેન્ક લિમિટેડ:- એસબીઆઇ સિક્યોરિટીઝ મુજબ, દિવાળી પર એચડીએફસી બેન્ક પર દાવ લગાડી શકાય છે. અત્યારે એચડીએફસીનો શેર 1,439 ની આસપાસ ચાલી રહ્યો છે. આ સ્ટોકને 1,705 રૂપિયાના ટાર્ગેટ પ્રાઇસ સાથે એસબીઆઇ સિક્યોરિટીઝે ‘બાય ટેગ’ આપ્યો છે.2) આઇટીસી:- શેરની મજબૂત સ્થિતિને જોતાં એસબીઆઇ સિક્યોરિટીઝે તેમાં 22 ટકાના વધારાની સંભાવના જણાવી છે. અત્યારે આ શેર 332 રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે. તેને એસબીઆઇ સિક્યોરિટીઝે ‘બાય ટેગ’ આપ્યો છે 405 રૂપિયાના ટાર્ગેટ પ્રાઇસ સાથે. 

3) બેન્ક ઓફ બરોડા:- બેન્ક ઓફ બરોડાનો સ્ટોક અત્યારે 131 રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે. એસબીઆઇ સિક્યોરિટીઝે તેમાં 19%ની તેજીની સંભાવના જણાવી છે. આ સ્ટોકને એસબીઆઇ સિક્યોરિટીઝે 155 રૂપિયાના ટાર્ગેટ સાથે બાય ટેગ આપ્યો છે. 

4) યુનાઈટેડ સ્પિરિટ્સ:- યુનાઈટેડ સ્પિરિટ્સનો શેર હાલમાં 824 રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે. એસબીઆઇ સિક્યોરિટીઝે તેને 987 રૂપિયાના ટાર્ગેટ સાથે બાય ટેગ આપ્યો છે. તેમાં 20%ના વધારાની આશા છે.5) સુમિતોમો કેમિકલ:- એસબીઆઇ સિક્યોરિટીઝ મુજબ, દિવાળી પર સુમિતોમો કેમિકલના સ્ટોક પણ ખરીદી શકાય છે. અત્યારે સુમિતોમો કેમિકલનો સ્ટોક 509ની આજુબાજુ ચાલી રહ્યો છે. આ સ્ટોકને 596 રૂપિયાના ટાર્ગેટ પ્રાઇસ સાથે એસબીઆઇ સિક્યોરિટીઝે બાય ટેગ આપ્યો છે. 

6) વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા લિમિટેડ:- વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા લિમિટેડનો સ્ટોક અત્યારે 1615 રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે. એસબીઆઇ સિક્યોરિટીઝે તેમાં 21 ટકાના વધારાની આશા સાથે 1895 રૂપિયાના ટાર્ગેટ સાથે બાય ટેગ આપ્યો છે. 

7) મોલ્ડ-ટેક પેકેજિંગ:- મોલ્ડ-ટેક પેકેજિંગનો શેર અત્યારે 872 રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે. વિતેલા દિવસોમાં તેમાં તેજી જોવા મળી છે. એસબીઆઇ સિક્યોરિટીઝે તેમાં 21 ટકાના વધારાની આશા સાથે આ સ્ટોકને 999ના ટાર્ગેટ પ્રાઇસ સાથે ખરીદવાની સલાહ આપી છે. આમ તમે આ કંપનીના શેરમાં રોકાણ કરીને તમારા નવા વર્ષમાં સારી એવી કમાણી કરી શકો છો. અને તમારું નવું વર્ષ ધન દોલત થી ભરાઈ જશે.

( નોંધ : શેર બજારમાં રોકાણ કરતા પહેલા કોઈ જાણકાર કે સલાહકારની મદદ અવશ્ય લેવી )

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment