રશિયાની સ્પુતનિક-V વેક્સિન 95% અસરકારક ! રશિયામાં મફત અને ભારતમાં મળશે આ ભાવે.

ભારત ભલે બ્રિટન અને અમેરિકાની કોરોના વેક્સિન પાસે વધુ ઉમ્મીદ લગાવી બેઠા હોય, પરંતુ રશિયામાં બનેલી વેક્સિન સ્પૂતનિક V પણ ટ્રાયલ દરમિયાન કોરોના સામે લડવામાં 95% અસરદાર સાબિત થઈ છે. તે માત્ર અસરદાર જ સાબિત નથી થઈ, પરંતુ અન્ય વેક્સિનના મુકાબલે સસ્તી પણ છે. રશિયાના લોકોને આ ફ્રીમાં મળશે અને દુનિયાના બાકી દેશો માટે તેની કિંમત 700 રૂપિયાથી ઓછી એટલે કે 10 અમેરિકી ડોલરની આસપાસ હશે.

RT ના એક રિપોર્ટ અનુસાર ક્લિનિકલ ટ્રાયલના બીજા શરૂઆતી એનાલિસિસમાં એ વાત સામે આવી છે કે, પહેલો ડોઝ આપ્યાના 28 દિવસે બાદ આ વેક્સિનને 91.4% ઈફેક્ટીવનેસ જોવા મળી હતી. પહેલા ડોઝના 42 દિવસ બાદ તે વધીને 95% થઈ ગયા અને અનુ વેક્સિન કરતા વધુ અસરદાર સાબિત થઈ રહી છે.

વેક્સિનને બનાવવા વાળા ગેમેલિયા નેશનલ રિચર્સ સેન્ટર ફોર એપિડેમિયોલોજી એન્ડ માઈક્રોબાયોલોજીએ એવો દાવો કર્યો છે કે, વેક્સિનના બે ડોઝ 39 સંક્રમિતો સિવાય 18,794 બીજા દર્દીઓને આપવામાં આવ્યા હતા. આ ટ્રાયલમાં એવું રિઝલ્ટ સામે આવ્યું છે અને આ ટ્રાયલ બાદ વેક્સિન પર લાગી રહેલા થર્ડ ટ્રાયલ ન કરવાનો આરોપ પણ ખોટો થઈ ગયો છે.રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મંગળવારના રોજ એલાન કર્યું છે કે, આ દેશના બધા જ લોકો માટે ફ્રી છે. જો કે, દુનિયાના બીજા દેશો માટે તેની કિંમત 700 રૂપિયાની આસપાસ હશે. વિદેશમાં વેક્સિનના પ્રોડક્શન અને પ્રમોશનનું કામ જોઈ રહેલી રશિયન ડાયરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF) ના હેડ કિરિલ દિમિત્રિએવ એ જણાવ્યું કે સ્પુતનિક V ની સંભવિત કિંમત બીજી વેક્સિનના પ્રમાણમાં ખુબ જ ઓછી છે.

RDIF તરફથી આપવામાં આવેલ જાણકારી અનુસાર, આ વેક્સિનના બે ડોઝ લેવા પડશે. mRNA ટેકનીકથી બનેલી બીજી વેક્સિનના મુકાબલે આ કિંમત બે થી ત્રણ ગણી ઓછી છે. RDIF એ બીજા દેશોના પાર્ટનર્સની સાથે 2021 માં 50 કરોડથી વધુ લોકો માટે વેક્સિન બનાવવાનો કરાર કર્યો છે.

RDIF અને તેના પાર્ટનર્સ વેક્સિનનો સુકો ડોઝ પણ તૈયાર કરી રહી છે. આ વેક્સિન 2 થી 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પણ સુરક્ષિત રહેશે. આ કારણે ઇન્ટરનેશનલ માર્કેટમાં તેની ખપતમાં ખુબ જ આસાની થઈ જશે. સાથે જ તેનાથી દુર દુરની જગ્યાઓ પર પહોંચાડવી પણ આસાન રહેશે. તેમાં ગરમ તાપમાન વાળા દેશો પણ શામિલ છે. જેમાંથી એક ભારત પણ છે. રિપોર્ટ અનુસાર આ વેક્સિનની પહેલી ડિલીવરી આવતા વર્ષે જાન્યુઆરીમાં થઈ જશે. તેમજ જે બીજા દેશોએ તેના માટે ગુજારીશ કરી છે તેને પહેલી બેચ માર્ચ 2021 ની શરૂઆતથી મળવા લાગશે.વેક્સિનના ત્રીજા ફેઝના ટ્રાયલમાં 40 હજાર વોલેન્ટીયર્સ ભાગ લઈ રહ્યા છે. 22 હજાર વોલેન્ટીયર્સને પહેલો ડોઝ આપવામાં આવશે. 19 હજારથી વધુ લોકોને પહેલો અને બીજો ડોઝ આપવામાં આવ્યો. તેમાં હજુ સુધી ખતરા વાળી કોઈ વાત સામે આવી નથી. વોલન્ટીયર્સનું મોનીટરીંગ હજુ પણ શરૂ છે. શરૂઆતમાં આ વેક્સિનના ટ્રાયલ દરમિયાન વોલન્ટીયર્સને ઉલટી અને માથાનો દુઃખાવો થવાની ફરિયાદ થઈ હતી.

તો ઓક્સફર્ડ એસ્ટ્રોજેનેકાનો દાવો છે કે, તેની વેક્સિન કોવીશિલ્ડ 90% સુધી ઈફેક્ટીવ રહી શકે છે. આ વેક્સિન મોટા સ્તર પર થયેલા હ્યુમન ટ્રાયલ્સમાં 70% ઈફેક્ટીવ રહી છે. અમેરિકાની દવા કંપનીઓએ ફાઈઝર અને મોડર્નાએ પણ પોતાની વેક્સિનના 90% થી વધુ કારગર હોવાનો દાવો કર્યો હતો.ફાઈઝર અનુસાર, તેની વેક્સિનના એક ડોઝની કિંમત 19.50 ડોલર (1450 રૂપિયા) થશે. તેના સિવાય મોડર્નાની વેક્સિનની કિંમત 25 થી 37 (1850-2700 રૂપિયા) રહેશે. તેના બે ડોઝની કિંમત 39 ડોલર (2900 રૂપિયા) અને 50 થી 74 ડોલર (3700-5400 રૂપિયા) બેઠશે, જ્યારે કોવીશિલ્ડના એક ડોઝની કિંમત 500 રૂપિયા થશે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment