દરરોજ ખવાતી આ 5 વસ્તુઓ શરીર માટે છે ધીમા ઝેર સમાન, નહિ થશે કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું જોખમ. જાણો એ જીવલેણ વસ્તુ વિશે..

મિત્રો આજના સમયમાં સૌથી ખતરનાક જો કોઈ રોગ છે તો તે છે કેન્સર. જેનો ઈલાજ એમ કહીએ કે કોઈ નથી. અમુક વસ્તુઓનું સતત સેવન કરવું કેન્સરના જોખમને વધારી શકે છે. કેન્સર એ એક જીવલેણ બીમારી છે અને તે ખરાબ ખાનપાન ને કારણે પણ થઇ શકે છે. આ વસ્તુઓ જેવી કે તેલયુક્ત ખાદ્ય પદાર્થ, પ્રોસ્ડેડ ફૂડસ, ટ્રાન્સફેટ વગેરે જવાબદાર છે. આ વસ્તુઓના નિયમિત સેવનથી તમારા હૃદય, કીડની, લીવર પર અસર થાય છે, જેનાથી કેન્સર જેવી ગંભીર બીમારી થઇ શકે છે. 

કેન્સરનો ભય કંઈ રીત રહે છે ? : જો કે કેન્સરએ આખી દુનિયામાં મૃત્યુ માટે પ્રમુખ રૂપે જવાબદાર માનવામાં આવે છે. પણ તમે જીવનમાં થોડા ફેરફાર કરીને તેને રોકી શકો છો. જો કે શરીરમાં કેન્સર કોશિકાઓ અનેક કારણોને લીધે વધતી હોય છે. આવા કારણોમાં ધુમ્રપાન, શારીરિક ગતિવિધિની કમી, વજન વધારો, શરાબ અને યુવી કિરણોના સંપર્કમાં આવવાથી આ સમસ્યા વધી શકે છે. શોધમાં પણ જાણવા મળ્યું છે કે ખાનપાનની ખોટી રીતને કારણે પણ કેન્સરનું જોખમ વધી શકે છે.

કેન્સરથી બચવા માટે આ વસ્તુઓનું સેવન ન કરો : 1) પ્રોસેસ્ડ મીટ : જો કે માંસ, મુરઘી ઉછેર, માછલી અને ઈંડા દરેક વસ્તુઓ લાભકારી છે. પણ જો તેને બરાબર બનાવવામાં ન આવે અથવા તો ઓછી માત્રામાં ખાવામાં આવે તો જ લાભકારી છે. કોઈપણ પશુ આધારિત ઉત્પાદનોને લેવા તેને ધુમાડા કે મીઠાની સાથે સંરક્ષિત કરવામાં આવે તો અસ્વાસ્થ્યકર સાબિત થાય છે. જે તમારો વજન વધવાથી લઈને કેન્સર જેવા જોખમને વધારી શકે છે. 

માંસના પ્રસંસ્કરણથી એક યૌગિક ઉત્પન્ન થાય છે. જે કાર્સીનોજેન્સ હોઈ છે અને માણસને કોલોરેક્ટલ અને પેટના કેન્સરના વિકાસના જોખમમાં મૂકી શકે છે. પ્રોસેસ્ડ મીટ જેવા કે હોટ ડોગ, સલામી, સોસેજ કરતા ઘરે જ માંસ બનાવો.

2) તળેલા ખાદ્ય પદાર્થ : તળેલા ખાદ્ય પદાર્થનું વધુ પડતું સેવન શરીરમાં કેન્સરના જોખમને વધારી શકે છે. જયારે બટેટા કે માંસને ઉચ્ચ તાપમાન પર તળવામાં આવે તો એક્રીલામાઈડ નામનું યૌગિક બને છે. શોધમાં જાણવા મળ્યું છે કે આ તળેલા પદાર્થમાં કાર્સીનોજેન્સ ગુણ હોય છે અને તે DNA ને પણ નુકશાન કરી શકે છે.

આ સિવાય તળેલા ખાદ્ય પદાર્થ શરીરમાં ઓક્સીડેટીવ તનાવ અને સોજાને પણ વધારે છે જે કેન્સરના વિકાસ સાથે જોડાયેલ છે. આથી ખાદ્ય પદાર્થને તળવા કરતા અન્ય રીતે તેનું સેવન કરવું જોઈએ.

3) પરિષ્કૃત કરેલ વસ્તુઓ : રીફાઈન્ડ લોટ, તેલ, ખાંડ આ વસ્તુઓમાં કેન્સરની કોશિકાઓ વધારવાની ક્ષમતા રહેલ છે. શોધમાં જાણવા મળ્યું છે કે વધુ પડતી સંસાધિત ખાંડ અને કાર્બ્સ શરીરમાં ઓક્સીડેટીવ તનાવ અને સોજાને વધારે છે. જે વિભિન્ન પ્રકારના કેન્સરના જોખમને વધારે છે. 

આ વસ્તુઓના વધુ સેવનથી ડીમ્બગ્રંથી, બેસ્ટ, ગર્ભાશયનું કેન્સરનું જોખમ રહે છે. આથી પરિષ્કૃત ખાદ્ય પદાર્થનું સેવન સીમિત કરવું જોઈએ. ખાંડની જગ્યાએ ગોળ કે મધ લો, રીફાઈન્ડ ખાદ્યની જગ્યાએ સાબુત અનાજ લો, રીફાઈન્ડ તેલની જગ્યાએ સરસવનું તેલ અથવા ઘી લો.

4) શરાબ અને કાર્બોનેટેડ ડ્રીંકસ : આલ્કાહોલ અને કાર્બોનેટેડ પ્રવાહી બંનેમાં ખાંડ અને કેલેરી વધુ હોય છે. આથી આ બંનેમાંથી કોઈપણનું વધુ સેવન શરીરમાં મુક્ત કણોની સંખ્યામાં વધારો કરે છે. જે બદલામાં સોજાનું કારણ બને છે. શરાબ તમારી ઈમ્યુન સીસ્ટમ નબળી બનાવે છે. જેનાથી તમારા શરીર માટે કેન્સર અને કેન્સર કોશીકાઓની તપાસ કરવી અને તેને લક્ષિત કરવું ખુબ મુશ્કેલ છે. 

5) ડબ્બાબંધ અને પેક ખાદ્ય પદાર્થ : આજે બજારમાં ડબ્બાબંધ અને પેકિંગ વસ્તુઓનું સેવન ખુબ જ વધી ગયું છે. આવી પેકિંગ વસ્તુઓમાં પૌઆ, નુડલ્સ, ઉપમા, ઈડલી, પાસ્તા વગેરે છે. આવી પેકિંગ વસ્તુઓ કેન્સરના જોખમને વધારી શકે છે. 

આ સિવાય મોટાભાગના રેડી-ટુ-કુક પેકમાં બીસ્ફેનોલ એ (બીપીએ) નામનું કેમિકલ હોય છે. ભોજન સાથે મિક્સ થતા તે યૌગિક હાર્મોનલ અસંતુલન, ડીએનએ માં પરિવર્તન, કેન્સરનું કારણ બની શકે છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment