આ દેશની સરકારે મૌતના મશીનને આપી દીધી મંજુરી… ફક્ત 1 જ મિનીટમાં કોઈ પણ દુઃખ દર્દ વગર મળી જશે મૌત…

મિત્રો આપણે બધા જાણીએ જ છીએ કે આજકાલ લોકો ખુબ જ આત્મહત્યા કરી રહ્યા છે. તો એક વિજ્ઞાનિક દ્વારા એવા મશીનની શોધ કરવામાં આવી છે જેના વિશે જાણીને તમારા હોંશ ઉડી જશે. એ મશીનની શોધ સ્વીત્ઝરલૅન્ડમાં થઈ છે, પરંતુ હેરાન કરે એવી વાત તો એ છે કે, ત્યાંની સરકારે પણ આ ખતરનાક મશીનની મંજુરી આપી દીધી છે.

સ્વીત્ઝરલૅન્ડ સરકારે સુસાઇડ મશીનનો ઉપયોગ કરવાની કાનૂની મજુરી આપી દીધી છે. આ મશીન બનાવનારી કંપનીનો એવો દાવો છે કે, કોઈ પણ વ્યક્તિનું 1 મિનીટની અંદર કોઈ પણ દર્દ વગર જ અવસાન થઈ શકે છે. આ મશીન શબપેટી જેવા આકારમાં બનેલું છે. આ મશીન દ્વારા ઓક્સિજન લેવલ ખુબ જ ઓછું કરી દેવામાં આવે છે જેના કારણે ફક્ત 1 જ મિનીટમાં અંદર મૃત્યુ થઈ જાય છે.

એગ્ઝીટ ઇન્ટરનેશનલ નામની સંસ્થાના ડાયરેક્ટર ડૉ. ફિલિપ નિટ્સ્કે એ આ મૌતની મશીન બનાવી છે. જેને ડૉ. ડેથ પણ કહેવામાં આવી રહ્યું છે.

સ્વીત્ઝરલૅન્ડમાં ઈચ્છામૃત્યુને કાનૂની માન્યતા મળેલી છે. એગ્ઝીટ ઈન્ટરનેશનલનો દાવો છે કે છેલ્લા વર્ષમાં સ્વીત્ઝરલૅન્ડમાં 1,300 લોકોને બીજાની મદદથી આત્મહત્યા કરી હતી.

એવું કહેવામાં આવે છે કે, આ મશીનને એવા લોકો માટે બનાવવામાં આવ્યું છે કે, જે બીમારીના કારણે હલનચલન પણ ન કરી શકતા હોય. બ્રિટીશ વેબસાઈટ ઈન્ડીપેન્ડન્ટના રિપોર્ટ અનુસાર, આ મશીનને અંદરથી પણ ઓપરેટ કરી શકાય છે. બીમાર વ્યક્તિ મશીનની અંદર પાંપણો ઝપકાવીને આ મશીનને ચલાવી શકે છે. આ મશીનમાં બાયોડિગ્રેડેબલ કેપ્સુલ લાગેલી હોય છે જેને શબપેટીની જેમ ઉપયોગમાં લઈ શકાય છે.

આ મશીનના સારકો(sarco) નામ આપવામાં આવ્યું છે અને અત્યારે તેનું ફોટો ટાઈપ જારી કર્યું છે. ડૉ. નિટ્સ્કેએ જણાવ્યું કે, જો બધું બરોબર રહેશે તો આવતા વર્ષ સુધીમાં આ મશીન અવેલેબલ થઈ જશે. આ અત્યાર સુધીનો સૌથી મોંઘો પ્રોજેક્ટ છે, પરંતુ અમે તેનાથી ખુબ જ નજીક છીએ.

જો કે આવું મશીન બનાવવા પર ડૉ. નિટ્સ્કેની આલોચના પણ થઈ રહી છે. ઈન્ડીપેન્ડન્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે, અમુક લોકોએ મશીનનો ઉપયોગ કરવાની રીત પર સવાલો કર્યા છે. લોકોનું કહેવું છે કે, આ ખતરનાક ગેસ બેન્ચર છે. અમુલ લોકોનું એવું પણ કહેવું છે કે, મશીન લોકોને ખુદખુશી માટે ઉકસાવશે.

હાલ તો બે મશીનના પ્રોટોટાઈપ તૈયાર છે. ત્ર્જા મશીનનું પ્રોડક્શન પણ કરવામાં આવી રહ્યું છે અને આવતા વર્ષ સુધીમાં એ પણ તૈયાર થશે એવી સંભાવના છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment