ભારતમાં ઓફિસોમાં કામ કરતા 63% લોકો મોટાપણાથી છે પરેશાન… જાણો ક્યાં શહેરમાં વધારે

આજકાલ આપણે જોઈએ છીએ કે ઘણા લોકો પોતાના મોટાપણાથી પરેશાન થઇ ગયા છે. જે ભવિષ્યમાં ઉંમરની સાથે આપણને ઘણી બીમારીઓ પણ આપી શકે છે. તો આજે અમે તમને આ લેખમાં ભારતના એવા શહેરો વિશે જણાવશું જ્યાં નોકરી ઓફિસોમાં નોકરી કરતા 63% લોકો આ સમસ્યાથી પરેશાન છે. તો આજે આ લેખમાં એ શહેરો વિશે અમે તમને જણાવશું. માટે આ લેખ અવશ્ય વાંચો અને જાણો શા માટે આવું બની રહ્યું છે.

મિત્રો હેલ્થ અને ફિટનેસ એપ હેલ્દીફાઈમી દ્વારા કોર્પોરેટ ઇન્ડિયાના ફિટનેસ લેવલ પણ એક રીપોર્ટ જારી કરવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળ્યું કે 63 % કાર્યકારી (એક્ઝિક્યુટિવ) 23 કરતા વધારે બોડી માસ ઇન્ડેક્સની સાથે વધારે વજન વાળા છે. ગત વર્ષના રીપોર્ટ અનુસાર 12 મહિનાન સમયગાળામાં 20 કરતા વધારે કંપનીમાં લગભગ 60,000 કામકાજ કરતા કર્મચારીઓના સક્રિયતાનું સ્તર અને તેના ખાન-પાનની સમીક્ષા કરવામાં આવી. આ રીચર્સમાં દિલ્લી, મુંબઈ, બેંગલુરુ, ચેન્નઈ, હૈદરાબાદ, કોલકાતા જેવા મહાનગરોની સાથે ઝાગડીયા, ખંડાલા અને વાપી જેવા દૂરસ્થ સ્થાનોમાં કારખાનામાં કામ કરતા કર્મચારી, સેલ્સ પ્રોફેશનલ, આઈટી પ્રોફેશનલ, બેંકર અને અન્ય પણ કર્મચારીનો સમાવેશ થાય છે. નિરીક્ષણ કરવામાં આવેલ પેશેવરોની ઉંમર 21 વર્ષથી લઈને 60 વર્ષ સુધીની હતી. પરંતુ જો આખો દિવસ જો કોઈ  સૌથી વધારે પગને ચલાવતું હોય તો એ છે ગુડ્સ વાળા. તેના દ્વારા ઉઠાવવામાં આવેલ કદમોની સંખ્યા રોજની લગભગ 5988 રહે છે.

પરંતુ સૌથી વધારે એક્ટિવ ફાઈનાન્શિયલ સેક્ટરના કર્મચારીઓ રહે છે. જેની પ્રતિદિવસની ચાલવાની સંખ્યા લગભગ 4969 પગલા છે. જ્યારે રીટેલ, મેન્યુફેક્ચરિંગ, માર્કેટિંગ અને આઈટી જેવા અન્ય સેક્ટરમાં સંખ્યા 5000 કરતા વધારે રહી છે.

આંકડા અનુસાર, પુરુષ અને મહિલાઓ, બંને માટે દોડવું સૌથી વધારે પસંદ કરવામાં આવતી એક્ટિવિટી છે. કામકાજ કરતા પુરુષોમાં બીજી ફેમસ એક્ટિવિટીમાં સાયકલિંગ, જીમ વર્ક આઉટ અને સ્વિમિંગ છે. જ્યારે મહિલાઓ વધારે ઇન્ડોર એક્ટિવિટી પસંદ કરે છે. જેમાં યોગ અને ઘરેલું વર્ક આઉટનો સમાવેશ થાય છે. પરંતુ જે લોકો ઓફિસમાં બેઠા બેઠા કામ કરે છે તે લોકોમાં મોટાપણાની સમસ્યાથી ખુબ જ પીડાય છે. પરંતુ આજના સમયમાં ઘણા લોકો આ સમસ્યાથી પીડાય છે, પરંતુ તેમ છતાં લોકો ઘણા જાગૃત થયા છે અને લોકો જીમ અને કસરત કરવા લાગ્યા છે. પરંતુ તેમ છતાં લોકોએ હજુ જાગૃત થવું જોઈએ. ભારતમાં મોટાભાગે સ્માર્ટ શહેરોમાં લોકો આખો દિવસ માનસિક પ્રેશર લઈને કંટાળી જતા હોય છે. જેના કારણે તેવો બધી જ પ્રકારના અન્ય વર્કઆઉટથી દુર રહે છે. અને અંતે મોટાપાનો સામનો કરવો પડે છે.

Leave a Comment