મિત્રો દૂધ, કેળા અને મધ એ પૌષ્ટિક આહાર માનવામાં આવે છે. તેના સેવનથી શરીરને અનેક ફાયદાઓ થાય છે. એમાં રહેલ પોષક તત્વો શરીરનું સ્વાસ્થ્ય જાળવી રાખે છે. આજે અમે તમને દૂધ, કેળા અને મધના સેવનના ફાયદાઓ વિશે જણાવીશું.
સ્વસ્થ ખાણી પીણી અને જીવનશૈલીની મદદથી શરીરને સ્વસ્થ રાખવાની સાથે સાથે શરીરની કેટલીક ગંભીર બીમારીઓ પણ દૂર કરી શકાય છે. દૂધને શરીર માટે ખૂબ જ ફાયદાકારક પદાર્થ ગણવામાં આવે છે. તેના સેવનથી તમારા શરીરમાં ઘણા મહત્વપૂર્ણ પોષકતત્વો મળી રહે છે. દૂધમાં વિટામિન, કેલ્શિયમ અને પ્રોટીન જેવા જરૂરી તત્વો જોવા મળે છે. ઘણા લોકોનો એવો પ્રશ્ન છે કે, શું દૂધની સાથે કેળા અને મધને ખાઈ શકાય છે ? જો હા, તો તેનાથી શું ફાયદાઓ થાય છે.
વાસ્તવમાં દૂધ, કેળા અને મધના અનેક ફાયદાઓ છે અને તેનું એક સાથે સેવન શરીર માટે ખૂબ જ લાભદાયી બની રહે છે. દૂધ, કેળા અને મધનું એક સાથે સેવન શરીરને ઘણા પ્રકારની ગંભીર બીમારીઓથી પણ દૂર રાખે છે. મધમાં એંટીઓક્સિડેંટ, એન્ટિ ફંગલ અને એન્ટિ બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે જે શરીરની ઘણી સમસ્યાઓમાં લાભદાયી છે. આવો જાણીએ દૂધ, કેળા અને મધના ફાયદાઓ અને તેના સેવનની રીત.
દૂધ, કેળા અને મધ ખાવાથી શું થાય છે ? : દૂધ, કેળા અને મધનું સેવન શરીર માટે ઘણી રીતે ફાયદાકારક છે. કેળામાં સ્વાસ્થ્ય માટે જરૂરી વિટામિન બી-6, વિટામિન બી-5 અને વિટામિન બી-3 ની સાથે ફાઈબર અને કેલ્શિયમ જોવા મળે છે. પાચનતંત્ર માટે કેળાનું સેવન ખુબ જ ઉપયોગી ગણવામાં આવે છે. કેળાનું સેવન શરીરમાં પાચનતંત્રથી જોડાયેલી ઘણી સમસ્યાઓ દૂર કરવાનું કામ કરે છે. દૂધ, કેળા અને મધનો દુબળા, પાતળા અને કમજોર લોકો માટે ખુબ જ ફાયદો થઈ શકે છે. દૂધ, કેળા અને મધનું એક સાથે સેવન વજન વધારવા માટે ખુબ જ ફાયદાકારક હોય છે. તેના એક સાથે સેવનથી થતાં પ્રમુખ ફાયદાઓ નીચે મુજબના છે.
1 ) દૂધ, કેળા અને મધને એક સાથે ખાવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તેનું સેવન શરીરની ઇમ્યુનિટી બુસ્ટ કરવાનું કામ કરે છે. કેળામાં પ્રચુર માત્રામાં વિટામિન સી જોવા મળે છે અને મધમાં શરીર માટે ફાયદાકારક એંટીઓક્સિડેંટ અને એન્ટિ ફંગલ ગુણ જોવા મળે છે. આ સિવાય દૂધ ઘણા લાભદાયી પોષકતત્વો સાથે મળીને શરીરની ઇમ્યુનિટી વધારવા માટે એક સારું એવું કોમ્બીનેશન છે.
2 ) કેળા, દૂધ અને મધના એક સાથે સેવનથી શરીરની સ્કીન માટે ખુબ જ ફાયદો થઈ શકે છે. તમે આ ત્રણેય વસ્તુઓને સ્મૂદી બનાવીને કે અન્ય રીતે પણ તેનું સેવન કરી શકો છો. કેળા, દૂધ અને મધમાં રહેલા પોષકતત્વો એન્ટિ એજિંગ માટે ખુબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. તેનું સેવન ચહેરાની કરચલીઓ દૂર કરવાનું કામ કરે છે અને સ્કિનને કોમળ અને લચીલી બનાવવાનું કામ કરે છે.
3 ) પાચનતંત્ર માટે કેળા, દૂધ અને મધનું એક સાથે સેવન ખુબ જ ફાયદાકારક હોય છે. કેળામાં પર્યાપ્ત માત્રામાં ફાઈબર જોવા મળે છે. જે પાચનથી જોડાયેલી સમસ્યાઓમાં ફાયદાકારક હોય છે કબજિયાતની સમસ્યા અને પેટથી જોડાયેલી ઘણી બીજી સમસ્યાઓમાં કેળા, દૂધ અને મધનું સેવન ખુબ જ ફાયદાકારક હોય છે.
4 ) ગરમ દૂધમાં મધ અને કેળા મિક્સ કરીને સેવન કરવાથી તણાવ અને એંગ્ઝાયટી જેવી માનસિક સમસ્યાઓમાં ફાયદો મળે છે. તાંત્રિકા તંત્રને અને તાંત્રિકા કેશિકાઓ માટે પણ તેનું સેવન ખુબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. તમે ગરમ દૂધમાં મધ મિક્સ કરીને રોજ તેનું સેવન કરી શકો છો. શિયાળામાં મધ અને ગરમ દૂધનું સેવન ખુબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. તમે મધ અને દૂધની સાથે કેળું પણ મિક્સ કરીને સેવન કરી શકો છો.
5 ) દૂધ, કેળા અને મધનું એક સાથે સેવન કરવાથી તમારા શરીરના કોલેસ્ટ્રોલ લેવલને પણ સંતુલિત રહેવામાં ફાયદો મળે છે. દૂધમાં રહેલ હેલ્થી ફેટ અને કેળામાં રહેલ તત્વ શરીરમાં કોલેસ્ટ્રોલને સંતુલિત રાખવાનું કામ કરે છે અને હ્રદયથી જોડાયેલી સમસ્યાઓમાં પણ લાભદાયી રહે છે. તેની સાથે જ મધ, દૂધ અને કેળાનું સેવન શરીરને ઘણા પ્રકારની ઇન્ફેક્શનની સમસ્યાથી બચાવવાનું પણ કામ કરે છે.
કેવી રીતે કરવું કેળા, દૂધ અને મધનું સેવન ? : તમે કેળા અને દૂધ અથવા કેળા અને મધનું એક સાથે સેવન તો કરતાં જ હશો. પરંતુ કેળા, દૂધ અને મધનું પણ એક સાથે સેવન થઈ શકે છે. કેળા, દૂધ અને મધનું એક સાથે સેવન કરવા માટે તમે 1 થી 2 કેળા અને 1 ગ્લાસ દૂધ સાથે 1 ચમચી મધ મિક્સ કરીને તેનું શેક બનાવી શકો છો. આ સિવાય ગરમ દૂધમાં 1 ચમચી મધ મિક્સ કરીને તેમાં કેળાને ક્રશ કરીને પણ તેનું સેવન કરી શકાય છે.
દૂધ, કેળા અને મધનું સેવન કરતી વખતે રાખવાની સાવધાની : દૂધ, કેળા અને મધનું સેવન શરીર માટે ફાયદાકારક ગણવામાં આવે છે. તેના સેવનથી શરીરને ઘણા સ્વાસ્થયના લાભ મળી શકે છે. દૂધ, કેળા અને મધનું એક સાથે સેવન શરીર માટે નુકસાનદાયી હોતું નથી અને ન તો તેના કોઈ સાઈડ ઇફેક્ટ્સ થાય છે. પરંતુ તેનું સેવન કરતી વખતે એ ધ્યાન રાખવું જોઈએ કે તેના સેવનથી જો તમને કોઈ એલર્જી થાય તો એક વખત એક્સપર્ટની સલાહ જરૂરથી લેવી જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી