બાઈક પર 25 દેશોની સફરે નીકળી છે સુરતની આ જાંબાજ મહિલાઓ… જાણો આ પાછળનું સૌથી મોટું કારણ.

બાઈક પર 25 દેશોની સફરે નીકળી છે સુરતની આ જાંબાજ મહિલાઓ… જાણો આ પાછળનું સૌથી મોટું કારણ.

મિત્રો આજે દેશ અને દુનિયામાં મહિલાઓ સશક્ત બની રહી છે. ચાર દીવાલો વચ્ચે કેદ થતી નારીઓ આજે ગગન ચુંબી સપનાઓ સાથે આગળ વધી રહી છે. પહેલેથી જ આપણો દેશ પુરુષ પ્રધાન રહ્યો છે. એવા પુરુષ પ્રધાન દેશમાં નારીઓ પણ પોતાનું હુનર દેખાડીને હવે પોતાની આગવી ઓળખ બનાવે છે. આજે મહિલાઓ પણ પુરુષ સમાન પ્રગતી કરી છે. એવામાં આજે અમે સુરતની એવી મહિલાઓ વિશે જણાવીશું કે જેને મહિલા સશક્તીકારણનું એક આગવું અને અનોખું ઉદાહરણ ગણાવી શકાય.સુરતની મહિલાઓની એક ટીમ કરવા જઈ રહી છે એક એવું કાર્ય કે જેનાથી માત્ર ગુજરાત કે ભારતની જ નહિ પરંતુ વિશ્વની મહિલાઓને તે પોતાની ખૂબીઓથી વાકેફ કરાવશે અને જણાવશે કે સ્ત્રીઓ પણ ધારે તે મુકામ સુધી પહોંચી શકે છે. મિત્રો અમે વાત કરી રહ્યા છીએ સુરતની બાઈકિંગ ક્વીનની. જે બાઈક ચાવાલીને સફર કરે છે અને લોકો સુધી પોતાના સકારાત્મક અને જોશીલા સંદેશાઓ પહોંચાડે છે.પરંતુ આ વખતે તેમની સફર એક ઈતિહાસ રચવા જઈ રહી છે. કારણ કે આ વખતે સુરતની બાઈકિંગ ક્વીન્સ બાઈક પર સવાર થઈને કરશે 25 દેશોની સફર. મિત્રો આપણે થોડે દુર જવું હોય તો બસ કે ટ્રેનમાં જતા હોઈએ અને જો ભારતની બહાર જવું હોય તો આપણે ફ્લાઈટનો સહારો લેવો પડતો હોય છે. પરંતુ આ મહિલાઓ બાય રોડ બાઈક પર સવાર થઈને કરશે વિશ્વના 25 અલગ અલગ દેશોની મુલાકાત.તમને જણાવી દઈએ કે આ 25 દેશમાં તેઓ વિશ્વના ત્રણ ખંડ આવરી લેશે. તેઓ એશિયા, યુરોપ અને આફ્રિકાના શહેરોમાંથી પસાર થઈને પોતાની બાઈક યાત્રા કરશે. આ બાઈક યાત્રાના પ્રવાસની શરૂઆત વારાણસીથી થશે. ત્યાર બાદ તેઓ વિશ્વના 25 અલગ અલગ શહેરોની મુલાકાત લેશે. તે શહેરોની અલગ અલગ કોમ્યુનીટી, એન.જી.ઓ અને રાઈડીંગ કમિટીને મળશે અને છેલ્લુ સ્ટોપ તેમનું લંડનમાં રહેશે.

અ મિત્રો સુરતની બાઈકિંગ ક્વીનો આ યાત્રાની તૈયારી છેલ્લા એક વર્ષથી કરી રહી છે. કારણ કે તેઓ આ સવારી બાઈક પર રોડ મારફતે કરવાના છે. એટલે કે GJ 5 ને છેક લંડન સુધી લઇ જવાના છે. માટે તેમની તૈયારીઓ પર 10 ગણી થઇ જાય. તેઓને દુનિયાના અલગ અલગ દેશોના વાતાવરણ અને ખોરાક વચ્ચે કંઈ રીતે સર્વાઈવ કરવું તેની પૂરી પ્લાનિંગ સાથે નીકળવું પડે એટલા માટે તે લોકોએ તે બધી જ બાબતોને ધ્યાનમાં રાખતા પુરેપુરી તૈયારી કરી લીધેલી છે.આ યાત્રાનો સમયગાળો ત્રણ મહિનાનો રહેશે. મિત્રો તેઓએ રોજે 600 km જેટલી બાઈકની સફર ખેડવી પડશે તો ક્યારેક 1000 km પણ.  

તમને જણાવી દઈએ કે આ બાઈક ક્વીન્સ બાઈક પર એટલે જઈ રહી છે કે બાઈક પુરુષનું ડોમિનેટેડ વાહન છે. તેથી તેઓએ આ બાઈકને પોતાનું વાહન બનાવ્યું છે અને આ યાત્રા પાછળ તેમનો સંદેશો મહિલા સશક્તિકરણનો છે. સુરતની બાઈકિંગ ક્વીન્સનું કહેવું છે કે ભારતમાં જ વુમન એમ્પાવરમેન્ટની જરૂર છે. અન્ય દેશોમાં પણ હજુ મહિલાઓનું શોષણ થાય છે. તેથી તેઓ જો તેને આ રીતે બાઈક પર વુમન એમ્પાવરમેન્ટનો સંદેશો ફેલાવતા જોશે તો તેમના પણ વિચારો બદલાશે અને નવી ક્રાંતિ આવશે.આ રીતે સુરતની બાઈકિંગ ક્વીન્સ બાઈકની મદદથી માત્ર ભારત જ નહિ, પરંતુ વિશ્વના અલગ અલગ 25 દેશોની મુલાકાત લેશે અને વુમન એમ્પાવરમેન્ટનો સકારાત્મક સંદેશો પહોંચાડશે.

Leave a Comment