બોલીવુડના આ સિતારાઓ પહેલી વાર બન્યા સાંસદ…. જાણો કોણ છે એ હિરોઈન અને હીરો, નામ જાણી ચોકી જશો.

બોલીવુડના આ સિતારાઓ પહેલી વાર બન્યા સાંસદ…. જાણો કોણ છે એ હિરોઈન અને હીરો, નામ જાણી ચોકી જશો.

આપણે બધા જ જાણીને છીએ કે લોકસભા ચુંટણી 2019 માં ભાજપને પ્રચંડ જીત મળી છે. એક બાજુ ભાજપ પોતાની જીતની ખુશી મનાવી રહી છે તો બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી તેની હારના ચિંતનમાં ડૂબેલી છે. આ વખતે પણ લોકસભાની ચૂંટણીમાં ઘણા સેલીબ્રીટીઓ પણ ઉભા રહ્યા હતા. તેમાંથી ઘણા સેલેબ્રિટીઓ તો પહેલી વાર રાજનીતિમાં આવ્યા છે. તો અમુક પહેલેથી જ રાજનીતિમાં કાર્યરત છે. આજે અમે તમને એવા પાંચ ફિલ્મી સિતારાઓ વિશે જણાવશું જે ચૂંટણીમાં ઉભા તો રહ્યા પરંતુ સાથે સાથે ચુંટણી જીત્યા અને સાંસદ પણ બની ગયા.

સ્મૃતિ ઈરાની. સ્મૃતિ ઈરાની પહેલા સીરીયલોમાં કામ કરતા હતા અને એક મોડેલ પણ રહી ચુક્યા છે. પરંતુ તેણે પણ રાજનીતિમાં આવવાનો નિર્ણય લીધો અને તે નિર્ણય તેના માટે સફળતા પણ લાવ્યો. સ્મૃતિ ઈરાનીએ વર્ષ 2014 માં અમેઠીમાં ચૂંટણી લડી હતી, પરંતુ ત્યારે ત્યાંથી સ્મૃતિ ઈરાની હારી ગયા હતા. તમને જણાવી દઈએ કે તે રાજ્યસભાના સભ્ય પણ હતા, એટલું જ નહિ તે કેન્દ્ર સરકારમાં મંત્રી પણ છે. પરંતુ સ્મૃતિ ઈરાનીએ વર્ષ 2019 માં પણ ફરીથી અમેઠી બેઠક પર ચૂંટણી લડી હતી અને આ ચૂંટણીમાં તેણે રાહુલ ગાંધીને હરાવીને જીત મેળવી હતી. સ્મૃતિ ઈરાની પહેલી વાર લોકસભાની ચૂંટણી જીતી છે અને સંસદ બની છે.

બોલીવુડ અભિનેતા સની દેઓલને અત્યાર સુધી તમે ફિલ્મમાં લડતા જોયા હતા. પરંતુ આ વખતની લોકસભાની ચૂંટણીમાં પણ તેઓ લડવા આવ્યા હતા. તમને જણાવી દઈએ કે આ વર્ષે યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં ભાજપની ટીકીટ પર ગુરદાસપૂરથી ચૂંટણી લડ્યા હતા. સની દેઓલના ચૂંટણીના પ્રચારમાં તેમના નાના ભાઈ બોબી અને પિતા ધર્મેન્દ્ર પણ નજર આવ્યા હતા. આ સીટ પર સની દેઓલની લડાઈ પંજાબના કોંગ્રેસ અધ્યક્ષ અને ગુરુદાસપુરના સાંસદ સુનીલ જાખડ સાથે હતી. જેમાં સની દેઓલ જીત્યા અને પહેલી વાર સાંસદ બન્યા.

આ વખતે ભાજપે ભોજપુરી અને બોલીવુડ અભિનેતા રવિ કિશનને પણ ચુનાવી લડતમાં ઉતાર્યા હતા. લગભગ ત્રણ દશકથી ભાજપનું નેતૃત્વ ધરાવનાર ગોરખપુરના ઉપચુનાવમાં સપાના નેતા પ્રવીણ નિષાદે ભાજપની સીટ છીનવી લીધી હતી. પરંતુ આ વખતે લોકસભાની ચૂંટણીમાં રવિ કિશન જીત્યા અને આ સીટ મેળવીને સાંસદ બન્યા અને ફરી પાછી એ સીટ પણ ભાજપના હાથમાં આવી ગઈ.

ત્યાર બાદ બંગાળી સીનેમાંની મશહુર અભિનેત્રી નુસરત જહાં લોકસભા સીટથી તૃણમૂલ કોંગ્રેસની ટીકીટ પર ચૂંટણી લડી હતી. તમને જણાવી દઈએ કે આ ચૂંટણીમાં ઉતરવા માટે તેણે ઘણા વિરોધોનો સામનો કરવો પડ્યો હતો. તે વિરોધો ઉપરાંત પણ નુસરતે જીત મેળવી અને સાંસદ બની ગઈ.

આ ઉપરાંત અભિનેતા મનોજ તિવારી પણ લોકસભાની ચૂંટણીમાં ઉભા રહ્યા હતા. તેઓ ઉત્તર પૂર્વી દિલ્લીમાં ચૂંટણીમાં ઉભા રહ્યા હતા. તેમની સામે ચૂંટણીમાં દિલ્લીની પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલ શીલા દીક્ષિત ઉભા હતા. પરંતુ મનોજ તિવારીએ શીલા દીક્ષિતને હરાવ્યા અને જીત મેળવી છે. તમને જણાવી દઈએ કે મનોજ તિવારી ભાજપની ટીકીટ પર ચૂંટણીમાં ઉભા રહ્યા હતા અને શીલા દીક્ષિત કોંગ્રેસની સીટ પર.

આ સિતારાઓને અત્યાર સુધી તમે ફિલ્મો વગેરેમાં જોયા હશે. પરંતુ હવે તે લોકો લોકસભાની ચૂંટણીમાં જીતી સાંસદ બન્યા અને રાજનીતિમાં પોતાનું નસીબ અજમાવા જઈ રહ્યા છે. તો મિત્રો આમાંથી તમારા ફેવરીટ કોઈ પાત્ર હોય તો કોમેન્ટ કરો અને જણાવો જરૂર.

આવા જ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment