અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
💁 જે લોકો રાત્રે ભોજન મોડું લે છે તેને થઇ શકે છે ખુબ જ નુકશાન…. ખાસ વાંચો આ સમસ્યાને…. 💁
🍝 મિત્રો તમે ક્યારેક તો સાંભળ્યું જ હશે કે રાત્રિનું ભોજન 8 વાગ્યા પહેલા લઇ લેવું જોઈએ. પરંતુ તેનું પાલન કોઈ જ કરતુ નથી. કારણ કે લગભગ લોકોની જીવનશૈલી એવી હોય છે કે જેમાં તેઓ રાત્રે 9 વાગ્યે અથવા ત્યારબાદ રાત્રિનું ભોજન લેતા હોય છે અને તે પણ પેટ ભરીને જમતા હોય છે. જેના કારણે અપચા, ગેસ, ચરબી વધી જવી, પેટ ફુલાઈ જવું વગેરે જેવી સમસ્યાઓ થતી હોય છે.
🍝 આયુર્વેદમાં કહેવાયું છે કે સૂર્યાસ્ત થતા પહેલા રાત્રિનું ભોજન લઇ લેવું જોઈએ. કારણ કે સૂર્યની અગ્નિમાં જ પેટની અગ્નિ સળગે છે અને શરીરના દરેક ફંકશન બરાબર કામ કરતા હોય છે. જેના કારણે ત્યારે જમવામાં આવતી વસ્તુઓ પચી જાય છે. જ્યારે સૂર્યાસ્ત બાદ ફૂલોની કળીઓ સંકોચાઈ જાય છે તેવી જ રીતે આપણા શરીરની ચેનલ પણ મંદ પડી જાય છે અને ત્યારે જો વધારે ભોજન કરવામાં આવે તો એ પચતું નથી. પરંતુ પેટમાં સડી જાય છે જે અનેક નવા રોગોનું કારણ બની શકે છે.
🍝 પરંતુ મિત્રો લોકો પોતાની નોકરી તેમજ ટ્રાવેલિંગ અને ધંધાના કારણે રાત્રે મોડું જમતા હોય છે. તેમની કોઈને કોઈ મજબૂરી રહેતી હોય છે. જેના કારણે તેમને રાત્રે જમવાનું મોડું થઇ જતું હોય છે. તો મિત્રો આજે અમે તમને જણાવશું કે રાત્રે મોડું જમવું શક્ય છે. પરંતુ તેના માટે અમુક નિયમોનું પાલન પણ કરવું જોઈએ. જો તમે તે નિયમોનું પાલન કરશો તો તમને ક્યારેય સમસ્યાઓ નહિ થાય અને ખોરાક પણ બરાબર પચી જશે. તો ચાલો જાણીએ તે નિયમો ક્યાં ક્યાં છે.
🍲 મિત્રો રાત્રે જો તમારો જમવાનો સમય મોડો હોય તો જમતા પહેલા એક ટુકડો આદુ અને થોડું સિંધાલુ મીઠું બંને મોંમાં રાખીને ચાવી ચાવીને ખાવા તેનાથી પાચાક રસ વધારે બનશે તેનાથી ખાધેલું ઝડપથી પચી જશે.
🍲 ત્યારબાદ તમારે ભૂખ લાગી હોય તેનાથી 75 % જ જમવું જોઈએ. 25 % પેટ ખાલી રાખવું અને 75 % માંથી પણ 50 % સોલીડ એટલે કે ભાત રોટલી વગેરે અને બાકીના 25% પ્રવાહી એટલે કે દાળ, છાસ, જ્યુસ તેમજ ગરમ પાણી લેવું. ત્યારબાદ વધારે કંઈ લેવું નહિ પ્રવાહી પણ નહિ.
🍲 જમ્યા બાદ તુરંત સુઈ જવું જોઈએ નહિ. જમ્યાના દોઢ કલાક બાદ સુવું જોઈએ અને જમ્યા બાદ એવું કંઈક ખાવું જે તમારું જમવાનું પચાવવામાં મદદરૂપ સાબિત થાય જેમ કે સાદું પાન.
🍲 આ ઉપરાંત જ્યારે તમે કોઈ વસ્તુ બનાવો જેમ કે ચોખા દાળ વગેરે તો તેને થોડી વાર તવા પર શેકીને પછી બનાવવા. તેનાથી તે પચવામાં હળવું થઇ જશે. તેમાં એક પાયરોડેકસાઈડ નામનું પદાર્થ હોય છે જે જમવાનું પચાવવામાં મદદ કરે છે.
🍲 આયુર્વેદમાં એવું પણ કહેલું છે કે સવારે ત્યારે જ નાસ્તો કરવો જોઈએ જ્યારે ભૂખ લાગે. પરંતુ આજના સમયમાં લોકો સાંજે મોડા સુતા હોય છે અને કામના કારણે સવારે વહેલા ઉઠતા હોય છે. જેના કારણે બરાબર ભૂખ ન લાગે તેવું બની શકે. તો તેના માટે પણ એક ઉપાય છે. હરડેનો પાવડર, સૂંઠનો પાવડર અને સિંધાલુણ મીઠું. ત્રણેયની એક એક ચપટી લઇ મિક્સ કરી તેને ખાઈ જવી અને ઉપરથી એક ગ્લાસ સાદું માટલાનું પાણી પી જવું. તેનાથી પેટની અગ્નિ સળગે છે અને ભૂખ લાગે છે અને ખાધેલું પચી જાય છે.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી