કારમાં CNG કીટ હોય તો ભૂલ્યા વગર કરાવી લેજો આ બે કામ, નહિતર નહિ મળે કારની વોરંટીઓ લાભ… અને આવશે મોટો ખર્ચો…

મિત્રો પેટ્રોલ ડીઝલના વધતા ભાવને જોતા દેશમાં સીએનજી કારોની માંગ વધી રહી છે મોટાભાગના લોકો 10 લાખ રૂપિયાના સેગમેન્ટમાં CNG કાર ખરીદી રહ્યા છે, એટલું જ નહીં, મારુતિ અને ટોયોટા જેવી કંપનીઓ તેમની કોમ્પેક્ટ એસયુવી જેમ કે ગ્રાન્ડ વિટારા, બ્રીઝા અને હાઈરાઈડર પણ સીએનજી વિકલ્પ સાથે વેચી રહી છે. સીએનજી નો સૌથી મોટો ફાયદો એ છે કે વર્તમાનમાં પેટ્રોલ ડીઝલની તુલના એ સસ્તી છે અને માઇલેજ પણ વધારે મળી જાય છે. 

 CNG ફ્યુલના આજ ફાયદાને જોતા લોકો પોતાની કારોમાં બહારથી સીએનજી લગાવી રહ્યા છે. તેનાથી કારની માઇલેજ 50% સુધી વધી જાય.છે જોકે કેટલાક લોકો બજારમાંથી CNG કીટ લગાવ્યા બાદ મોટી ભૂલ કરી દે છે. જેમ કે તેઓ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ અને ઇન્સ્યોરન્સ પોલિસીમાં CNG કીટને નથી ચઢાવતા. આમ કરવું ખોટું તો છે જ સાથે જ એક્સિડન્ટ થવાની સ્થિતિમાં મુશ્કેલી વધારે વધી શકે છે. કંપની ક્લેમ આપવાની ના પાડી દે છે. તેથી જરૂરી છે કે કીટ લગાવ્યા બાદ આરસી અને વીમા પોલિસીમાં CNG કીટને જરૂર ચઢાવો. જો તમે બહારથી CNG કીટ લગાવો છો તો ત્રણ સ્થિતિઓ બની શકે છે.1) પહેલી સ્થિતિ:- જો સીએનજી કીટની જાણકારી રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ પર નોંધાવી છે,પરંતુ ઇન્સ્યોરન્સ પોલિસીમાં તેનો ઉલ્લેખ નથી. આ પ્રકારની સ્થિતિમાં એક્સિડન્ટ થવા પર જ્યારે તમે દાવો દાખલ કરશો તો ઇન્સ્યોરન્સ કંપનીઓ તમને ક્લેમ આપશે પરંતુ કંપની તમને પૂરો કલેમ નહીં આપે. ક્લેમ સેટલ્ડ અને નોન સ્ટાન્ડર્ડ બેઝ પર હશે. કંપની લગભગ ક્લેમની ટોટલ રકમમાંથી 25% કાપી શકે છે. તેથી જરૂરી છે કે વીમો કરાવતી વખતે CNG કીટને વીમાથી જોડાવી લો.

2) બીજી સ્થિતિ:- જો CNG કીટ ની જાણકારી ઇન્સ્યોરન્સ પોલિસીમાં હોય પરંતુ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ પર નોંધાવી નથી. આ પ્રકારની સ્થિતિમાં દરેક કંપનીઓના અલગ અલગ રૂલ્સ હોય છે. જેમકે કેટલીક કંપનીઓ કેટલોક ભાગ કાપીને ક્લેમ ની રકમ આપી શકે છે પરંતુ કેટલીક કંપનીઓ આવા કિસ્સામાં ક્લેમ ને સંપૂર્ણ રીતે રિજેક્ટ કરી દે છે તેથી ઇન્સ્યોરન્સ કરાવતા પહેલા કંપની થી પૂરી જાણકારી મેળવી લેવી.3) ત્રીજી સ્થિતિ:- જો CNG કીટ ની જાણકારી રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ માં નોંધાવી છે અને પોલીસીમાં નથી નોંધાવી. આવી સ્થિતિમાં એક્સિડન્ટ થઈ જાય છે તો વીમા કંપની કોઈ પણ રીતે ક્લેમની ભરપાઈ નહીં કરે તેના સિવાય બહારથી CNG લગાવીને રજીસ્ટ્રેશન કરાવ્યા વગર કાર ચલાવવી ગેરકાયદેસર માનવામાં આવે છે. તેના માટે તમને ચલણ પણ થઈ શકે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment