દરરોજ ફક્ત 2 નંગ આ વસ્તુનું સેવન ફટાફટ ઘટાડશે પેટની ચરબી અને વજન, ઇમ્યુનીટી વધારી કબજિયાત જેવા રોગો થઈ જશે ગાયબ

જો કોઈપણ કારણસર તમારું વજન વધી ગયું હોય, તો તેની સીધી અસર માનસિક સ્વાસ્થ્ય પર અને શરીર પર થાય છે. જાડાપણું અનેક રોગોને જન્મ આપે છે. તેથી જ વજનને હંમેશા કંટ્રોલમાં રાખવો જોઇ. વજનને કંટ્રોલ કરવા માટે તમે નિયમિત રૂપથી કસરત કરી શકો છો. આ સાથે જ વિશેષ રૂપથી તમારે ડાયટ પર પણ ધ્યાન રાખવું પડે છે.

ખાસ કરીને તમે શાકભાજી અને ફળો દ્વારા સહેલાઇથી વજનને ઓછું કરી શકો છો. આ જ ફળમાંથી એક ફળ નાસપતિનું ફળ છે. જી હા નાસપતિના સેવનથી તમે તમારા વજનને ઘણી હદ સુધી ઓછું કરી શકો છો. નાસપતિમાં ઘણા પોષકતત્વો હોય છે, જે વજનને તો ઘટાડે છે, સાથે જ શરીરને ભરપૂર ન્યુટ્રિઅન્સ પણ પ્રદાન કરે છે.

તમારા શરીરની વધારાની ચરબી ઓછી કરવી થોડી મુશ્કેલ છે. બેલી ફેટને ઓછું કરવા માટે તમે નિયમિત રૂપથી નાસપતિનું સેવન કરી શકો છો. NCBI પર છાપેલ રિપોર્ટ મુજબ લગભગ 12 અઠવાડીયા સુધી 2 નાસપતિને દરરોજ ખાવામાં આવે, તો કમરની સાઈને ઘણી હદ સુધી ઓછી કરી શકાય છે. નાસપતિમાં વધારે માત્રામાં ફાઈબર હોય છે અને ફાઈબર વજનને ઓછું કરવામાં મદદ કરે છે. આ સાથે જ નાસપતિમાં વધુ પાણી હોય છે, જે વજનને નિયંત્રિત કરવામાં તમારી મદદ કરે છે. જો તમે અન્ય ડાયટ સાથે દરરોજ 2 નાસપતિનું સેવન કરો છો, તો આનાથી કમર અને પેટની ચરબીને ઓછી કરી શકાય છે. તો ચાલો નાસપતિના સેવનથી કઈ રીતે ચરબીને ઓછી કરી શકાય છે.

નાસપતિમાં ભરપૂર માત્રામાં પાણી હોય છે : વજનને ઓછું કરવા માટે શરીરને ભરપૂર માત્રામાં પાણીની જરૂર પડે છે, જે નાસપતિના ફળમાં હોય છે તેથી જ વજનને ઓછું કરવા માટે નાસપતિનું સેવન કરવું જોઇ. 100 ગ્રામ નાસપતિમાં 81.1 ગ્રામ પાણી હોય છે. નાસપતિનો આ જ ગુણ વજનને ઘટાડવામાં તમારી મદદ કરે છે. સાથે જ તમારા શરીરને હાઈડ્રેટ રાખે છે.

ફાઈબરની વધારે માત્રા : જાણવા મળી માહિતી મુજબ 100 ગ્રામ નાસપતિમાં લગભગ 3 ગ્રામ ડાયટરી ફાઈબર હોય છે, જે એક સ્ત્રીના દરરોજના ખોરાક મુજબ 12 ટકા જેટલું થાય છે. ફાઈબર તમારું વજન ઓછું કરવા માટે મુખ્ય ભૂમિકા ભજવે છે. નાસપતિ તમારા પેટને લાંબા સમય સુધી ભરેલુ રાખે છે અને આવી સ્થિતિમાં તમને ભૂખ લાગતી નથી પરિણામ સ્વરૂપ તમારું વજન ઓછું થવા લાગે છે.

કેલેરી : નાસપતિમાં કેલેરી ઓછી હોય છે, જે વજન ઘટાડવાની પ્રક્રિયામાં ખુબજ જરૂરી છે. જો તમે વજનને ઘટાડવા માંગો છો, તો તે જરૂરથી ધ્યાન રાખવું જોઇ કે તમારે દિવસ દરમિયાન ખૂબ ઓછી કેલેરીનું સેવન કરવું જોઇ. નાસપતિમાં કેલેરીની માત્રા ઓછી હોય છે. આવામાં તમે તમારું વજન ઘટાડવા જઈ રહ્યા છો, તો નાસપતિને તમારી ડાયટમાં જરૂરથી શામિલ કરો.

વિટામિન-સી : વજન ઘટાડવા માટે વિટામિન-સી ની જરૂર પડે છે. વિટામિન-સી એન્ટિઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે, જે શરીરમાંથી ગંદકીને દૂર કરવાનું કામ કરે છે. નાસપતિમાં વિટામિન-સી હોય છે. નાસપતિનું સેવન કરવાથી તે તમારા શરીરમાં વિટામિન-સી ની ખામીને પણ પૂરી કરે છે.

અન્ય ફાયદાઓ : નાસપતિમાં ફાઈબર વધુ માત્રામાં હોય છે. આવામાં નાસપતિ તમને કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે. ઇમ્યુનિટી બુસ્ટ ફૂડ્સના રૂપમાં પણ તમે નાસપતિને તમારી ડાયટમાં શામિલ કરી શકો છો. કેલ્શિયમ, પ્રોટીન, જિંક, કાર્બોહાઈડ્રેટ, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા તત્વોથી નાસપતિ ભરપૂર હોય છે. જે તમારા સ્વાસ્થ્ય માટે લાભકારી છે.

ધ્યાન રાખો કે, વજનને ઓછું કરવા માટે ડાયટની સાથે-સાથે નિયમિત રૂપથી કસરત કરવી જરૂરી છે. તેથી જ હેલ્દી ડાયટની સાથે કસરત કરવી પણ ખુબજ જરૂરી છે જેથી તમે તમારા વજનને કંટ્રોલ કરી શકો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment