માર્કેટમાં મળતા મોંઘા પાવડર ખાવાના બદલે ઘરે જ બનાવો આ ચૂર્ણ, ગેસ, અપચો અને કબજિયાત જેવી સમસ્યાઓ મળશે કાયમી છુટકારો.

આપણી આજકાલની જીવનશૈલીમાં આપણે અવારનવાર ગેસ, અપચો, કબજિયાત વગેરેનો સામનો કરવો પડે છે. આ સમસ્યાઓ દુર કરવા માટે સામાન્ય રીતે આપણે દવાનું સેવન કરીએ છીએ. પણ તમે આ સમસ્યાઓ દુર કરવા માટે અજમાનું ચૂર્ણનો ઉપયોગ પણ કરી શકો છો. આ ચૂર્ણ એ અનેક રીતે તમારું સ્વાસ્થ્ય સારું રાખે છે. સાથે ગેસ, અપચો, અને કબજિયાત જેવી સમસ્યાઓ પણ દુર કરે છે. જો કે તમે આ અજમાના ચૂર્ણને ઘરે પણ બનાવી શકો છો. ચાલો તો આ વિશે વિસ્તારથી જાણી લઈએ. 

ભારતીય કિચનમાં અજમાનો ઉપયોગ ઘણો વધારે કરવામાં આવે છે. તે તમારી પેટથી જોડાયેલી સમસ્યાઓ દૂર કરી શકે છે. અજમાથી પાચન, ગેસ, અપચો જેવી સમસ્યાઓને દૂર કરી શકાય છે. ઘણા લોકો પેટથી જોડાયેલી સમસ્યાઓ દૂર કરવા માટે માર્કેટથી અજમાનું ચૂર્ણ ખરીદતા હોય છે. આ ચૂર્ણ પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરી શકે છે. પરંતુ અમુક અમુક ચૂર્ણના ભેળસેળ હોવાની સંભાવના રહેલી છે. એવામાં તમે ચાહો તો, અજમાનું ચૂર્ણ ઘરે પણ તૈયાર કરી શકો છો. ઘરે તૈયાર ચૂર્ણમાં ભેળસેળની સંભાવના ઓછી હોય છે, જે તમારી ઘણી સમસ્યાઓ દૂર કરી શકે છે. આજે અમે આ લેખમાં તમને અજમાનું ચૂર્ણ તૈયાર કરવાની રેસીપી જણાવીશું.અજમાનું ચૂર્ણ બનાવવાની રેસીપી:- અજમો- 20 ગ્રામ, સિંધાલું મીઠું- 10 ગ્રામ, જીરું- 10 ગ્રામ, સંચળ- 10 ગ્રામ, ફુદીના પાવડર- લગભગ 1 ગ્રામ

વિધિ:- સૌથી પહેલા ખંડણીમાં અજમો, સિંધાલું મીઠું, જીરું અને સંચળ સરખી રીતે વાટી લો. ધ્યાન રહે કે, તેમાં તમારે પાણી મિક્સ કરવાનું નથી. ત્યાર બાદ તમે તેમાં, ફુદીના પાવડર મિક્સ કરી લો. હવે આ તૈયાર ચૂર્ણના લગભગ 1-1 ગ્રામના પડિકા વાળી લો. નિયમિત રૂપથી નવશેકા પાણી સાથે અજમાના આ ચૂર્ણનું સેવન કરવું. તેનાથી કબજિયાત અને અપચા જેવી સમસ્યાઓ દૂર થઈ શકે છે. તે સિવાય તે તમારા સ્વાસ્થ્ય માટે પણ ઘણા પ્રકારે ફાયદાકારક છે. અજમાના ચૂર્ણના ફાયદા:- 

1) ગેસ અને અપચાની સમસ્યા દૂર કરે છે:-  નિયમિત રૂપથી જો તમે અજમાના ચૂર્ણનું સેવન કરો છો, તો તે તમને અપચાથી જોડાયેલી સમસ્યાઓ દૂર કરી શકે છે. ખાસ કરીને જો તમે ડેસ્ક જોબ કરતાં હોય તો, અજમાના ચૂર્ણની એક પડીકી તમારી સાથે જરૂરથી રાખવી. મોટાભાગના લોકોને લાંબા સમય સુધી બેસી રહેવાના કારણે મેટાબોલીજ્મ નબળું પડવા લાગે છે. જેના કારણે ગેસ, અપચો અને કબજિયાતની સમસ્યા થઈ શકે છે. આ સમસ્યાને દૂર કરવા માટે તમે અજમાના ચૂર્ણનું સેવન કરી શકો છો. 

2) વજન ઘટાડે છે:- અજમો અને સંચળ વજન ઘટાડવામાં અસરકારક હોય છે. તેનાથી તમારું મેટાબોલીજ્મ બુસ્ટ થાય છે, જે વજન ઘટાડી શકે છે. તે સિવાય સંચળમાં એન્ટિ-ઓબેસિટી ગુણ રહેલા હોય છે, જે વજન ઘટાડવામાં ફાયદાકારક છે.3) ઇમ્યુનિટી બુસ્ટ કરે છે:-  સંચળ અને અજમાનું મિશ્રણ ઇમ્યુનિટી બુસ્ટ કરી શકે છે. વાસ્તવમાં અજમો અને સંચળ એંટીઓક્સિડેંટથી ભરપૂર હોય છે, જે ઇમ્યુનિટી બુસ્ટ કરવામાં તમારી મદદ કરી શકે છે. તે સિવાય તે વાઇરલ સંક્રમણને પણ દૂર કરવામાં તમારી મદદ કરી શકે છે. 

અજમાનું ચૂર્ણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેના સેવનથી તમારી ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. જોકે, ધ્યાન રહે કે, જો તમારી સમસ્યા ખૂબ વધી રહી હોય તો, આવી સ્થિતિમાં એક્સપર્ટની સલાહ જરૂર લેવી.  આમ અજમો એ પેટની અનેક બીમારીઓને દુર કરી શકે છે. ગેસ, અપચો અને કબજિયાત જેવી સમસ્યાઓ દુર કરવામાં અજમાનું ચૂર્ણ રામબાણ ઈલાજ છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment