ખરતા વાળની સમસ્યાથી જલ્દી છુટકારો મેળવવા અજમાવો આ 1 ઉપચાર, વાળ બની જશે મફતમાં જ ઝડપથી કાળા, ઘાટા અને એકદમ લાંબા…

આપણે ઘણી વખત મુખવાસ ખાધો હશે અને તેમાં અનેક પ્રકારની વસ્તુઓનો ઉપયોગ થાય છે. અને તેમાં એક વસ્તુનો ઉપયોગ થાય છે એ છે અળસીના બીજ. અળસીના બીજ વિશે આ વાત લગભગ લોકો જાણે છે કે, તેનું સેવન કરવાથી હાડકા અને માંસપેશીઓ મજબૂત બને છે. તથા શારીરિક કમજોરી પણ દૂર રહે છે. પરંતુ આ વાતની જાણકારી હજુ કેટલા લોકોને નથી કે અળસીના બીજનું હેર માસ્ક લગાવવાથી વાળનું ખરવું બંધ થઈ જાય છે.

શિયાળાની ઋતુમાં આમ પણ ખુબ જ વાળ ખરે છે અને જે તકલીફનો સામનો કરી રહ્યા છે તેમને વાળ વધુ ખરે છે તેવામાં અળસીનાં બીજનો હેર માસ્ક તમારી સમસ્યાઓને દૂર કરવા માટે રામબાણની જેમ કામ લાગશે. ખાસ કરીને તે લોકોને તો આનો ઉપયોગ જરૂર કરવો જોઈએ જે લોકો નોનવેજ ખાતા નથી અને માછલી તેમના ડાયેટનો હિસ્સો નથી.

અળસીના બીજમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે અને આ ફેટી એસિડ તમારા વાળને ભરપૂર માત્રામાં પ્રોટીન અને ન્યુટ્રિશિયન આપે છે. તેને લગાવવાથી વાળના મૂળમાં લોહીનો સંચાર વધે છે, જેનાથી વાળની લંબાઈ વધે છે અને વાળ જાડા થાય છે. તમારે વાળ ખરતા રોકવા માટે અળસીનાં બીજ માંથી બનેલ હેર માસ્ક કેવી રીતે બનાવવો અને તેમાં કંઈ વસ્તુ ઉમેરવાની છે જેથી આ ઘરેલુ હેર માસ્કની ખાસિયત વધી શકે.

અળસીનાં બીજનો પાવડર કેટલો લેવો ? : અળસીનાં બીજનો પાવડર (તમે અળસીના બીજને પીસીને પાવડર બનાવો અને તેને બરણીમાં ભરીને મૂકો, જેથી દર વખતે તેને ફરીથી બનાવવાની જરૂર ન પડે). હેર માસ્ક બનાવવા માટે તમારે કેટલી માત્રામાં અળસીનાં બીજનો પાવડર જોઈએ આ વાત તમારા વાળની લંબાઈ ઉપર નિર્ભર કરે છે. જો તમારા વાળ ખભા સુધી લાંબા છે તો ચાર ચમચી અળસી પાવડર લેવો પડશે, અળસી પાવડર ઓમેગા 3 ફેટી એસિડ ભરપૂર હોય છે, તેથી તમારા વાળને કે જલદી લાંબા અને જાડા બનાવવાનું કામ કરે છે.

આ રીતે બનાવો હેર માસ્ક : 4 ટીસ્પૂન અળસીનાં બીજનો પાવડર, 1 પાકેલું કેળું, 1 ચમચી મધ, 2 ચમચી દહીં, 1 ચમચી તેલ (નાળિયેર તેલ, સરસવનું તેલ, ઓલિવ અથવા એરંડીના તેલમાંથી કોઈ પણ એક તેલ લો.)

સૌપ્રથમ કેળાને સ્મેશ કરો અને તેની પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટમાં ચાર ચમચી અળસીનો પાવડર મિક્સ કરો અને દહી, મધ અને તેલ ઉમેરીને હેર માસ્ક તૈયાર કરો.

આ રીતે લગાવો હેર માસ્ક : હેર માસ્ક લગાવતા પહેલા તમારા વાળને સારી રીતે ઓળો, હવે તેને નાના ભાગમાં અલગ કરીને બ્રશની મદદથી માસ્કને પહેલા વાળનાં જડમાં લગાવવો ત્યાર બાદ લંબાઈમાં લગાવતા લગાવતા વાળની સાથે-સાથે તેને બાંધતા જાઓ આ માસ્કને લગભગ બે કલાક તમારા વાળમાં લગાવી રાખો. શિયાળામાં જો તમે દહીંનો ઉપયોગ ન કરવા માંગતા હોય તો તેની જગ્યાએ અડધી ચમચી મલાઈ અથવા ગુલાબજળનો ઉપયોગ કરી શકો છો. અળસીના બીજનું તેલ અને આહારમાં તેનો ઉપયોગ તમારા ખરતા વાળને સંપૂર્ણ રીતે બંધ કરવાની ક્ષમતા રાખે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment