રસોડામાં રહેલી આ સામાન્ય વસ્તુને પિય લ્યો એક ગ્લાસ દૂધ સાથે, થશે આ 5 ગજબના ફાયદા અને પુરુષો માટે તો વરદાન સમાન….

આપણે દુધના પોષક તત્વો વિશે જાણીએ છીએ, આથી જ આપણે દૂધનું સેવન નિયમિત રીતે કરીએ છીએ. તેના સેવનથી શરીરને અનેક ફાયદાઓ થાય છે. જો કે ઘણા લોકો દૂધ એકલું જ પીવે છે, તો ઘણા લોકો દુધમાં અન્ય વસ્તુ નાખીને તેનું સેવન કરે છે. જેમ કે ખજૂર, અંજીર, કાજુ બદામ, એલચી, વગેરે નાખીને તેનું સેવન કરતા હોય છે. આવી જ રીતે તમે દુધમાં લવિંગ નાખીને પણ પિય શકો છો.

શિયાળાનો સમય શરૂ થઈ ગયો છે. તમારે આ દરમિયાન લવિંગ સાથે દૂધનું સેવન કરવું જોઈએ. લવિંગ સાથે દૂધનુ સેવન ગળાની તેમજ કફની સમસ્યા મટાડે છે. દૂધમાં ફૉસ્ફરસ, મેગ્નેશિયમ, આયોડિન, વિટામિન એ, ડી, કે, ઇ જેવા જરૂરી પોષકતત્વો રહેલા હોય છે તેમજ લવિંગમાં કાર્બોહાઈડ્રેડ, આયરન, સોડિયમની સારી માત્રા રહેલી હોય છે. દૂધમાં લવિંગ મિક્સ કરીને પીવાથી શરીરને ઘણા પ્રકારના પોષકતત્વો મળી રહે છે. તેનાથી ઘણા પ્રકારની બીમારીઓથી તમે બચી શકો છો. આ લેખમાં આપણે દૂધમાં લવિંગ મિક્સ કરીને પીવાથી થતાં ફાયદાઓ વિશે ચર્ચા કરીશું.

દૂધ સાથે લવિંગનું સેવન કેવી રીતે કરવું : તમે કોઈ પણ સમયે દૂધમાં લવિંગ મિક્સ કરીને તેનું સેવન કરી શકો છો પરંતુ રાત્રે તેનું સેવન કરવું વધારે ફાયદાકારક ગણવામાં આવે છે. તમે લવિંગના પાવડરને પહેલેથી જ તૈયાર કરીને રાખી દો તો તમારે દૂધમાં લવિંગ મિક્સ કરવા માટે દર વખતે જુદી જુદી મહેનત કરવી પડશે નહીં. દૂધમાં લવિંગ મિક્સ કરવાની સરળ રીત જાણી લો.

લવિંગ દૂધ બનાવવાની રીત : તમે દૂધ ગરમ કરો, હવે લવિંગને વાટીને રાખો, હવે દૂધમાં લવિંગ પાવડર મિક્સ કરો, થોડો ગોળ મિક્સ કરીને પછી એ દૂધનું સેવન કરો.

1 ) ગળા માટે ફાયદાકારક હોય છે લવિંગ યુક્ત દૂધ : જો તમને ગળામાં ખરાશ રહેતી હોય તો તેના માટે લવિંગ અસરકારક ઉપચાર બની રહે છે. ગળા માટે દૂધ અને લવિંગનું સેવન ફાયદાકારક છે. ઠંડીના દિવસોમાં મોટા ભાગે ગળામાં ખરાશ કે કફની સમસ્યા રહેતી હોય છે. તેને દૂર કરવા માટે રાતના સમયે દૂધમાં લવિંગ મિક્સ કરીને તેનું સેવન કરવું જોઈએ.

2 ) શરીરમાં એનર્જીની ઉણપ દૂર કરે છે : શરીરમાં નબળાઈ રહેતી હોય તો તેના માટે પણ લવિંગ યુક્ત દૂધ ખુબ સારું છે. જો તમારા શરીરમાં એનર્જીની ઉણપ અનુભવાતી હોય તો તમારે દૂધની સાથે લવિંગનું સેવન જરૂરથી કરવું જોઈએ. તેનું સેવન કરવાથી શરીરમાં રહેલા હાનિકારક તત્વો શરીરની બહાર નીકળી જાય છે. દૂધમાં કેલ્શિયમ, સોડિયમ, પોટેશિયમની માત્રા રહેલી હોય છે. જેનાથી શરીરને ભરપૂર એનર્જી મળે છે.

3 ) દાંત માટે ફાયદાકારક દૂધ અને લવિંગનું સેવન : દાંતની કમજોરી માટે તેમજ દાંતના સારા સ્વાસ્થ્ય માટે લવિંગ વાળું દૂધ ખુબ જ સારું છે. ઓરલ હેલ્થ માટે દૂધ અને લવિંગનું સેવન ફાયદાકારક હોય છે. મોંની દુર્ગંધ દૂર કરવા માટે પણ દૂધ અને લવિંગનું સેવન ફાયદાકારક ગણવામાં આવે છે. દૂધમાં કેલ્શિયમ રહેલું હોય છે. તમે તેનું સેવન કરશો તો તમાર દાંત પણ મજબૂત થાય છે.

4 ) કબજિયાતની સમસ્યા દૂર કરે છે : પેટની એક સમસ્યા કબજિયાત છે, તેના ઈલાજ માટે આ દૂધનું સેવન કરી શકાય છે. જો તમને કબજિયાતની સમસ્યા હોય તો તમારે દૂધમાં લવિંગ મિક્સ કરીને તેનું સેવન કરવું જોઈએ. તમે રાત્રે સૂતા પહેલા લવિંગને દૂધમાં મિક્સ કરીને તેનું સેવન કરી શકો છો. જેનાથી એસિડિટી અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે.

5 ) તેના સેવનથી ભૂખ વધે છે : લવિંગ અને દૂધનું સેવન કરવાથી તમારી ભૂખ પણ વધે છે. લવિંગમાં વિટામીનની સાથે કોપર, ઝીંક અને મેગ્નેશિયમ જેવા પોષકતત્વો રહેલા હોય છે. આ જરૂરી તત્વો નાના બાળકો માટે જરૂરી હોય છે. તેમાં રહેલા પોષકતત્વોની મદદથી બાળકોના શરીરમાં રહેલી કોઈ પણ પ્રકારની ખામીને દૂર કરી શકાય છે.

લવિંગની તાસીર ગરમ હોય છે માટે તેનું સેવન વધુ માત્રામાં ન કરવું જોઈએ. એક દિવસમાં એક ગ્લાસમાં અડધી ચમચી લવિંગ પાવડરનો જ ઉપયોગ કરવો જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment