પેટમાં દુખાવો કે મરોડની સમસ્યા થાય તો અજમાવો દેશી મફત ઉપાયો, એક ઝટકે મળી જશે રાહત….

ચોમાસામાં પેટની સમસ્યાઓ થવાનો ખતરો વધુ રહે છે. આ મૌસમમાં ખોરાકને લગતી બેદરકારી પેટને ખરાબ કરી શકે છે. પેટને લગતી આવી જ એક સમસ્યા છે કે, આ દિવસોમાં લોકો પેટના મરોડની સમસ્યાથી પીડિત રહે છે. ઘણી વખત પેટમાં મરોડ થવા લાગે છે. જે ખુબ જ પરેશાની પેદા કરે છે. આવું થવા પર પેટમાં દુઃખાવો થાય છે. જો તેની સાથે દસ્ત થઈ જાય તો મુશ્કેલી વધી શકે છે. એવું માનવામાં આવે છે કે અપચો તેનું મુખ્ય કારણ છે.

જો કે ખરાબ ખાનપાનને કારણે પેટમાં ગેસ, અપચો, એસીડીટી, કબજિયાત, પેટનો ફ્લુ, ફૂડ પોઇઝનિંગનો પણ સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં તમારે તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

પેટમાં મરોડ થવાના કારણો : પેટમાં મરોડ થવાના ઘણા કારણો હોય શકે છે. ખરાબ ખાનપાન, ફૂડ પોઇઝનિંગ, દસ્ત થવા, અધકચરું ખોરાક લેવાના કારણો પણ હોય છે. આ વાતોનું ધ્યાન રાખીને તમે પેટમાં મરોડનો ઈલાજ કરી શકો છો.

તમને જણાવી દઈએ કે લાંબા સમય સુધી પાતળા દસ્ત રહેવાથી શરીરમાં પાણીની કમી થવા લાગે છે. જેનાથી શરીર ડીહાઈડ્રેશન થવા લગે છે. આ સમસ્યાથી બચવા માટે જરૂરી છે કે તમે પર્યાપ્ત માત્રામાં પાણી પીવો. દસ્ત અને મરોડથી છુટકારો મેળવવા થોડા ઘરેલું ઉપાયો કરી શકાય છે. તો ચાલો જાણીએ મરડોના ઘરેલું ઉપાયો.

મેથીના બીજ : મેથી પાચન માટે ફાયદાકારક છે અને તેમાં ફાઈબરની માત્રા ખુબ હોય છે. આથી તે પેટની મરોડમાં ફાયદાકારક છે. આ માટે એક વાટકી દહીં, તેમાં મેથીના દાણા પીસીને મિક્સ કરી લો. સ્વાદ માટે તેમાં થોડું મીઠું નાખો. આ દહીંનું સેવન પેટના મરોડમાં લાભ આપે છે.

મૂળા : મૂળાનું પ્રયોગ પેટના મરોડમાં ફાયદાકારક છે. આ માટે મૂળાને સારી રીતે ધોઈને છાલ કાઢી લો અને તેના નાના ટુકડા કરી લો. હવે તેમાં થોડું સિંધાલુણ મીઠું નાખો અને કાળા મરી નાખો. તેને ખાવાથી થોડી વારમાં પેટમાં દુઃખાવો બંધ થઈ જશે.

લીંબુનું પાણી : આ સમસ્યાથી બચવા માટે જરૂરી છે પર્યાપ્ત માત્રામાં પાણી પીવો. આ સિવાય લીંબુ પાણી અને ઓઆરએસનું મિશ્રણ પીવાથી રાહત મળે છે. શરીરમાં પાણીની કમી પૂરી કરવા અને દસ્તથી છુટકારો મેળવવા માટે એ જાણવું જરૂરી છે કે તેમાં શું ખાવું જોઈએ અને શું નહિ.

હિંગ : પેટમાં થતી મરોડ માટે હિંગ પણ ખુબ જ સારી છે. આ માટે 2 ગ્રામ હિંગને પીસીને અડધા ગ્લાસ પાણીમાં તેને પીય જાવ. નાના બાળકોને ચમચીથી પીવડાવીને હિંગનો લેપ નાભી પર કરવો. આમ કરવાથી પેટમાં મરોડ શાંત થઈ જશે.

દહીં અને કેળું : પેટ દુઃખાવામાં દહીંનો ઉપયોગ ફાયદાકારક છે. દહીંમાં રહેલ બેક્ટેરિયા સંતુલન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જેનાથી પેટ જલ્દી ઠીક થઈ જાય છે. કેળામાં રહેલ પેક્ટીન પેટને બાંધવાનું કામ કરે છે. તેમાં રહેલ પોટેશિયમની ઉચ્ચ માત્રા પણ શરીર માટે ફાયદાકારક છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે સિંધાલુણ મીઠા સાથે કેળાનું સેવન કરો.

ઇસબગુલ : ઇસબગુલ માત્ર દુઃખાવામાં જ નહિ, પરંતુ તે આંતરડાની પણ સારી સફાઈ કરે છે. આ માટે એક વાટકી દહીંમાં બે ચમચી ઇસબગુલ મિક્સ કરીને ખાવ અથવા મીઠાઈને તોડીને તેમાં ઇસબગુલ મિક્સ કરીને તેનું સેવન કરો.

અજમો : અજમો પેટના મરોડ અને એસીડીટીને ઠીક કરે છે. તેના સેવનથી પેટની લગભગ બધી જ બીમારીઓમાં લાભ મળે છે. પેટમાં મરોડ માટે અજમાને શેકી લો. ત્યાર પછી તેમાં સિંધાલુણ મીઠું અથવા કાળું મીઠું નાખીને ત્રણ ગ્રામની માત્રામાં પાણીની સાથે સેવન કરો. દિવસમાં બે વખત તેને પીવાથી રાહત મળે છે.

વરીયાળી : ભોજન કરી લીધા પછી વરીયાળી મિશ્રી સાથે મિક્સ કરીને સેવન કરો.વરીયાળી ખોરાક પચવામાં સહાયક છે. તેમાં ઘણા પોષક તત્વ રહેલા છે. જે દુઃખાવાને દૂર કરવામાં લાભકારી છે. આથી અપચો થવા પર દુઃખાવાને દૂર કરવામાં વરીયાળીના બીજ મદદ કરે છે. પેટમાં દુઃખાવો અથવા એઠન થવા પર, એક કપ પાણીમાં એક ચમચી પીસેલી વરીયાળી નાખીને 10 મિનીટ સુધી ઉકાળો. પછી તેને ઠંડુ થવા પર ગાળી નાખો. તેમાં મધ મિક્સ કરી લો. તેનાથી તમને ઘણો આરામ મળે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment