મળી ગયો છે નબળાઈનો આયુર્વેદિક ઉપાય, કમળો, મલેરિયા, કફ જેવા 10 રોગોનો ઉપચાર કરી શકે છે આ આયુર્વેદિક જડીબુટ્ટી… 

આયુર્વેદમાં ઘણા વૃક્ષ-છોડનો વિભિન્ન રોગોના ઈલાજ કરવામાં ઉપયોગ કરવામાં આવે છે. આવી જ એક ગુણકારી જડીબુટ્ટી છે જેઠીમધ. જેનો ઘણા રોગોના ઈલાજ માટે ઉપયોગ કરવામાં આવે છે. તેના ચિકિત્સકીય ગુણોને કારણે તેનો ઘણી દવાઓમાં પણ પ્રયોગ કરવામાં આવે છે.

સ્વાદમાં મીઠી જેઠીમધનો ઉપયોગ આયુર્વેદ સાથે ચીની દવાઓમાં પણ પ્રાચીનકાળ થાય છે. આ સિવાય આ મીઠાઈ, ચાવવાની ગમ, ટુથપેસ્ટ, શીતલ પેય અને બીયર જેવા પ્રવાહી પદાર્થોમાં વ્યાપક રૂપથી એક સ્વાદિષ્ટ એજેંટના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે.

જેઠીમધના પોષક તત્વો : કેલ્શિયમ, ગ્લીસરાઈજીક એસિડ, એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી બાયોટીક, પ્રોટીન, ફેટ, વિટામીન બી, વિટામીન ઈ, ફોસ્ફરસ, કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ, પોટેશિયમ, સેલેનીયમ, સીલીકોન જેવા જરૂરી પોષક તત્વોથી ભરપુર જેઠીમધ ઉધરસ સહીત ઘણા રોગોના ઈલાજમાં ઉપયોગ કરવામાં આવે છે.

આયુર્વેદ અનુસાર જેઠીમધમાં ઉધરસ, તાવ, ઉલટી, પિત્તને બંધ કરવાની સાથે પેટની જલન, દુઃખાવો, પેપ્ટિક અલ્સર અને તેનાથી થતી લોહીની ઉલટીને રોકવાની ક્ષમતા હોય છે.

શરદી- તાવ : જેઠીમધમાં શરદી, ઉધરસની સમસ્યાની સાથે છાતીમાં કફની સમસ્યા પણ ખત્મ કરી દે છે. જેઠીમધને ચાવવાથી ગળાની ખરેડી, ગળું બેસી જવું જેવી સમસ્યાઓ સમાપ્ત થઈ જાય છે અને તે તમારો અવાજ મધુર બનાવે છે.

છાતીની જલન : જો તમારા ગળામાં જલન અથવા સોજો છે તો જેઠીમધ મોઢામાં રાખીને ચૂસવાથી તેમાં આરામ મળે છે અને તે તમારા પેટમાં એસિડના સ્તરને પણ નિયંત્રિત કરે છે. જો તમારી છાતીમાં જલન છે તો ભોજન પણ સારી રીતે પચતું નથી. આ સમયે જેઠીમધ ચૂસવાથી તમને રાહત મળે છે.

છાતીમાં જામેલ કફ : જો તમને ઉધરસ અથવા છાતીમાં સુકો કફ છે તો જેઠીમધનું સેવન કરો. જ્યારે ગળામાંથી કફ નથી નીકળતો તો રોગીને ઉધરસ ખુબ આવે છે. આ માટે 2 કપ પાણીમાં 5 ગ્રામ જેઠીમધનું ચૂર્ણ ઉકાળીને પીવો.

નબળાઈ : દરરોજ જેઠીમધ ચૂસવાથી શારીરિક કમજોરી નષ્ટ થાય છે. 10 ગ્રામ જેઠીમધનું પીસેલું ચૂર્ણ, ઘી અને મધમાં ચાટવાથી અને ઉપરથી મિશ્રી વાળું ગરમ દૂધ પીવાથી કમજોરી દૂર થાય છે.

પેશાબના રોગો : યુટીઆઈની સમસ્યાઓ જેવી કે પેશાબમાં જલન, પેશાબ અટકીને આવવો, વધુ આવવો, ઈજા અને ખંજવાળ અને પેશાબ સંબંધી બીમારીઓમાં જેઠીમધનો પ્રયોગ લાભદાયક છે. તેનું સેવન કર્યા પછી 4 વખત દર 2 કલાકે જેઠીમધ ચૂસવાથી લાભ મળે છે.

માથાની ટાલ : ટાલ અને ખોડોથી બચવા માટે જેઠીમધનો પાવડર, દૂધ અને થોડું કેસર આ ત્રણ વસ્તુઓની પેસ્ટ બનાવીને નિયમિત રૂપે વાળ આવે ત્યાં સુધી માથામાં લગાવો. તેનાથી ખરતા વાળ અને વાળનો ખોડો વગેરેમાં લાભ મળે છે. જેઠીમધ અને તલને ભેંસના દુધમાં પીસીને માથામાં પર લેપ કરવાથી ખરતા વાળની સમસ્યા દુર થઈ જાય છે.

કમળો : કમળાના રોગમાં 1 ચમચી જેઠીમધનું ચૂર્ણ મધ સાથે મિક્સ કરીને તેનો ઉકાળો પીવાથી કમળાના રોગમાં લાભ મળે છે. 2 થી 5 ગ્રામ જેઠીમધનું ચૂર્ણ પાણી અને મિશ્રી સાથે સેવન કરવાથી પેટમાં ગેસ ઓછો થઈ જાય છે.

મેલેરિયાનો તાવ : ડેન્ગ્યુના રોગમાં, મેલેરિયા રોગમાં જેઠીમધ ખુબ જ અસરકારક છે. તેનાથી રાહત મેળવવા માટે 10 ગ્રામ જેઠીમધ, 5 ગ્રામ અજમો અને થોડું સિંધાલુણ મીઠું મિક્સ કરીને દિવસમાં 3 થી 4 પીવાથી મેલેરિયાના તાવમાં લાભ થાય છે.

મોઢાના ચાંદા : તેના ચૂર્ણને ફૂલેલા કાથાની સાથે મિક્સ કરીને ચાંદા પર લગાવો અને લાળને બહાર કાઢો. તેનાથી મોઢાની ગંદકી ખત્મ થઈને મોઢાના ચાંદા દૂર થાય છે. અથવા જેઠીમધનું ચૂર્ણ મધ સાથે મિક્સ કરીને ચાટવાથી ચાંદા સુકાઈ જાય છે.

પેટ અને આંતરડાની ઈજા : પેટ અને આંતરડાની ઈજામાં જેઠીમધની જડનું ચૂર્ણ 1 ચમચી 1 કપ દુધની સાથે દિવસમાં 3 વખત સેવન કરવું. તેનાથી તમને અલ્સરમાં પણ લાભ થાય છે. આ પ્રયોગ દરમિયાન મસાલાઓનું સેવન ન કરો.

આ વાતનું ધ્યાન રાખો : જો તમે ઉપર આપેલ બીમારીથી પીડિત છો, તો તમારે વૈકલ્પિક રૂપે જેઠીમધનું સેવન કરવું જોઈએ. મેડીકલ ઈલાજ ન કરીને માત્ર તેના ભરોસે ઈલાજ કરવાથી નુકશાન થાય છે. આથી કોઈ એક્સપર્ટની સલાહ જરૂર લો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment