માત્ર 1 દિવસમાં શરીરની બધી જ ગંદગી બહાર કાઢવાનો 100% અસરકારક ઉપચાર, વારંવાર દવાખાને જવાની નોબત નહિ આવે

જવ એ દુનિયાનું સૌથી જુનું અને અદ્દભુત અનાજ માનવામાં આવે છે. તેના સેવનથી શરીરને અનેક લાભ મળે છે. ભારતમાં જવ પવિત્ર અનાજની શ્રેણીમાં રાખવામાં આવે છે અને તેનો ઉપયોગ હિંદુ રીતરીવાજમાં પૂજા-પાઠ માટે કરવામાં આવે છે. જવનો ઉપયોગ લોકો અનેક રીતે કરે છે અને જવના લોટનું સેવન અનેક બીમારીઓમાં ફાયદો કરે છે.

પરંતુ  શું તમે જાણો છો કે જવનું પાણીનું સેવન કરવાથી પણ અનેક બીમારીમાંથી મુક્ત થઈ શકાય છે. જવના અનેક ઉપયોગોમાં તેનું પાણીનો ઉપયોગ વધુ અસરકારક છે. શરીરથી વિષાક્ત પદાર્થ દુર કરવા માટે તેનું પાણી ખુબ જ ફાયદાકારક છે. ચાલો તો તેના પાણીના ઉપયોગ વિશે જાણી લઈએ.જવના પાણીથી કરો શરીરની ગંદકી સાફ : મોટાભાગે લોકોને શરીરની બહારની સાફ-સફાઈ અંગે જાણકારી હોય છે. પણ તેને શરીરની અંદરથી સફાઈ વિશે જાણકારી નથી હોતી. આવા લોકો શરીરની આંતરિક સફાઈ તરફ ધ્યાન નથી આપતા. જેના કારણે તમારે વિવિધ બીમારીઓનો સામનો કરવો પડે છે. જો તમે નિયમિત રૂપે શરીરની અંદરથી સફાઈ કરશો તો તમને શરીરના વિષાક્ત પદાર્થથી થતા રોગોથી બચી શકશો.

શરીરની અંદરથી સફાઈ માટે જવનું પાણી ખુબ જ ઉપયોગી છે. ભારતમાં તેનું સેવન પ્રાચીન કાળથી થતું આવ્યું છે. આયુર્વેદમાં પણ તેના ઉપયોગ વિશે વાત કરવામાં આવી છે. આધુનિક જીવનશૈલી, અસંતુલિત આહાર અને કેમિકલ યુક્ત પદાર્થોના સેવનથી આપણું શરીરની અંદર વિષાક્ત પદાર્થ જમા થઈ જાય છે. તેને શરીરથી બહાર કાઢવા માટે તમે જવનું પાણી પીય શકો છો.જવમાં રહેલ શરીર માટે ફાયદાકારક તત્વ : જવ એક અનાજ છે. તેની લોકો રોટલી, પેય પદાર્થ અને અન્ય વ્યંજનોમાં ઉપયોગમાં લે છે. સાબુત અનાજના રૂપમાં જવમાં ફાઈબર, વિટામીન અને ખનીજ વગેરે ભરપુર માત્રામાં રહેલ છે. જવનું સેવન વજન ઓછું કરવા અને ડાયાબિટીસ અને કેન્સર જેવી ગંભીર બીમારીઓમાં ખુબ જ ફાયદાકારક છે. જવમાં મળતા પોષકતત્વ આ પ્રકારે છે. જેમાં કેલેરી, પ્રોટીન, કેલ્શિયમ, ફેટ, આયરન, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડીયમ, મેગેનીજ, સેલેનીયમ, ફોલેટ.

શરીરથી વિષાક્ત પદાર્થ દુર કરવા માટે કેવી રીતે બનાવશો જવનું પાણી :  જવનું પાણી શરીરની ગંદકી સાફ કરવા માટે ખુબ જ ફાયદાકારક છે. શરીરથી ગંદકી દુર કરવા માટે આ બે રીતે જવનું પાણી ઘરે સરળતાથી બનાવી શકો છો.

પહેલી રીત માટેની આવશ્યક સામગ્રી : તેમાં 1 કપ – જવ, લીટર – પાણી.બનાવવાની રીત : આ રીતનું જવનું પાણી બનાવવા માટે તમે થોડા સાબુત જવને લો શકો છો. સારી રીતે સાફ કરી લીધા પછી 1 લીટર પાણીમાં પલાળી દો. લગભગ 4 થી 5 કલાક પલાળીને રાખ્યા પછી તેને બહાર કાઢી લો. હવે આ પાણીને સારી રીતે ઉકાળીને 3 થી 4 કપ કરી લો. પાણી ઉકળી ગયા પછી તેને થોડી વાર ઠંડુ થવા દો. પછી તેનું સેવન કરો.

બીજી રીત માટે આવશ્યક સામગ્રી  : 1 કપ – જવ, 7 થી 8 કપ – પાણી,  1 – લીંબુનો રસ,  1 – મોટી ચમચી મધ અને આદુ.

બનાવવાની રીત : આ રીતનું જવનું પાણી બનાવવા માટે સૌથી પહેલા જવને સારી રીતે સાફ કરી લો. ત્યાર પછી તેમાં પાણી નાખો અને તજ, આદુની સાથે સારી રીતે ઉકાળી લો. જ્યારે તે સારી રીતે ઉકળી જાય એટલે તેને ગાળી નાખો અને તેમાં લીંબુ અને મધ નાખો. હવે તેનું નિયમિત રીતે સેવન કરો.આમ જવના પાણીનું સેવન કરવાથી શરીરની ગંદકી સાફ કરવાની સાથે વજન ઓછો કરે છે, ડાયાબિટીસ, યુરીન ઇન્ફેકશન જેવી સમસ્યાઓમાં પણ ફાયદો કરે છે. તેનું સેવન લોટના રૂપમાં પણ કરી શકાય છે. તે પાચન તંત્રને પણ સારું કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment