એવું કહેવામાં આવે છે કે, કોઈ પણ ઘરની સુખ અને શાંતિ તેના રસોડા પર આધારિત છે. તેથી જ એક કહેવત છે, ‘જેવુ અન્ન તેવું મન’ એમ કહેવામાં આવ્યું છે કે, વ્યક્તિ જેવી રીતે રસોડામાં બનાવેલું જમવાનું ખાય છે, તેના વિચારની અને રહેવાની રીત તે પ્રકારની થઈ જાય છે. તેથી જ શાસ્ત્રોમાં ઘરના રસોડાનું વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આ સિવાય ગૃહિણીને સાફ મન અને શરીરથી ખોરાક બનાવવાની સલાહ દેવામાં આવે છે. તેના કારણથી ઘરના દરેક સભ્યો સ્વસ્થ રહે અને આત્મા પણ પવિત્ર રહે.
એવું કહેવામાં આવે છે કે, ઘરમાં રસોડાની દિશા અને રસોડામાં રાખવા વાળી વસ્તુઓ માટે વાસ્તુશાસ્ત્ર ખુબ જ મહત્વ રાખે છે. જ્યાં એક તરફ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સજાવેલું રસોડું, ઘરમાં સુખ-શાંતિ કાયમ રાખે છે અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે વસ્તુઓને ન રાખવાથી ઘરની સુખ-શાંતિ જતી પણ રહે છે.
વાસ્તુથી જોડાયેલ અનેક સવાલોમાંથી એક સવાલ એ પણ છે કે, કંઈ વસ્તુઓને રસોડામાં ભૂલથી પણ ન રાખવી જોઈએ, જેનાથી ઘરની સુખ-શાંતિ જળવાઈ રહે અને આર્થિક સ્થિતિ પણ સારી રહે. આમ રસોડાના વાસ્તુશાસ્ત્ર વિશે જણાવ્યું છે કે, કંઈ વસ્તુઓને ભૂલથી પણ રસોડામાં ન રાખવી જોઈએ. આવો જાણીએ વાસ્તુની મુખ્ય વાતો વિશે.દવાઓ : લગભગ એવું થતું હોય છે કે, આપણે રસોડામાં દવા રાખીને ભૂલી જઈએ છીએ અને જરૂર પડે ત્યારે દવાનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ વાસ્તુશાસ્ત્રના ગણિતથી રસોડામાં ક્યારેય પણ દવાને ન રાખવી જોઈએ. એવું માનવમાં આવે છે કે, રસોડામાં દવા રાખવાથી વ્યર્થ જ રોગો ઘરમાં આવે છે અને ઘરના મુખ્ય સભ્યનું ધન તો રોગોને ઠીક કરવામાં જ ખર્ચાય જાય છે. એટલું જ નહિ પણ રસોડામાં દવા રાખવાથી મન પણ અશાંત રહે છે. જેના કારણે ઘરમાં કલેશ થાય છે.
અરીસો : લગભગ એવું થતું હોય છે કે, ગૃહિણી ઘરની કોઈ પણ જગ્યા પર દર્પણને રાખી દેતી હોય છે. પરંતુ ઘરના રસોઈ ઘરમાં એટલે, કે રસોડામાં દર્પણને લગાવવો એ તમારી માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જી હા મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર, રસોડામાં ચર્મ(ચૂલ્લો) અગ્નિદેવને ચીનહિત કરે છે જ્યારે અગ્નિનું પ્રતિબિંબ દર્પણમાં દેખાય છે, તો તે ઘરના વિનાશનું કારણ પણ બની શકે છે.
તેવા ઘરમાં હંમેશા કલેશ થાય છે અને ઘરની આર્થિક સ્થિતિ બગડી જાય છે. સ્ત્રીઓએ ક્યારેય પણ રસોડામાં દર્પણ રાખીને પોતાનો શ્રુંગાર ન કરવો જોઈએ. આવું કરવું એ દુર્ભાગ્યને નોતરું દેવા બરાબર છે.ફ્રિજમાં બાંધેલો લોટ : કહેવામાં આવે છે કે, રસોડામાં ઉપયોગ થતું ફ્રિજનું પણ એક અલગ જ વાસ્તુ છે અને તેની જ અનુસાર ફ્રિજને રસોડામાં રાખવામાં આવે છે. જેનાથી ઘરમાં શાંતિ જળવાઈ રહે. ઘરની સુખ-શાંતિ જાળવી રાખવા માટે ફ્રિજમાં વધારે વાંસી ખોરાક ન રાખવો જોઈએ. આમ કરવાથી રાહુ દોષ લાગે છે અને આર્થિક નુકશાનની સાથે રોગો પણ આવે છે. ખાસ કરીને ક્યારેય પણ રાત્રે બાંધેલો લોટ ફ્રિજમાં ન રાખવો જોઈએ.
એવું માનવામાં આવે છે કે, બાંધેલા લોટનો સીધો સંબંધ આપણા પૂર્વજોથી થાય છે અને આવું કરવાથી પૂર્વજો આત્માની શાંતિ માટે ઘરમાં વિચરણ કરે છે. અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ વાંસી બાંધેલા લોટનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને તેનાથી કેટલાક રોગો પણ થઈ શકે છે.
રસોડામાં મંદિર : કેટલીક વાર લોકોના ઘરમાં જગ્યાનો અભાવ હોવાના કારણે મંદિરને રસોડામાં રાખે છે. પરંતુ આવું કરવું એ વાસ્તુશાસ્ત્રની અનુસાર બિલકુલ પણ બરાબર નથી. આવું એટલા માટે કે રસોડામાં દરેક પ્રકારનો ખોરાક બનતો હોય છે, જેમાં લસણ-ડુંગળીથી લઈને માંસ પણ શામિલ હોય છે. જ્યારે રસોડામાં મંદિર હોય છે, ત્યારે આ ખોરાકનો પ્રભાવ મંદિર પર પણ પડે છે, જેના દુષ્પ્રભાવથી ઘરમાં રોગો આવવા લાગે છે. કહેવામાં આવે છે કે, મંદિરમાં હંમેશા સાત્વિક ભોજન જ બનાવવું જોઈએ. તામસી ભોજન ઘરની અશાંતિનું કારણ પણ બની શકે છે.બુટ અને ચંપલ : આમ, તો આ સામન્ય વાત છે કે, રસોડામાં કોઈ પણ બુટ-ચપ્પલ નહિ રાખતા હોય. પરંતુ ભોજન બનાવતા સમય પર બુટ-ચપ્પલને પહેરીને બિલકુલ પણ ભોજન ન બનાવવું જોઈએ. આવું કરવાથી ધનની હાનિ તો થાય છે, સાથે જ સ્વાસ્થ્ય પણ ખરાબ થાય છે. જો તમે ઘરની અંદર ચપ્પલને પહેરો છો, તો રસોડાની અંદર ચંપલ પહેરીને પ્રવેશ બિલકુલ વર્જિત હોવો જોઈએ. આવું કરવાથી ઘરના મુખ્યા માટે સારું નથી અને ઘરની આર્થિક સ્થિતિ પણ ખરાબ થાય છે. આ સિવાય ઘરની બહાર જવા માટેના ચપ્પલને પણ રસોડામાં ક્યારેય પણ ન વાપરવા જોઈએ.
તૂટેલા અથવા તિરાડ વાળા વાસણ : લગભગ સ્ત્રીની એવી આદત હોય છે કે, તે તૂટેલા વાસણનો ઉપયોગ કરી લેતી હોય છે. પરંતુ રસોડામાં ક્યારેય પણ તૂટેલા અને તિરાડ વાળા વાસણને ન રાખવા જોઈએ. આવું કરવાથી ઘરના મુખ્યા પર આર્થિક લેણું વધતું જાય છે અને આર્થિક નુકશાન પણ થાય છે.જો તમે કોઈ પણ કારણસર ઘરમાંથી તૂટેલા વાસણને ન દૂર કરી શકો, તો તે સ્થિતિમાં પણ તૂટેલા વાસણને રસોડાથી દૂર રાખવા જોઈએ અને સમય મળતા તે વાસણને ઘરમાંથી દૂર કરી દો, આવા વાસણની અંદર ભોજન કરવાથી સંબંધોમાં તિરાડ પડવા લાગે છે અને જો અતિથિને તેની અંદર ભોજન કરાવવામાં આવે તો, તેનાથી પણ મતભેદ થાય છે. આવું કરવાથી ઘરની સુખ-શાંતિ નષ્ટ થઈ જાય છે.
વાસ્તુ શાસ્ત્રની આ વાતોને ધ્યાનમાં રાખીને અને રસોડાની ઉપર્યુક્ત વસ્તુઓને દૂર કરીને ઘરની અંદર સુખ-શાંતિને કાયમ કરી શકાય છે અને લક્ષ્મી માતાની કૃપા પણ પામી શકાય છે
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી