વગર ખર્ચે માત્ર 1 દિવસમાં મરડાયેલા હાથ પગને ઠીક કરવાનો દેશી ઈલાજ, દુઃખાવો પણ નહીં થાય અને સોજો પણ ઉતરી જશે. લગાવી લો આ બે વસ્તુ મિક્સ કરીને…

હાથ કે પગમાં મચકોડ થવી એક સામાન્ય બાબત છે. પણ જ્યારે મચકોડ થાય છે ત્યારે ખુબ જ પીડા થાય છે. તેમજ આવું થવાથી ચાલવું, ઉભું થવું વગેરેમાં પરેશાની થાય છે. ઘણી વખત હાલતા-ચાલતા અથવા દોડતા પગ અસંતુલિત થવાથી પગ મરડાય જાય છે અને પગના હાડકાઓ જરૂર કરતા વધુ વળી જાય છે.

જેના કારણે પગમાં મચકોડ થઈ જાય છે અને મચકોડ વાળી જગ્યાએ સોજો ચડી જાય છે. આવી જ રીતે હાથમાં પણ મચકોડ થઈ જાય છે. આ મચકોડને ઠીક કરવા માટે હળદર અને ચૂનાનો ઉપયોગ રામબાણ સમાન છે.આજકાલ મચકોડના દર્દને ઓછું કરવા માટે બજારમાં ઘણા પ્રકારની દવાઓ મળે છે. પણ દવાઓથી શરીરને અન્ય નુકશાન પણ થાય છે. તેવામાં હળદર અને ચૂનો એક એવું ઘરેલું ઉપચાર છે જે ખુબ પ્રાચીન સમયથી ચાલ્યો આવે છે. હળદર અને ચૂનો બંને સોજાને ઓછો કરવાનું કામ કરે છે. આજે આ લેખમાં આપણે જાણશું કે આ ઘરેલું ઉપચારનો પ્રયોગ મચકોડનો સોજો કેવી રીતે ઓછો કરે છે.

મચકોડને ઠીક કરવા માટે કેવી રીતે તૈયાર કરશો આ દવા :

પગ અથવા હાથનો મચકોડ ઠીક કરવામાં હળદર અને ચૂનાની આ દેશી દવા ખુબ જ અસરકારક છે. આજે પણ ઘણા ઘરમાં તેનો ઉપયોગ થાય છે.ઘરેલું દવા બનાવવાની અને લગાવવાની રીત : સૌથી પહેલા એક ચમચી હળદર અને એક ચમચી ચૂનો લો. ચુનાને અને હળદરને મિક્સ કરો. તેને થોડો ગરમ કરી લો. થોડી ગરમ આ પેસ્ટને મચકોડ વાળી જગ્યા પર લેપની જેમ લગાવો. લેપ લગાવ્યા પછી પાટો બાંધી લો. જ્યાં સુધી પગ કે હાથનો સોજો જતો ન રહે ત્યાં સુધી આ ઉપચાર કરતા રહો. આ રીતે હળદર અને ચૂનો લગાવવાથી તમારા પગ અથવા હાથનો સોજો જલ્દી ખતમ થઈ જશે. તેમજ દુઃખાવામાં પણ રાહત મળશે.

હળદરના ફાયદાઓ :

હળદરમાં એન્ટી ઈમ્ફ્લેમેટરી અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે. જે સાંધાનાદુઃખાવાથી લઈને હાથ અથવા પગમાં થતા સોજામાં પણ લાભકારી છે. જ્યારે ભારતીય ઘરોમાં હળદરનો ઉપયોગ રસોઈમાં પણ કરવામાં આવે છે. પણ તેને શરીર પર લગાવવાથી પણ ફાયદો થાય છે. હળદરમાં મળતો કરક્યુમીન દુઃખાવાને ઠીક કરવામાં ખુબ જ લાભકારી છે. હળદરની તાસીર ગરમ હોય છે. જ્યારે મચકોડ થાય છે, ત્યારે તે જગ્યા પર સોજાને શેક કરવા માટે હળદર અસરકારક રીતે કામ કરે છે.હળદરની ગરમીના કારણે સોજો ઓછો થવા લાગે છે. ભારતીય ઘરોમાં તેનો ઉપયોગ રસોઈ સિવાય ત્વચાના નિખાર માટે પણ કરવામાં આવે છે. આથી જ્યારે મચકોડ થાય છે ત્યારે હળદર મુકવામાં આવે છે.

ચૂનાના ફાયદાઓ :

ચૂનાને કેલ્શિયમ કાર્બોનેટ પણ કહેવામાં આવે છે. ચૂનો કેલ્શિયમનો સારો એવો સ્ત્રોત છે. કેલ્શિયમ હાડકાઓની મજબુતી માટે જરૂરી છે. જ્યારે તમે હળદર અને ચૂનાથી બનેલ આ ઘરેલું ઉપચારનો પ્રયોગ મચકોડ ઠીક કરવા માટે કરો તો ચૂનો અને હળદર બંને મળીને કામ કરે છે અને સોજો ઓછો કરે છે. જ્યારે સોજો ઓછો થાય છે તો હાલવા-ચાલવામાં પણ કોઈ પરેશાની નથી રહેતી.તમે અકસર ચૂનાનો ઉપયોગ તંબાકુ, પાનમાં જોયો હશે. પણ ચૂનો મચકોડના સોજાને ઓછો કરવામાં પણ ખુબ ગુણકારી છે. ચૂનાનો પ્રયોગ ગુલકંદ, એલચી અથવા સોપારીમાં પણ કરવામાં આવે છે. તેનાથી નપુસંકતા જેવી પરેશાનીમાં પણ ફાયદો મળે છે.

આમ તમે ચૂનો અને હળદરનો એક સાથે પ્રયોગ કરીને દુઃખાવામાં અને સોજામાં રાહત મેળવી શકો છો અને મચકોડમાં જલ્દી રાહત મેળવી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment