જામફળ ખાવાના શોખીન હો તો જાણી લો આ ખાસ માહિતી, શરીરને થઈ શકે છે 5 આવા ગંભીર નુકશાન…. આ લોકોએ તો ખાસ ન ખાવા…

હવે બજારમાં જામફળ આવવા લાગ્યા છે. આથી આપણો જીવ તેને ખાવા માટે લલચાય છે. તેના સેવનથી શરીરને અનેક ફાયદાઓ થાય છે. પણ કોઈપણ વસ્તુનું વધુ પડતું સેવન કરવાથી નુકશાન પણ થઇ શકે છે. આથી જ સીમિત માત્રામાં કોઈપણ વસ્તુનું સેવન કરવું જોઈએ. આ બાબત જામફળ બાબતે પણ લાગુ પડે છે. જો તેનું વધુ સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્ય માટે નુકશાનકારક થઇ શકે છે. 

જામફળ સ્વાદમાં જેટલું સ્વાદિષ્ટ છે તેટલું જ સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે. જણાવી દઈએ કે જામફળમાં ઘણા એવા પોષકતત્વો જોવા મળે છે જે સ્વાસ્થ્યની ઘણી સમસ્યાઓને દૂર કરે છે. તેમાં પ્રોટીન, વિટામિન એ, વિટામિન સી, વિટામિન B6, કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ, ફૉસ્ફરસ, પોટેશિયમ, ફાઈબર, સોડિયમ, ઝીંક, કોપર, સેલેનિયમ વગેરે જેવા તત્વો જોવા મળે છે. પરંતુ જામફળમાં ઘણા એવા પૌષ્ટિક તત્વો રહેલા છે જેની માત્રા શરીરમાં વધી જાય તો નુકશાન પણ થઈ શકે છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી જણાવીશું કે જામફળના વધુ પડતાં સેવનથી સ્વાસ્થ્યને કેવા કેવા પ્રકારનુ નુકસાન થાય છે. સાથે જ એ પણ જણાવીશું કે 1 દિવસમાં કેટલી માત્રામાં જામફળનું સેવન કરવું જોઈએ. આ માટે આ લેખને અંત સુધી જરૂરથી વાંચજો.

1) પેટની સમસ્યા : જો તમને પેટને લગતી કોઈ સમસ્યા છે તો જામફળના સેવનથી સ્વાસ્થ્ય બગડી શકે છે. જો આપણે લોકો વધુ માત્રામાં જામફળનું સેવન કરીએ તો પેટની સમસ્યા થઈ શકે છે. આવું એ માટે થાય છે કારણ કે જામફળમાં ફાઈબર રહેલું હોય છે જો શરીરમાં ફાઈબરની માત્રા વધી જાય તો પેટ ફુલેલું રહે છે અને પેટમાં દુખાવો પણ થાય છે. આથી જામફળનું સીમિત માત્રામાં સેવન કરવું જોઈએ.

2) કિડનીથી જોડાયેલી સમસ્યા : જો કોઈ વ્યક્તિને કિડનીની બીમારી છે તો તેને જામફળનું સેવન ખુબ જ ઓછુ કરવું જોઈએ. જો શરીરમાં જામફળનું પ્રમાણ વધી જાય તો વ્યક્તિને કિડનીથી જોડાયેલી સમસ્યાનો સામનો કરવો પડે છે. કારણ કે તેમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ રહેલું હોય છે. જો શરીરમાં પોટેશિયમની માત્રા વધી જાય તો કિડનીથી જોડાયેલી સમસ્યા જોવા મળે છે. 

3) ગર્ભવતી સ્ત્રીઓને પેટમાં ગેસની સમસ્યા : ગર્ભવતી સ્ત્રીઓએ જામફળનું સેવન સીમિત માત્રામાં કરવું જોઈએ કારણ કે જામફળની અધિકતા ગર્ભવતી મહિલાઓના શરીરમાં પેટમાં ગેસની સમસ્યા ઊભી કરી શકે છે. માટે ગર્ભવતી સ્ત્રીઓએ પોતાના ડાયેટમાં જામફળનો સમાવેશ કરતાં પહેલા એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. આમ ગર્ભવતી મહિલાએ જામફળનું સેવન સીમિત માત્રામાં કરવું જોઈએ.

4) કિડનીમાં પથરીની સમસ્યાને વધારે છે : જે લોકોને કિડનીમાં પથરી હોય અથવા તો એક વાર પથરી થઈ ગયેલી હોય તેવા લોકો જામફળનું સેવન વધુ માત્રમાં ન કરે. તેમણે જામફળનું સેવન કરતાં પહેલા એક વાર એક્સપર્ટની સલાહ જરૂરથી લેવી જોઈએ. 

5) માથાના દુખાવાની સમસ્યા : જે લોકો જરૂરતથી વધારે જામફળનું સેવન કરતા હોય તો તેમને જણાવી દઈએ કે તેમના શરીરમાં વિટામિન સી ની માત્રા વધી જાય છે. એવામાં વિટામિન સી ની વધુ માત્રાને કારણે વ્યક્તિને માથામાં દુખાવાની સમસ્યા થઈ શકે છે.

ઉપર જણાવેલા મુદ્દાઑ પરથી ખબર પડે છે કે જામફળનું સેવન જો વધુ માત્રમાં કરવામાં આવે તો સ્વાસ્થ્યને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો કે વ્યક્તિએ જામફળનું સેવન ડોક્ટરની સલાહથી જ કરવું જોઈએ અથવા તે પહેલા તેની માત્રાની જાણ ડોક્ટર પાસેથી લઈ લેવી જોઈએ. ત્યારપછી જ જામફળનો પોતાના ડાયેટમાં સમાવેશ કરવો જોઈએ. આમ જામફળને ખાવ જરૂર પણ સીમિત માત્રામાં તેનું સેવન કરો. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment