પેશાબ નળીમાં બળતરા, સોજો કે દુખાવો હોય તો અજમાવો આ દેશી ઉપચાર, મફતમાં જ મટાડી દેશે પેશાબની તમામ સમસ્યાઓ…

યુરીનરી ટ્રેક્ટ ઇન્ફેકશન એટ્લે કે UTI ની સમસ્યા સ્ત્રીઓ અને પુરુષો બંનેને સમાન રૂપથી થાય છે. મોટાભાગે આ સંક્રમણ ત્યારે ફેલાય છે, જ્યારે મૂત્રાશય અને તેની નળી બેક્ટેરિયાથી સંક્રમિત થઈ જાય છે. સંક્રમણ વધવાથી યુરીન પાસ કરવાની પ્રક્રિયામાં બળતરાનો અનુભવ થઈ શકે છે. વારંવાર યુરીનરી ટ્રેક્ટમાં દુખાવા અને બળતરથી પરેશાન લોકો મોટાભાગે દવાઓની મદદ લેતા હોય છે. પરંતુ ઘણી વખત દવાઓ પણ કઈ ખાસ કમાલ કરી શક્તિ નથી. 

આવામાં યોગ્ય રહેશે કે તમે પ્રાકૃતિક ઉપચાર અજમાવો. પાણી અને પોષકતત્વોથી ભરપૂર દૂધીનું જ્યુસ યુરીનરી ટ્રેક્ટ ઇન્ફેકશન સામે લડવા માટે એક યોગ્ય ઉપાય છે. આ સાથે જ યુરીનરી ટ્રેક્ટની સમસ્યા વાળા લોકો માટે દૂધીને પોતાના આહારમાં સમાવેશ કરવી સારો એવો વિકલ્પ બની શકે છે.

યુરીનરી ટ્રેક્ટના સામાન્ય લક્ષણોમાંથી એક છે બળતરા થવી. પેશાબમાં જ્યારે એસિડ લેવલ વધી જાય છે, ત્યારે વ્યક્તિને બળતરા અનુભવાય છે. ઘણી વખત આ બળતરા અસહ્ય હોય છે. પરંતુ જો આવી સ્થિતિમાં દૂધીનું જ્યુસ પીવામાં આવે તો તમને ઘણી રાહત મળી શકે છે. દૂધીના જ્યુસમાં 96 ટકા જેટલું પાણી રહેલું હોય છે, જેનાથી શરીરને ઠંડક મળે છે. નેચરમાં એસિડિક હોવાને કારણે આ જ્યુસ એક પાવરફૂલ ડાયરૂટિક એજન્ટના રૂપથી કામ કરે છે. જેનાથી યુરીન બહાર કાઢતી વખતે થતી બળતરા લગભગ બંધ થઈ જાય છે. 

પેશાબ વખતે થતી બળતરા અને દર્દને ઓછું કરવા માટે સવારે ખાલી પેટ તાજી દૂધીનું એક ગ્લાસ જ્યુસ પીવું તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી બની રહે છે. અહી બતાવેલી રેસીપીની મદદથી તમે આ જ્યુસને ઝડપથી બનાવી શકશો.
1) દૂધીનો રસ કાઢવા માટે સૌ પ્રથમ દૂધીને છીણી લેવી, તમે ચાહો તો જ્યુસનો પણ ઉપયોગ કરી શકો છો.
2) રસ કાઢતી વખતે એક આખું લીંબુ તેમાં નાખવું. તે રસને વિટામિન સી અને એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર બનાવી દેશે.
3) તેના કુલિંગ ઇફેક્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણો વધારવા માટે થોડી કોથમરી અને ફૂદીનો મિક્સ કરવો એ સારો એવો વિકલ્પ રહેશે.
4) છેલ્લે એક ચપટી સિંધાલું મીઠું નાખવું.

વારંવાર થતાં યુરીનરી ટ્રેક્ટ ઇન્ફેકશનને રોકવા માટે આ બધી સામગ્રી મિક્સ કરીને પીવી. દૂધીનું જ્યુસ પીવા સિવાય અહી કેટલીક ટિપ્સ આપેલી છે, જેનું આપણે ધ્યાન રાખવું જોઈએ.
1) સમસ્યાથી જલ્દી રાહત મેળવવા માટે પ્રોપર હાઇજિન ફોલો કરવું.
2) દૂધીના જ્યુસની કડવાહટ તમારા પાચન સ્વાસ્થ્યને નુકશાન પહોચાડી શકે છે, માટે સાવધાનીથી તેનું સેવન કરવું જોઈએ. 

યુરીનરી ટ્રેક્ટ ઇન્ફેકશનની સમસ્યા થઈ હોય ત્યારે થોડા દિવસો સુધી એકધારું દૂધીનું જ્યુસ પીવું એટ્લે તમે પોતે જ તેનાથી પડતો ફેર જોઈ શકશો. તમે તેને ટેસ્ટી અને હેલ્થી બનાવવા માટે તેમાં શાકભાજી, ફળ કે મસાલા મિક્સ કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment