મોટા ભાગના લોકો નથી જાણતા વાળમાં શેમ્પુ કરવાની સાચી રીત. જાણી લો રીત નહિ તો ખોઈ બેસશો પોતાના સુંદર વાળ…

વાળ માત્ર સારસંભાળની કમી અથવા તો ન્યુટ્રીશનના અભાવના કારણે જ નથી ખરતા. પરંતુ વાળ તમારી શેમ્પુ કરવાની ખોટી રીતને કારણે પણ ખરતા હોય છે. જી હા મિત્રો, આ વાત સાચી છે કે ઘણી મહિલાઓના વાળ એટલા ખરતા હોય છે કે, માથામાં ટાલ દેખાવા લાગે છે. તેથી આવી મહિલાઓને યોગ્ય ડાયેટની સાથે શેમ્પુ પણ કરવાની રીત પણ બદલવી જોઈએ. કારણ કે શેમ્પુ કરવાની ખોટી રીતને કારણે પણ વાળ ખરવા લાગે છે.

ખોટી રીતે શેમ્પુ કરવાની રીત એટલે શું ? અને સાચી રીતે શેમ્પુ કરવાની રીત કંઈ છે ? અહીં તમને તેના યોગ્ય ઉપાયો જણાવવામાં આવી રહ્યા છે. જેથી કરીને શેમ્પુના કારણે તમારા વાળ ઓછા ખરે અને શેમ્પુથી તમને લાભ પણ મળે.ખોટી રીતે શેમ્પુ કરવાથી આવતું પરિણામ : જો તમારું ડાયટ અને વાળની કેર કરવાની રીત બંને બરોબર  છે અને તો પણ તમારા વાળ ખરે છે, તો તેનો અર્થ છે કે, તમારી શેમ્પુ કરવાની રીત ખોટી છે. એટલે જ વાળ ખરતા હોય છે. વાળમાં શેમ્પુ કરતા સમયે સૌથી મોટી ભૂલ લોકો એ કરે છે કે, તેઓ ખોટા શેમ્પુને પસંદ કરે છે. યોગ્ય શેમ્પુ પસંદ કરવા માટે તમારે વાળની જરૂરિયાત સમજવી ખુબ જરૂરી છે.

સલ્ફેટ ફ્રી શેમ્પુ પસંદ કરો : ભારતીય જળવાયુ અનુસાર માથાની ત્વચા અને વાળ માટે સલ્ફેટ ફ્રી શેમ્પુ વધુ યોગ્ય હોય છે. કારણ કે આ શેમ્પુ માઈલ્ડ હોય છે, તે વાળની દેખભાળ સારી રીતે કરે છે. તેથી વાળ પર શેમ્પુ કરતા સમયે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારું શેમ્પુ સલ્ફેટ ફ્રી શેમ્પુ હોવું જોઈએ. આ સિવાય જરૂરી છે કે, તમે કોઈ હર્બલ અથવા આયુર્વેદિક શેમ્પુનો ઉપયોગ કરો. આ શેમ્પુમાં હાનિકારક કેમિકલ ઓછા હોય છે અને તેનાથી વાળને ઓછું નુકશાન થાય છે અને વાળ પણ ઓછા ખરે છે.વાળને બરાબર ભીના કરી લો : ઘણા લોકો સૂકાયેલ વાળમાં જ શેમ્પુ લગાવી લે છે. જ્યારે ઘણા લોકો વાળને થોડા ભીના કરીને શેમ્પુ લગાવે છે, જેના કારણે તમારા વાળની બરાબર રીતે સફાઈ નથી થતી. આથી શેમ્પુને વાળ પર લગાવતા પહેલા વાળને બરાબર ભીના કરી લો. એટલે કે માથાની ત્વચા ભીની થવાથી થોડી નરમ થઈ જાય છે, જેનાથી શેમ્પુ લગાવ્યા પછી સ્કીન પોર્સની સફાઈ બરાબર થઈ જાય. તેથી માથામાં શેમ્પુ કરતા પહેલા 2 મિનીટ સુધી વાળ પર પાણી નાખતા રહો.

શેમ્પુ લગાવવાની યોગ્ય રીત : વાળમાં શેમ્પુ લગાવવાની સાચી રીત એ છે કે, તમે શેમ્પુને વાળની જડમાં લગાવીને હળવા હાથે મસાજ કરો. પછી નીચેના વાળ સુધી સફાઈ કરો. જ્યારે મોટાભાગના લોકો શેમ્પુને વાળની લંબાઈમાં લગાવે છે, તેને ઘસતા ઘસતા તેઓ જડમાં શેમ્પુ લગાવે છે. એક વાત ખાસ યાદ રાખો કે શેમ્પુને વાળમાં લગાવતા પહેલા તેને પાણીમાં મિક્સ કરી લેશો તો તમારા વાળમાં શેમ્પુ પણ જલ્દી ભળી જાય છે અને સ્કીન પોર્સ સુધી જલ્દી પહોંચશે. તેનાથી સફાઈ સારી રીતે થશે.કંડીશનર કરવાની સાચી રીત : શેમ્પુ કર્યા પછી કંડીશનર જરૂર કરો. કંડીશનર કરતી વખતે ધ્યાન રાખો કે કંડીશનરને હંમેશા વાળની લંબાઈમાં જ લગાવવા આવે છે. શેમ્પુની જેમ તેને વાળની જડ અને માથામાં નથી લગાવવામાં આવતું. જો તમે આવું કરશો તો તમારા વાળ સુકાયા પછી ચીકણા અને ઓઈલી થઈ જશે.

જો દરરોજ શેમ્પુ કરવું હોય તો : ઘણી મહિલાઓ દરરોજ શેમ્પુ કરવાનું પસંદ કરતી હોય છે. જો કે એક્સપર્ટ આવું કરવાની ના કહે છે. પણ જો તમારે દરરોજ શેમ્પુ કરવું છે અને તમારા વાળ ડેમેજ પણ ન થાય, તો તે માટે જરૂરી છે કે, તમે રાત્રે સૂતા પહેલા વાળમાં તેલ લગાવી લો. પછી બીજા દિવસે શેમ્પુ કરી લો. આમ કરવાથી તમારા વાળ ઓછા ખરશે.વાળનો ગ્રોથ વધશે : શેમ્પુ કરતી વખતે આ ટીપ્સને અપનાવો અને વાળ સૂકવવા માટે ડ્રાયરનો ઉપયોગ ઓછો કરો. વાળને કુદરતી રીતે સુકાવા દો. કારણ કે ડ્રાયરની હીટ તમારા વાળની ચમક અને હેલ્થને નુકસાન કરી શકે છે. તેના કારણે વાળનો ગ્રોથ ઘટશે. તેમજ કુદરતી રીતે જો સૂકવવા દેશો તો વાળનો ગ્રોથ પણ વધશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment