સામાન્ય દેખાતી આ શાકભાજી આજીવન રાખશે દવાઓથી દુર, આંતરડા સાફ કરી પેટની તમામ સમસ્યાઓ કરી દેશે ગાયબ…

મિત્રો ગુવાર એક એવી શાકભાજી છે, જે સમગ્ર વર્ષ દરમિયાન માર્કેટ ઉપલબ્ધ હોય છે. ઘણા લોકોને સ્વાદમાં અદ્દભુત ન લાગે પરંતુ જો આપણે તેના ગુણધર્મો વિશે વાત કરીએ, તો તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે. તેને ક્લસ્ટર બીન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે પોષક તત્વોથી ખુબ સમૃદ્ધ છે. તેના નિયમિત સેવનથી વધતું વજન ઘટાડી શકાય છે અને હૃદય સંબંધિત સમસ્યાઓ પણ દૂર કરી શકાય છે.

એટલું જ નહિ, તેના સેવનથી પેટની સમસ્યા પણ દૂર થાય છે અને તે મગજના વિકાસમાં પણ ખુબ મદદરૂપ થાય છે. લેગ્યુમિનોસે કુટુંબ સાથે સંકળાયેલ આ શીંગનું વૈજ્ઞાનિક નામ સિયામોપ્સિસ ટેટ્રાગોનોલોબા છે. જેનો ઉપયોગ શાકભાજી તેમજ ઔષધીય અને સ્વાસ્થ્ય લાભ માટે થાય છે. તેમાં રહેલા પોષક તત્વો ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને હૃદય રોગ જેવી ઘણી ગંભીર સમસ્યાના લક્ષણોથી બચાવવા અથવા ઘટાડવામાં મદદ કરે છે. તો ચાલો જાણીએ ગુવારની શીંગના અદ્દભુત ફાયદા વિશે.

વજન : વધતા વજનને ઘટાડવા માટે, ગુવારની શીંગોનું ચોક્કસપણે સેવન કરો. ગુવારની શીંગોમાં અન્ય શાકભાજી કરતા વધારે પ્રમાણમાં ફાઇબર હોય છે, જે વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. આ માટે, ઘણા લોકો તેનો ઉપયોગ સલાડ સાથે અથવા શાકભાજી તરીકે કરે છે.

કબજિયાત : જો તમે કબજિયાતની સમસ્યા સાથે સંઘર્ષ કરી રહ્યા છો, તો પછી તમારા આહારમાં ગુવારની શાકભાજીનો સમાવેશ કરો. તેમાં રહેલું ફાઈબર કબજિયાત જેવી સમસ્યાઓ ઘટાડવામાં મદદરૂપ છે. તેના નિયમિત સેવનથી પાચનની સમસ્યાઓ પણ સરળતાથી દૂર થાય છે.

હાડકાં : મજબૂત હાડકાં માટે કેલ્શિયમ જરૂરી છે, જ્યારે ગુવાર શીંગોને કેલ્શિયમનો ભંડાર માનવામાં આવે છે. ગુવારની શીંગોમાં હાજર ફોસ્ફરસ અને કેલ્શિયમ હાડકાંને મજબૂત બનાવે છે અને તેમને સ્વસ્થ પણ રાખે છે.

પાચન શક્તિ માટે : જેમને ભૂખ ન લાગતી હોય તેમણે નિયમિતપણે ગુવારની શીંગોનું સેવન કરવું જોઈએ. ગવાર શીંગો ભૂખ વધારે છે અને પાચન શક્તિ સુધારે છે. એટલું જ નહિ, ગુવારની શીંગોમાં હાજર ફાઇબર આંતરડાની હિલચાલમાં સુધારો કરીને શરીરમાંથી ઝેર બહાર કાઢવામાં મદદ કરે છે.

બ્લડ શુગર : જો તમે ડાયાબિટીસનો શિકાર છો તો તમારે ગુવારની શીંગોનું નિયમિત સેવન કરવું જોઈએ. તેના નિયમિત સેવનથી બ્લડ શુગર વધતું નથી. હકીકતમાં, ગુવારની શીંગોનું ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછું હોય છે, તેમજ તેમાં રહેલા ટેનીન અને ફ્લેવોનોઈડ્સ તમારા બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં ખુબ મદદરૂપ થાય છે.

કોલેસ્ટ્રોલનું સ્તર : ગુવારની શીંગો હૃદય માટે પણ સારી છે. કારણ કે તે એલડીએલ અથવા ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. તેમાં રહેલા ડાયેટરી ફાઇબર, ફોલેટ અને પોટેશિયમ કાર્ડિયોવાસ્ક્યુલર પ્રોબ્લેમ્સ સામે રક્ષણ પૂરું પાડે છે. માટે ગુવાર તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment