1 એપ્રિલથી કારમાં એર બેગ ફરજિયાત આવશે | જાણો સરકારના આ નિયમ વિશેની સંપૂર્ણ માહિતી…

સડક સુરક્ષાને લઈને લગાતાર નવા નવા કદમ ઉઠાવવામાં આવી રહ્યા છે. તેનાથી અકસ્માત જેવી ઘટનાઓ ઓછી થાય. ઘણી વાર કાર દુર્ઘટનામાં ડ્રાયવર સીટની બાજુમાં બેઠેલ  વ્યક્તિ એ ઘટનાનો શિકાર થઈ જતો હોય છે. કેમ કે ડ્રાયવર સીટની બાજુમાં રહેલ સીટ પર  એરબેગની નથી હોતી. તેના કારણે ઘણી વાર જીવનું પણ જોખમ થાય છે.

ખરેખર સામે સામે વાહન વાહન ટકરાય ત્યારે એરબેગન હોય તો આગળ બેઠેલા વ્યક્તિનો જીવ જવાની પણ સંભાવના રહે છે. પરંતુ હવે સરકારે કારમાં વાહનોની આગળની સીટ પર એરબેગ ફરજિયાત કરી દીધી છે. એટલે કે હવે આગળની બંને સીટો પર એરબેગની સુવિધા ફરજિયાત મળશે.સડક અને પરિવહન મંત્રાલયએ 1 એપ્રિલ 2021 બાદ બનતી બધી જ નવી કારોમાં એરબેગ ફરજિયાત કરી દેવામાં આવી છે. એટલે કે 1 એપ્રિલ બાદ બનતી દરેક નાની મોટી કારોમાં કંપનીએ ડ્રાયવર અને તેની બાજુની સીટ માટે એરબેગ લગાવવી પડશે.

જો કે સરકાર તરફથી એ કારોને થોડી રાહત આપી છે, જે બનીને તૈયાર છે. પરંતુ એવી કારોમાં કંપનીએ આગળની બંને સીટો પર 31 ઓગસ્ટ સુધીમાં એરબેગ લગાવી દેવી પડશે. એટલે કે દરેક કારમાં આગળની બંને સીટો પર એરબેગ જરૂરી કરી દીધી છે.નોંધપાત્ર છે કે, પરિવહન મંત્રાલય ઘણા દિવસોથી કારોમાં આગળની સીટોમાં એરબેગને જરૂરી કરવા પર કામ કરી રહ્યું હતું. તેનું અમલીકરણ કરવા માટે પરિવહન મંત્રાલયને પ્રસ્તાવ મોકલ્યો હતો. જેના પર કાનુન મંત્રાલયએ પોતાની સહમતી આપી દીધી છે. ત્યાર બાદ નોટિફિકેશન જારી કરી દેવામાં આવશે.

એરબેગ શા માટે જરૂરી અને કેવી રીતે કામ કરે છે : એક્સિડેન્ટની સ્થિતિમાં કારની સ્પીડ અનુસાર એરબેગ ખુલે છે. કોઈ વસ્તુના ટકરાવવાથી કારનું એક્સિલેરોમીટર સર્કિટ સક્રિય થઈ જાય છે અને સર્કિટ એક ઇલેક્ટ્રિકલ કરંટ મોકલે છે, જેનાથી આગળ લાગેલ સેન્સર એરબેગને સિગ્નલ આપે છે અને એક સેકેંડ કરતા પણ ઓછા સમયમાં લગભગ 320 કિલોમીટરની ઝડપે બંધ એરબેગ ખુલી જાય છે.સડક અકસ્માતના સમયે એરબેગ ખુબ જ કામ આવે છે. જેવી કાર કોઈ સાથે ટકરાય છે એરબેગ ફુગ્ગાની જેમ ખુલી જાય છે અને કારમાં બેઠેલા લોકો કારના ડેશબોર્ડ અથવા સ્ટેરીંગ સાથે ટકરાવવાથી બચી જાય છે. એરબેગ કોટનના બનેલ હોય છે, તેના પર સિલિકોનની કોટિંગ હોય છે. એરબેગની અંદર સોડિયમ એઝાઇડ ગેસ ભરેલો હોય છે.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી.

Leave a Comment