દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણનું સ્તર દરરોજ ઉપર હોય છે. હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધતી જાય છે અને આ પ્રદૂષણના કારણે લોકોને માથાનો દુખાવો, એલર્જી તાવ, શ્વાસની તકલીફ, સૂકી ખાંસી જેવા લક્ષણોનો સામનો કરવો પડે છે. વાયુ પ્રદુષણ ફેફસા અને હૃદયને ખરાબ રીતે પ્રભાવિત કરી શકે છે, એટલું જ નહીં પહેલાં તો આ સમસ્યાઓથી પીડિત લોકો માટે તે જલ્દી ઉંમર વધવાનું અને મૃત્યુનું કારણ પણ બની શકે છે.
વાયુ પ્રદૂષણ એ લોકો માટે સૌથી કઠિન બની શકે છે જે ફેફસાની બીમારી અને શ્વસન સંબંધિત સમસ્યાઓથી પીડિત છે. કોરોનામાંથી સાજા થઇ ગયેલા લોકોને લાંબા સમય સુધી કોરોના ના લક્ષણોથી વધુ દેખભાળ કરવાની સલાહ આપવામાં આવે છે.
વાયુ પ્રદૂષણથી અસ્થમા જેવા લક્ષણ સામાન્ય હોઈ શકે છે એટલું જ નહીં એક સામાન્ય વાયરલ ખાસી પણ ઘણા બધા દિવસ સુધી રહે છે. શ્વાસ ફુલવો, ખાંસી, ગળામાં બળતરા જેવા લક્ષણ તમને પરેશાન કરી શકે છે. એટલું જ નહીં તમને શ્વાસની તકલીફ પણ થઇ શકે છે. તમારે અમુક લક્ષણોને લઈને સતર્ક રહેવું જોઈએ.
1) બ્રોન્કાઇટીસ અને સીઓપીડીનું જોખમ : જે લોકો શ્વાસ સંબંધી વિકારોથી ઝઝૂમી રહ્યા છે અથવા જે થોડા સમય પહેલાં જ કોરાના માંથી સ્વસ્થ થયા છે તેમને પોતાના સ્વાસ્થ્ય વિશે ખૂબ જ સાવધ રહેવાની જરૂર છે. કારણ કે પ્રદૂષણ ન માત્ર શ્વસન સંબંધી સમસ્યાઓને વધારી શકે છે પરંતુ સીઓપીડી અને બ્રોન્કાઇટિસ જેવી સ્થિતિના લક્ષણોને પણ વધારી શકે છે. આ પ્રકારની બીમારીઓ વાળા લોકો ખૂબ જ કમજોર હોય છે કારણ કે વાયુ પ્રદૂષણથી સીઓપીડીની વૃદ્ધિ અને અસ્થમાની શરૂઆતને પ્રેરિત કરી શકે છે જેનાથી સ્વાસ્થ્ય સંબંધિત રોગ અને મૃત્યુનો આંકડો પણ વધી શકે છે.
2) ફેફસાંની કાર્યક્ષમતા ઓછી કરી શકે છે : પ્રદૂષણ વધવાથી ઊંઘમાં પ્રભાવ પડે છે અને આપણને ઊંઘ ઓછી આવે છે. પ્રદૂષણ વધવાથી ફેફસાની ક્ષમતા ખૂબ જ ઓછી થઈ જાય છે અને તેમાં તકલીફ ઉત્પન્ન કરી શકે છે. પ્રયોગો દ્વારા જાણવા મળ્યું છે કે પ્રદૂષણના વધુ સંપર્કના કારણે ફેફસાના કાર્યમાં ખુબ જ તકલીફ ઉભી થાય છે. તેના લક્ષણો પણ બતાવા લાગે છે જે સીઓપીડી થી જોડાયેલા હશે તેમની ફેફસાંની કાર્યક્ષમતામાં ઘટાડો થશે અને સીઓપીડી ફાઇબરોસીસ જેવી શ્વસન સમસ્યાઓનું કારણ બની શકે છે.
3) ફેફસાની ઉમર વધવી : વાયુ પ્રદૂષણ પહેલાથી જ શ્વસનની સ્થિતિને ગંભીર કોમરેડીડીટી વાળા વ્યક્તિ માટે સોજાનું કારણ બની શકે છે અને ખરેખર ફેફસાની ઉંમર વધવાની પ્રક્રિયાને વધારે છે. જ્યારે ફેફસાની ઉંમર વધી જાય છે ત્યારે ફેફસાની જૂની બીમારીઓથી લડવા માટે કમજોરીનો અનુભવ કરવાનું જોખમ વધી જાય છે. તેનાથી શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.
4) અસ્થમાના લક્ષણોમાં વધારો : બાળકોમાં શ્વાસ લેવામાં તકલીફ અને શ્વાસની બીજી તકલીફ થવાની સમસ્યા થઈ શકે છે. બાળકોમાં પ્રદૂષણ સંબંધિત લક્ષણ વિકસિત થવાનું જોખમ વધુ રહે છે અને એ પણ જોવામાં આવ્યું છે કે અસ્થમા જેવી સમસ્યાઓ બાળકો માટે ચિંતાનો વિષય બની ગઈ છે. સ્વસ્થ વ્યક્તિઓ માટે પણ પ્રદૂષણ અસ્થમાના જેવા લક્ષણોમાં વધારો કરે છે. તેના માટે મહત્વપૂર્ણ દેખભાળની જરૂરિયાત રહે છે.
5) શ્વાસની સમસ્યા વાળા લોકો બચવા માટે શું કરી શકે છે ? : પ્રદુષણનું સ્તર ઘરની અંદર હોય કે બહાર શ્વસન સંબંધી વિકારો અને પહેલેથી જ ઉપસ્થિત અન્ય બીમારીથી પીડિત લોકો માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે. આ દરમિયાન આ લક્ષણોને જાણકારી મેળવી હાલત બગડવાના લક્ષણો ઉપર નજર રાખવી. બીમારીનું વધવું અને મદદ લેવી પણ મહત્વપૂર્ણ છે.
દર્દીઓએ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે રોકાઈ ગયેલી દવા છૂટી ન જાય અને ઇન્હેલરનો પણ સક્રિય રૂપથી ઉપયોગ કરવામાં આવે. બહાર નીકળતી વખતે માસ્કનો ઉપયોગ કરવો, વાયુ પ્રદુષણના પ્રભાવને ઓછું કરવા માટે ઉપચારાત્મક પગલા ઉઠાવો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી