જાણો પૈસા રોકાણ કરવાની આ સિક્રેટ ટીપ્સ, ઓછા સમયમાં બની જશો 100 કરોડ રૂપિયાના માલિક ! જાણો કેવી રીતે અને શું કરવાનું…

મિત્રો આજે દરેક લોકો એવી રીતે પોતાની મૂડીનું રોકાણ કરવા માંગે છે જેમાંથી તેને જલ્દી નફો મળી રહે. તેમજ તેનું ભવિષ્ય બરાબર રીતે સલામત રહે. પણ ઘણી વખત આપણો પ્લાન જ ખોટો હોય તો મૂડીનું જોઈએ એવું રોકાણ નથી થતું અને નફો પણ મળતો નથી. 

આમ જો તમે કોઈ જગ્યાએ રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આ ખુબ જ કામની ખબર છે. જો તમે પણ નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવો છો તો રીટાયર્ડમેન્ટ પછી પોતાની બાકી જીંદગી આરામથી પસાર કરવા માટે અત્યારથી જ પગલા લેવા પડશે. આ સિવાય તમને જણાવી દઈએ કે નિવૃત્તિ પછી તમારા પાસે એટલા પૈસા જરૂર હોવા જોઈએ કે 60 વર્ષની ઉંમરે તમે આરામથી જીવી શકો. આથી આ માટે તમારે રોકાણ કરવું જ હિતાવહ છે.

આ સિવાય તમને જણાવી દઈએ કે તમે 10 લાખ રૂપિયાનું રોકાણ કરીને નિવૃત્તિ પછી 100 કરોડ રૂપિયા સુધી રકમ મેળવી શકો છો. ચાલો તો આમાં રોકાણ કરવાની રીત કઈ છે અને કઈ રીતે તમને ફાયદો મળી શકે છે. 

જાણી લો કેવી રીતે રોકાણ કરવું જોઈએ? : જો તમે કમ્પાઉડીંગ દ્વારા 20 વર્ષની ઉંમરે 1 લાખ રૂપિયાનું રોકાણ કરો છો અને તે 20% ના દરથી સંયોજિત હશે તો 65 વર્ષની ઉંમરે તમારું રોકાણ વધીને 99  કરોડ રૂપિયા થઇ જશે. આ વાતને થોડી વધુ વિગતે સમજીએ. માની લો કે તમે 30 વર્ષની ઉંમરે 1 લાખ રૂપિયાનું રોકાણ કરો છો અને આ 15% ના દરથી સંયોજિત છે તો જયારે તમે 60 વર્ષની ઉંમરે પહોચશો ત્યારે તમારું રોકાણ અનેક ગણું વધીને કરોડો સુધી પહોચી શકે છે. આ માટે તમારે કોઈ વિત્તીય વિશેષજ્ઞ હોવાની જરૂર નથી. કોઈપણ પોતાના ચક્રવૃદ્ધિ વ્યાજના પાવરનો ઉપયોગ કરી શકે છે. આ માટે તેની પાસે સંપૂર્ણ રીતે સ્વતંત્રતા છે. 

કઈ કંપનીના શેરોમાં પૈસાનું રોકાણ કરી શકો છો : માની લો કે તમારા પિતાએ 2001 માં આયશર મોટર્સ માં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે. તો શું તમે જાણો છો કે આજે તેની કિંમત કેટલી છે ? તે 1,45,19,274 રૂપિયા સુધી પહોચી ગયો છે.

અથવા તો ધારો કે તમારા પિતાએ 1980 માં વિપ્રોના શેરમાં 10000 રૂપિયાનું રોકાણ કર્યું છે. શું તમે આજે તેની કિંમતનો અંદાજ લગાવી શકો છો ? માત્ર 41% ની ચક્રવૃદ્ધિ વાર્ષિક દર ની સાથે 801 કરોડ રૂપિયા છે. જો કે છેલ્લા 10 વર્ષમાં 100 થી વધુ કંપની વિષે માહિતી આપી છે જે સતત 15% થી લઈને 50% સુધીનો લાભ મેળવી રહી છે. આથી અહી રોકાણ કરી શકાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment