33 રૂપિયાનો આ શેર પહોંચી ગયો 721 રૂપિયા પાર, 2021 માં આપ્યું છે સીધું 2000% નું રિટર્ન… જાણો આ શેરમાં રોકાણ કરવામાં કેટલો ફાયદો છે…

મિત્રો તમે જાણો છો કે હાલ શેર બજાર ખુબ જ તેજીથી આગળ વધી રહ્યું છે અને અનેક શેરોમાં સારી એવી તેજી જોવા મળી રહી છે. લોકોએ જે શેરોમાં પૈસા લગાવ્યા છે તેમાં તેને સારું એવું રીટર્ન મળી રહ્યું છે. આથી જ હાલ દરેક લોકોનું ધ્યાન શેર બજાર તરફ આકર્ષાઈ રહ્યું છે. 

સેન્સેક્સ-નિફ્ટીના રેકોર્ડ હાઈ લગાવવાની સાથે જ 2021 માં બધા જ એવા સ્ટોક રહ્યા છે જે મલ્ટીબેગર સાબિત થયા છે. Xpro india પણ આ પ્રકારનો જ એક શેર છે. એક પોલીમર પ્રોસેસિંગ કંપનીનો આ શેર 2021 માં અત્યાર સુધીમાં 33.75 થી ઉછળીને 721.65 રૂપિયા પ્રતિ શેર સુધી પહોચી ગયો છે. આ અવધિમાં તેણે પોતાના શેર ધારકોને 2000 પ્રતિશતથી વધુ રીટર્ન આપ્યું છે. જો કે આ તેજી પછી હજુ પણ આ મલ્ટીબેગર શેર તટસ્થ છે. તેમનું માનવું છે Xpro india માં આવનાર કોઈ ગિરાવટને તેના ખરીદારોએ મોક્કો સમજવો જોઈએ.

આ સિવાય વિશેષજ્ઞનું એમ પણ કહેવું છે કે આ સ્ટોકમાં હવે નફો મેળવવાની રાહ છે. પણ એક વખત નફા મેળવવાનો સમય પૂરો થઇ ગયા પછી તેમાં ફરીથી ખુબ જ તેજી આવશે. આથી આમાં ગિરાવટ પર ખરીદીની રણનીતિ અપનાવો. આ સ્ટોકને 650 રૂપિયાના લેવલ પર મજબુત સપોર્ટ દેખાય રહ્યો છે. 

6 મહિનામાં શેરની કિંમત રૂપિયા 118.70 રૂપિયા વધી : આ સ્ટોકના ઈતિહાસ પર નજર નાખવામાં આવે તો છેલ્લા એક મહિનામાં 669 રૂપિયાથી વધીને 721.65 રૂપિયા સુધી પહોચી ગયો છે અને આ શેરે 7% સુધીનું રીટર્ન આપ્યું છે. આ રીતે છેલ્લા 6 મહિનામાં આ શેર 118.70 રૂપિયાથી વધીને 721.65 રૂપિયા સુધી પહોચી ગયો છે. આ અવધિમાં આમાં 500% થી વધુનો નફો જોવા મળ્યો છે. જયારે આ વર્ષે અત્યાર સુધીમાં આ શેર 33.75 રૂપિયાથી વધીને 721.65 રૂપિયા સુધી પહોચ્યો છે. આ અવધિમાં આ શેરમાં 21.38 ગણો વધારો જોવા મળ્યો છે.

આ આંકડાના આધાર પર વિશ્લેષણ કરીએ તો જો કોઈએ એક મહિના પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત તો તેને 1.08 લાખ રૂપિયા મળી રહ્યા હોત. જો કોઈએ 6 મહિના પહેલા આમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત તો આજે તેને 6 લાખ રૂપિયા મળી રહ્યા હોત. આ રીતે જ જો કોઈ રોકાણકારે 2021 ની શરૂઆતમાં આ સ્ટોકમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત તો આજે તેને 21.38 લાખ રૂપિયા મળી રહ્યા હોત. 

આ પ્રકારે હાલ શેર બજાર ખુબજ તીવ્ર ગતિએ પોતાના શેર ધારકોને રીટર્ન આપી રહ્યું છે. તેમજ શેર ધારકો પોતાના રોકાણ પર સારું એવું રીટર્ન મેળવી રહ્યા છે. શેર બજારમાં જોવા મળતી આ તેજીએ લોકોનું ધ્યાન પોતાના તરફ ખેચી લીધું છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment