પેટની સમસ્યા સહિત શરીરની અનેક બીમારીઓથી મળી જશે છુટકારો, જાણો અમુલ્ય ઔષધીના કિંમતી ગુણો અને ઉપયોગની રીત…

ભીલાવા મધ્યપ્રદેશ,છત્તીસગઢ, આસામ વગેરે જગ્યા પર જોવા મળતું એક દેશી ફળ છે,જે ઘણી બીમારીઓના ઇલાજ માટે ફાયદાકારક છે. આપણી પ્રકૃતિ આપણી આસપાસ ઘણા બધા ઔષધીય ગુણ વાળા ફળ અને ફૂલને રાખીને બેઠી છે. જેનો ઉપયોગ કરીને આપણે પ્રાકૃતિક રૂપથી પોતાને સ્વસ્થ રાખી શકીએ છીએ અને મોટામાં મોટી બીમારીથી પણ દૂર રહી શકીએ છીએ. 

આજે અમે તમને એવી પ્રાકૃતિક ઔષધિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના ઘણા બધા લાભ જોવા મળે છે તેને ભીલાવા અથવા ભેલવા નામથી જાણવામાં આવે છે. મહારાષ્ટ્રમાં તેને બીબ્બા ના નામથી પણ ઓળખવામાં આવે છે. તેના ફળ અને બીજ બંને જ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે.

તેના ઉપયોગ માટે તેના ફળ અને બીજમાંથી તેલ કાઢીને હાથ અને પગનાં તળિયામાં સારી રીતે માલિશ કરી શકો છો, તેનાથી સ્નાયુઓના દુખાવામાં પણ ખૂબ જ આરામ મળે છે. તેના તેલને કાઢવા માટેની પણ અલગ રીત છે. ખરેખર તેના ફળને ગરમ કરીને સોયને તેની આગળના ભાગમાં નાખવામાં આવે છે અને તેનું તેલ બહાર કાઢવામાં આવે છે ત્યારબાદ તે સોઈની મદદથી તમે તમારા પગના તળિયા અને એડીમાં આ તેલનો પ્રયોગ કરી શકો છો. તેના અગણિત ફાયદા છે જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી છે.

ભીલાવાના ફાયદા : 1) ગર્ભવતી મહિલાઓ માટે ફાયદાકારક : ભીલાવાના ફળને ગર્ભવતી મહિલાઓને ખવડાવવામાં આવે છે. કારણ કે તેની તાસીર ગરમ હોય છે અને તે તેમની માટે ખૂબ જ લાભદાયક હોય છે. અમુક આદિવાસી સમુદાયના લોકો બાળક થઈ ગયા પછી તેને ઘરની આસપાસ સળગાવે છે જેથી કોઈપણ પ્રકારના કીટાણું મહિલા અને બાળકની પાસે ન પહોંચે.

2) પેટ અને શ્વાસની તકલીફથી મળશે રાહત : તે સિવાય ભીલાવા ખાવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા પણ વધે છે. તેનું સેવન કરવાથી આંતરડાની સમસ્યા અને શ્વાસ લેવામાં થતી તકલીફથી છુટકારો મેળવી શકાય છે. આ ફળ પુરુષો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તેના સેવનથી શુક્રાણુઓની સંખ્યા વધે છે એટલે કે પુરુષો માટે તે ફર્ટિલિટી બુસ્ટરની જેમ કામ કરે છે.

3) ત્વચાના રોગો માટે પણ અસરકારક : ભીલાવાનો પ્રયોગ ઘણા બધા ત્વચાના રોગોને મટાડવા માટે કરવામાં આવે છે. પરંતુ તેનો ઉપયોગ ખૂબ જ સાવધાનીથી કરવામાં આવે છે. ત્વચા સિવાય તે બાવાસીર અને સ્નાયુની દુર્બળતાને ઠીક કરવા માટે પણ સહાયક હોય છે.

4) પિત્ત સ્ત્રાવને એક કરવામાં મદદરૂપ : ભીલાવાને પિત્તના સ્ત્રાવને ઠીક કરવા માટે ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. તેના સેવનથી લીવર સ્વાસ્થ્યવર્ધક રહે છે અને પિત્તનો સ્ત્રાવ ઠીક થાય છે. જેનાથી ભૂખ લાગે છે અને લોહીનું સંચાર પણ ખૂબ જ સારી રીતે થાય છે.

ઉપયોગ કરવાની રીત : 1) ભીલાવા સાંધાનો દુખાવો દૂર કરવા માટે મદદરૂપ થાય છે તેની માટે એક ભાગ ભીલાવા, 6 ભાગ કાજુ અને એક ભાગ મધને યોગ્ય રીતે ઉમેરીને દિવસમાં ચાર વખત લેવાથી સાંધાના દુખાવામાં ખૂબ જ આરામ મળે છે.

2) ગોઇટરના ઉપચારમાં ભીલાવા સેવન ખૂબ જ લાભકારી હોય છે. તેની માટે સંપૂર્ણ માત્રામાં બે ભાગ ભીલાવા, બે ભાગ અજમો અને એક ભાગ પારદને યોગ્ય રીતે ઉમેરીને તેની નાની નાની ગોટી બનાવી લો અને દહીંની સાથે તેનું સેવન કરો.

3) તે સિવાય ભીલાવા બાવાસીર પણ ખૂબ જ લાભકારી હોય છે. તેની માટે ભીલાવા, હરડે અને તલને સમાન માત્રામાં લઈને આ મિશ્રણમાં ડબલ માત્રામાં ગોળ ઉમેરીને તેનું સેવન કરવાથી બાવાશીરની તકલીફમાંથી છુટકારો મળે છે.

4) ભીલાવા અને લસણના મિશ્રણનો ઉપયોગ હૈજા જેવી સમસ્યામાં પણ આરામ આપે છે.

ભીલાવાના નુકશાન : ભીલાવાની તાસીર ગરમ હોય છે તેથી તેને શરીર ઉપર સીધો ઉપયોગ કરવો જોઈએ નહીં. તેનો ઉપયોગ સંતુલિત માત્રામાં અને ઉપર આપેલ મિશ્રણ સાથે કરવો જોઈએ. ડોક્ટરની સલાહ લીધા વગર તેનો ઉપયોગ ન કરો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment