નિષ્ણાંત અનુસાર મોટાભાગના લોકો નથી જાણતા ખાંડ અને સાકરની આ હકીકત, સેવન કરતા પહેલા એક આ માહિતી ખાસ જાણો….

મિત્રો તમારા ઘરમાં ખાંડ અને મિશ્રી બંને હશે. અને તમે બંનેનું સેવન પણ કર્યું હશે. જો કે બંને વસ્તુ સ્વાદમાં મીઠી જ હોય છે. પરંતુ ખાંડ અને સાકર બંને માંથી શું વધુ ફાયદાકારક છે, તેની કદાચ તમને જાણ નહિ હોય, તો આજે આપણે આ લેખમાં કંઈ વસ્તુ વધુ ગુણકારી છે તેના વિશે વિસ્તારથી જાણીશું.

ખાંડ અને સાકર બંને તમારા ખાવાનો સ્વાદ વધારે છે. જો કે લોકો ખાંડના સેવન કરતા સાકરના સેવનને વધુ લાભકારી માને છે. ખાંડના સેવનથી બ્લડ શુગર વધવાની આશંકા રહે છે. તેનાથી ઇન્સુલિન નામના હાર્મોનની અસર ઘટવા લાગે છે. આ બધાથી ડાયાબિટીસનું જોખમ વધે છે. સાથે જ કોલેસ્ટ્રોલ વધવાની આશંકા પણ રહે છે. તો સાકરનો ઉપયોગ પૂજામાં પણ કરવામાં આવે છે. તેના સેવનથી ઉધરસમાં પણ ઘણી રાહત મળે છે. જો કે તેના ફાયદા અને નુકશાન જાણ્યા પહેલા આપણને ખાંડ અને સાકર કેવી રીતે બને છે તેના વિશે વિસ્તારથી જાણી લઈએ.

ખાંડ કેવી રીતે બને છે : ખાંડ એ રીફાઈન કરેલ વસ્તુ છે. ખાંડને મિલમાં શેરડીમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે, તો તેને અલગ અલગ રસાયણોની મદદથી રિફાઇન કરવામાં આવે છે. આ રસાયણોના પ્રયોગના કારણે ખાંડ એ રીતે શુદ્ધ રહેતી નથી. અને આપણા શરીરને નુકશાન પહોંચાડી શકે છે. માટે જ ખાંડનું સેવન ઓછું કરવું જોઈએ અથવા શક્ય હોય તો, ખાંડનું સેવન ન કરવું જોઈએ. કારણ કે વધુ રીફાઈન વાળી વસ્તુ શરીર માટે નુકશાનકારક છે.

સાકર કેવી રીતે બને છે : સાકર બનાવવા માટે શુગર સિરપને પાણીમાં ઓગાળીને તેનું ક્રિસ્ટલિકરણ કરવામાં આવે છે. પછી આ મિશ્રણને તારની મદદથી ઠંડુ કરવામાં આવે છે. ત્યારે શુદ્ધ રૂપમાં સાકર પ્રાપ્ત થાય છે. અને હાનિકારક રસાયણ પાણી સાથે બહાર નીકળી જાય છે. ખાંડની સરખામણી સાકરમાં ગળપણ પીએન ઓછું હોય છે. તેનો ઉપયોગ માઉથ ફ્રેશર તરીકે પણ કરવામાં આવે છે. જો કે ખાંડ અને સાકરમાં બહુ અંતર હોતું નથી. આમ સાકર સ્વાસ્થ્ય માટે લાભકારી છે.

ખાંડ અને સાકરમાં તફાવત : 1 ) સાકર એ ખાંડનું રિફાઈન્ડ રૂપ હોય છે. તે ખાંડની સરખામણીએ વધારે લાભદાયી હોય છે. ખાંડને બનાવવા માટે ઘણા પ્રકારના રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે સાકર શેરડીમાંથી ઉપલબ્ધ બધી રીતે પ્રકૃતિક ઉત્પાદન છે. આથી તે સ્વાસ્થ્યને નુકશાન નથી કરતી.

2 ) ખાંડના સેવનથી લોહીમાં ગ્લુકોઝનું સ્તર વધે છે, જ્યારે સાકરના સેવનથી શરીરમાં વિટામીન્સ અને મિનરલ્સની સાથે ગ્લુકોઝનું સ્તર પણ નિયંત્રણમાં રહે છે. ખાંડની બદલે સાકરને ઉધરસ વખતે ખાઈ શકાય છે.

3 ) ખાંડના સેવનથી તમારો વજન વધી શકે છે જ્યારે સાકરના સેવનથી તમારું વજન પણ નિયંત્રણમાં રહે છે. આ સિવાય સ્તનપાન કરાવતી મહિલાઓને પણ સાકરના સેવનની સલાહ આપવામાં આવે છે, જેથી તેમનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને બાળક પર પણ કોઈ ખરાબ અસર થતી નથી.

સાકરનો કેવી રીતે કરવો ઉપયોગ : 1 ) સાકરને આમળા ચૂર્ણમાં મિક્સ કરીને ખાવાથી માથાના દુખાવાની સમસ્યાથી રાહત મળે છે. અને તે ઇમ્યુનિટી વધારવામાં પણ ખુબ જ ફાયદાકારક છે.

2) સાકર અને એલચીને મિક્સ કરીને ખાવાથી મોંમાં પડેલા ચાંદાથી છૂટકારો મળે છે. સાકરને મોંમાં દબાવીને રાખવાથી ઉધરસમાં રાહત થાય છે. સારી નીંદર માટે તમે રાત્રે સાકરને દૂધમાં મિક્સ કરીને તેનું સેવન કરી શકો છો.

3 ) દૂધમાં સાકર અને કેસર મિક્સ કરીને પીવાથી એનર્જી અને એક્ટિવનેસ વધે છે. આ સિવાય સાકરમાં પ્રાકૃતિક તત્વ વધુ હોવાથી તે શરીરને અનેક રીતે પોષક તત્વો આપે છે. શરીરને અનેક બીમારીઓ સામે પણ રક્ષણ આપે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment