રાની કૈકેયી હતા ત્રણ રાજા જેટલા પરાક્રમી… તો પછી કેમ રાણી કૈકેયીએ આવું કામ કર્યું ?

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🤴 કૈકેયી…. 🤴

🤴 મિત્રો આપણા બધા જ ગ્રંથોમાંથી એક ખુબ મહત્વનો અને મુખ્ય ગ્રંથ છે રામાયણ. રામાયણની રચનાના પાયા માટે એક પાત્રની ખુબ જ મહત્વની ભૂમિકા છે. આ પાત્ર બીજું કોઈ નહિ પરંતુ રાજા દશરથની ત્રણ રાણીઓમાંથી એક કૈકેયી હતી. આપણે બધા હંમેશાથી એવું જાણતા આવ્યા છીએ કે કૈકેયીના કારણે જ ભગવાન શ્રી રામને વનવાસ માટે જવું પડ્યું હતું. એટલા માટે કૈકેયીની છાપ એક નેગેટીવ પાત્રના રૂપે સામે આવી. વાસ્તવમાં કૈકેયી એક ખુબ સમજદાર અને વ્યવહાર કુશળ રાણી હતી. તે ભગવાન શ્રી રામને પોતાના પુત્ર કરતા પણ વધારે માનતી હતી. તો કોના કારણે કૈકેયીનો પ્રેમ તથા વિચાર ભગવાન શ્રી રામ પ્રત્યે બદલી ગયા.Image Source :

🤴 આજે આપણે જાણીશું કૈકેયીના વિશે થોડીક વાતો જે તમે લગભગ ક્યારેય પણ નહિ સાંભળી હોય.

🤴 કૈકેયીનો જન્મ કૈકેયા નામના રાજ્યમાં રાજા અશ્વપતિના પુત્રી તરીકે થયો. રાજાએ કૈકેયીના બાળપણમાં પોતાની પત્નીને કોઈ કારણોસર મહેલની બહાર કાઢી મૂકી હતી. કૈકેયીને બાળપણમાં જ પોતાનું જીવન માં વગર વ્યતીત કરવું પડ્યું હતું. મંથરા નામની એક દાસી કૈકેયીની સારસંભાળ લેતી હતી. દાસી મંથરા પોતાનો દાયરો વધારવા માટે મહેલમાં રહેતી અને મોટી  મોટી યોજનાઓ બનાવ્યા કરતી હતી.

🤴 એક વાર રાજા દશરથ કૈકેયાના રાજા અશ્વપતિના આમંત્રણથી રાજા દશરથ ત્યાં આવ્યા. અને રાજા દશરથનું ખુબ જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તેના આગમનની વ્યવસ્થામાં સ્વયં રાજકુમારી કૈકેયી ખુદ જ હાજર હતી. રાજા દશરથ કૈકેયીથી ખુબ જ પ્રભાવિત થયા અને ત્યાં જ વિવાહ માટેનો પ્રસ્તાવ રાખી દીધો. પહેલા તો રાજા અશ્વપતિએ દશરથ રાજા પહેલેથી જ વિવાહિત હોવાને કારણે ના પડી દીધી. પરંતુ પછી એક વચન લઈને આ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો. વચન એ હતું કે રાણી કૈકેયીનો પુત્ર જ અયોધ્યાની રાજગાદી પર બેસવો જોઈએ. રાણી કૌશલ્યાને કોઈ પુત્ર ન હોવાથી દશરથે આ વચન આપી દીધું. પરંતુ કૈકેયીને પણ કોઈ સંતાન ન થયું. ત્યાર બાદ દશરથના ત્રીજા વિવાહ સુમિત્રા સાથે થયા દુર્ભાગ્ય વશ દશરથની ત્રીજી પત્નીને પણ કોઈ સંતાન ઉત્પત્તિ ન થઇ.

Image Source :

🤴 રાજા દશરથ પિતા બની શકે તેમ ન હતા. જેના કારણે તે ખબ જ દુઃખી રહેતા હતા. આ સમસ્યાનું સમાધાન કરવા માટે એક ખુબ જ મોટા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. તે યજ્ઞના પરિણામ સ્વરૂપે રાણી કૌશલ્યાના સૌથી મોટા પુત્ર રામે જન્મ લીધો અને કૈકેયીને ભરતનો જન્મ થયો અને સુમિત્રાને બે પુત્રનો જન્મ થયો લક્ષ્મણ અને શત્રુઘ્ન.

🤴 રાણી કૈકેયી રાજા દશરથને સૌથી પ્રિય હતી. તે સુંદર હોવાની સાથે સાથે તે યુદ્ધ કૌશલ્યમાં પણ નિપૂર્ણ હતી. કૈકેયી હંમેશા રાજા દશરથને યુદ્ધમાં સહયોગ દેવા માટે તૈયાર રહેતી હતી. એક વાર દશરથે સંભરાસુર નામના રાક્ષસ સાથે યુદ્ધ કરીને ઈન્દ્રદેવની સહાયતા કરી હતી. આ યુદ્ધમાં રાણી કૈકેયી પણ તે યુદ્ધમાં સાથે જ હતી. તેણે પોતાના યુદ્ધકૌશલથી રાજા દશરથના પ્રાણની રક્ષા કરી હતી. ત્યારે કૈકેયીથી પ્રભાવિત થઈને દશરથે તેને ઈચ્છિત વરદાન માંગવા માટે કહ્યું. ત્યારે રાણીની પાસે માંગવા માટે કંઈ પણ ન હતું. ત્યારે કૈકેયીએ રાજાને કહ્યું કે હું  ભવિષ્યમાં જ્યારે પણ આવશ્યકતા હશે ત્યારે કોઈ પણ બે વરદાન માંગી લઈશ.

🤴 ભગવાન રામ રાજા દશરથના સૌથી મોટા અને સૌથી પ્રિય પુત્ર હતા. રાણી કૈકેયી પણ રામને ખુબ જ પ્રેમ કરતી હતી. બીજી બાજુ ભગવાન રામ પણ તેની આજ્ઞાનું પાલન કરતા હતા. રામના લગ્ન મીથીલાની રાજકુમારી સીતા સાથે થયા બાદ એકવાર કૈકેયીના પિતાનું સ્વાસ્થ્ય બગડ્યું અને તે પોતાના પિતાને મળવા માટે કૈકેયા રાજ્ય પહોંચી. કૈકેયીના પિતાને ભરતને મળવાની ઈચ્છા જાગૃત થઇ. રાજા દશરથે આ સમયે જ રામને અયોધ્યાના ઉત્તરાધિકારી બનાવવાનું નક્કી કર્યું. રાણી કૈકેયી તે સમયે આ નિર્ણયથી ખુબ જ પ્રસન્ન હતી. પરંતુ કૈકેયીની દાસી મંથરા આ નિર્ણયની વિરુદ્ધ હતી. ત્યાંથી જ તેને રાણી કૈકેયીને ભડકાવવાનું શરૂ કર્યું.

Image Source :

🤴 મંથરાએ રાણીને કહ્યું કે રાજા દશરથે કૈકેયાના રાજાને વચન આપ્યું હતું કે કૈકેયીનો પુત્ર જ અયોધ્યાનો ઉત્તરાધિકારી બનશે. પરંતુ રાજા દશરથ પોતે આપેલા વચનથી ભટકી રહ્યા હતા. આ સાંભળીને રાણી મંથરા પર ખુબ જ ગુસ્સે થઇ. મંથરાએ ફરી કહ્યું રાણી તમે રાજા દશરથના ષડ્યંત્રને નથી સમજી શકતા. તે તમારી નિખાલસતાનો લાભ ઉઠાવી રહ્યા છે. અને મંથરા દ્વારા કહેવાયેલી વાતો સાંભળ્યા બાદ રાણી પણ તેની વાતોમાં આવવા લાગી  રાણી કૈકેયીએ મંથરાને પૂછ્યું કે હવે આગળ શું કરવું જોઈએ ?

🤴 ત્યારે મંથરાએ કૈકેયીને તે બે વચનો આ સમયે યાદ અપાવ્યા અને પછી રાણીને આગળનો રસ્તો મળી ગયો. રાણી કૈકેયીએ પોતાની શરત પૂરી કરાવવા માટે અન્ન અને જળનો ત્યાગ કરી દીધો અને કોપ ભવનમાં જઈને બેસી ગઈ. બીજી બાજુ રામના રાજ્યાભિષેકની તૈયારી થવા લાગી હતી. રાજા દશરથ ખુબ જ પ્રસન્ન હતા અને તે પ્રસન્નતાની ક્ષણો સૌથી પ્રિય રાણી કૈકેયીની સાથે વહેંચવા માંગતા હતા.

🤴 રાજાએ જ્યારે કૈકેયીની આ અવસ્થામાં જોઈ ત્યારે તેનું કારણ પૂછ્યું અને રાણી કૈકેયીએ કોઈ પણ ઉત્તર ન દીધો. રામના રાજ્યાભિષેકના વિષયમાં જણાવ્યા બાદ પણ કૈકેયી કંઈ પણ ન બોલી. દશરથ દ્વારા ફરી પૂછવામાં આવ્યું ત્યારે કૈકેયીએ કહ્યું કે વિવાહ પહેલા તમે મારા પિતાજીને વચન આપ્યું હતું કે અયોધ્યાનો ઉત્તરાધિકારી મારો પુત્ર જ બનશે. હવે તમે તમારા વચનને ભૂલીને રામને ઉત્તરાધિકારી બનાવવાના છો. કૈકેયીની વાત સંભાળીને રાજા દશરથને પહેલા તો વિશ્વાસ જ ન આવ્યો. પરંતુ રાજા પોતાના નિર્ણય પર અડગ રહ્યા. પરંતુ ત્યારે જ રાણીએ તે બંને વરદાનોની વાત કરી. હવે રાજા દશરથને પોતાનો નિર્ણય બદલવો પડે તેવી પરિસ્થિતિ થવા લાગી હતી. અને રાણીએ યુદ્ધ સમયે જે વરદાન માંગવાના હતા તે રાણીએ રાજા સામે રાખી દીધા.

Image Source :

🤴 રાણીએ પહેલું વરદાન પોતાના પુત્ર ભરતનું રાજયાભિષેકના રૂપમાં માંગ્યું અને બીજું વરદાન રામને 14 વર્ષનો વનવાસ . રાણીના બંને વરદાનને સાંભળીને દશરથ ખુબ જ દુઃખી થયા. રાજાની અસ્વીકૃતિ જોઇને રાણીએ રાજાને રઘુકુલ રીતી જણાવી “પ્રાણ જાય પણ વચન ન જાય” તે સમજાવ્યું. અને રાજાની ઈચ્છા ન હોવા છતાં પણ તેના વચનનું પાલન કરવું પડ્યું.

🤴 માતા પિતાના આદેશ પર ચાલવા વાળા ભગવાન શ્રી રામ કોઈ પણ પ્રશ્ન કર્યા વગર જ વનવાસમાં જવા માટે તૈયાર થઇ ગયા. રાજા દશરથને પોતાના બધા જ પુત્રોમાંથી રામ સૌથી વધુ પ્રિય હતા. રાજા દશરથ ભગવાન શ્રી રામને રોકવા માંગતા હતા. પરંતુ વચનનું પાલન કરતા રામ વનમાં ચાલ્યા ગયા. રામના વનમાં જવાના વિયોગમાં દશરથ રાજાનું મૃત્યુ થઇ ગયું. આ બધી સાચી વાતની જાણ જ્યારે ભરતને થઇ તો તે પોતાની માતા પર ખુબ જ ગુસ્સે થયા. ભરત પણ પોતાના મોટા ભાઈ રામને ખુબ જ પ્રેમ કરતા હતા. તેને પોતાના મંત્રીઓને રામને શોધીને અયોધ્યા પાછા લાવવાનો આદેશ આપ્યો.

🤴 ભરતે પોતાની માતાના આવા કૃત્ય માટે તેને ત્યાગી દીધી હતી, પોતાના પુત્ર દ્વારા સંભળાવવામાં આવેલા શબ્દોથી કૈકેયીને અહેસાસ થયો તેની ભૂલનો. ત્યાર પછી ભરતને ખબર પડી કે રામ ચિત્રકૂટમાં છે પછી ભરત ચિત્રકૂટ જઈને રામને પિતાના મૃત્યુના વિષયમાં જણાવ્યું. રામ ખુબ જ દુઃખી થયા પિતાના મૃત્યુના સમાચાર સાંભળીને. કૈકેયીને પણ ખુબ જ પસ્તાવો થાય છે અને રામની પાસે ક્ષમા માંગે છે. અને  પાછા અયોધ્યા આવવા માટે કહ્યું. પરંતુ રામ પિતાના વચનનું પાલન કરવા માટે અયોધ્યા જવાની ના પાડી દે છે અને વનમાં ભ્રમણ કરતા રહ્યા. બીજી બાજુ ભરતે ક્યારેય પણ રાજગાદી સ્વીકારી નહિ અને પોતાના ભાઈ રામની ચરણ પાદુકાને સિંહાસન પર રાખ્યા.

Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment